SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ ૨૩. સમ્યજ્ઞાન (અ) સમ્યગ્દર્શનના વિષયભૂત પરિપૂર્ણ વસ્તુને (બ) સમ્યગ્દર્શનરૂપ ઊઘડેલા પર્યાયને (ક) અવસ્થાની ઊણપને એ ત્રણેને જેમ છે તેમ જાણે છે. ૨૪. આ રીતે સમ્યગ્દર્શન તો એક નિશ્ચયને જ (અભેદ સ્વરૂપને જ)સ્વીકારે છે. અને સમ્યજ્ઞાન નિશ્ચય અને વ્યવહાર બન્નેને જાણીને વિવેક કરે છે. ૨૫. જો નિશ્ચય-વ્યવહાર બન્નેને ન જાણે તો જ્ઞાન પ્રમાણ (સમ્યક) થતું નથી. જો વ્યવહારનું લક્ષ કરે તો દિષ્ટિ ખોટી ઠરે છે અને જો વ્યવહારને જાણે જ નહિ તો જ્ઞાન ખોટું કરે છે. જ્ઞાન નિશ્ચય-વ્યવહારનો વિવેક કરે છે ત્યારે તે સમ્યક છે અને દૃષ્ટિ વ્યવહારનું લક્ષ છોડીને નિશ્ચયને અંગીકાર કરે તો તે સમ્યક છે. આવું સ્વરૂપ જાણવું તે સમ્યક છે. ૧૧ સમ્યકત્વ માટે સરસ મજાની વાત (સમયસાર) સમ્યકત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે, નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે “સમયનો સાર છે.” - સમયસાર ૧૪૪ ગાથાર્થ સર્વનય પક્ષોથી રહિત કહેવામાં આવ્યો તે સમયસાર છે. આને જ કેવળ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એવી સંજ્ઞા મળે છે. ટીકાઃ પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરીને, પછી આત્માની પ્રગટ પ્રસિદ્ધિ માટે, પરપદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય દ્વારા અને મન દ્વારા પ્રવર્તતી બુદ્ધિઓ તે બધીને મર્યાદામાં લાવીને જેણે મતિજ્ઞાન તત્ત્વને (મતિજ્ઞાનના સ્વરૂપને) આત્મસન્મુખ કર્યું છે એવો તથા નાના પ્રકારના નય પક્ષોના અવલંબનથી થતાં અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને મર્યાદામાં લાવીને, તત્કાળ નિજ રસથી પ્રગટ થતાં આદિ-મધ્યઅંત રહિત અનાકુળ, કેવળ એક, આખા વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન, પરમાત્મા સ્વરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે (અર્થાત્ શ્રદ્ધાય છે) અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમજ્ઞાન છે. ભાવાર્થ આત્માને પહેલાં આગમ જ્ઞાનથી જ્ઞાનસ્વરૂપ નિશ્ચય કરીને પછી ઇન્દ્રિયબુદ્ધિરૂપ મતિજ્ઞાનને જ્ઞાનમાત્રમાં જ મેળવી દઈને તથા શ્રુતજ્ઞાનરૂપી નયોના વિકલ્પોને મટાડી શ્રુતજ્ઞાનને પણ નિર્વિકલ્પ કરીને, એક અખંડ પ્રતિભાસનો અનુભવ કરવો તે જ સમ્યગ્દર્શન’ અને ‘સમ્યજ્ઞાન’ એવાં નામ પામે છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કાંઈ અનુભવથી જુદા નથી. જે જ્ઞાન પરમાં વિકલ્પ કરીને અટકે છે તે જ જ્ઞાનને ત્યાંથી ખસેડીને રવભાવમાં વાળવું. પહેલાં જે ભાવો પર તરફ વળતાં, તેને આત્મસન્મુખ કરતાં સ્વભાવનું લક્ષ થાય છે. એકાગ્રતાનો આ ક્રમ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy