SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૩ જ્ઞાન ધર્મના માહાત્મનું નામ ભગ છે; તે જેમને હોય તે ભગવાન કહેવાય છે. ઉત્પન્ન થયેલા જ્ઞાન દ્વારા દેખવાનો જેનો સ્વભાવ છે તેને ઉત્પન્ન જ્ઞાનદર્શી કહે છે. સ્વયં ઉત્પન થયેલ જ્ઞાન-દર્શન સ્વભાવવાળા ભગવાન સર્વ લોકને જાણે છે. ૬) ક્ષાયિક જ્ઞાન વાસ્તવમાં એક સમયમાં જ સર્વતઃ (સર્વ આત્મપ્રદેશોથી) વર્તમાનમાં વર્તતા તથા ભૂત-ભવિષ્યકાળમાં વર્તતા તે સર્વ પદાર્થોને જાણે છે જેમાં પૃથ્થકપણે વર્તતા સ્વલક્ષણરૂપ લક્ષ્મીથી આલોકિત અનેક પ્રકારોને કારણે વિચિત્રતા પ્રગટ થઈ છે અને જેમનામાં પરસ્પર વિરોધથી ઉત્પન્ન થવાવાળી અસમાન જાતિયતાને કારણે વિષમતા પ્રગટ થઈ છે, તેને જાણે છે. જેનો ફેલાવ અનિવાર છે, એવું પ્રકાશમાન હોવાથી ક્ષાયિક જ્ઞાન અવશ્યમેવ, સર્વદા, સર્વત્ર, સર્વથા, સર્વને (દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવરૂપે) જાણે છે. ૭) એક જ્ઞાયક ભાવને સમસ્ત શેયોને જાણવાનો સ્વભાવ હોવાથી ક્રમે ક્રમે પ્રવર્તતા, અનંત, ભૂતવર્તમાન-ભાવી વિચિત્ર પર્યાય સમૂહવાળા અગાધ સ્વભાવવાળા અને ગંભીર રામસ્ત દ્રવ્યમાત્રને જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય, ચિતરાઈ ગયા હોય, દટાઈ ગયા હોય, ખોડાઈ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિંબિત થયા હોય એવી રીતે એક ક્ષણમાં જ જે શુદ્ધાત્મા પ્રત્યક્ષ કરે છે. ૮) કેવળી ભગવાનને જ્ઞાન-અજ્ઞાન હોતું નથી, અર્થાત્ તેમને કોઈ વિષયમાં જ્ઞાન અને કોઈ વિષયમાં અજ્ઞાન વર્તે છે એમ હોતું નથી, પણ સર્વત્ર જ્ઞાન જ વર્તે છે. ૯) “કેવળી ભગવાન ત્રિકાળાવચ્છિન્ન લોક-અલોકસંબંધી સંપૂર્ણ ગુણ-પર્યાયોથી સમન્વિત અનંત દ્રવ્યોને જાણે છે.” એવું કોઈ જ્ઞેય હોઈ શકતું નથી કે જે કેવળી ભગવાનના જ્ઞાનનો વિષય ન હોય, જ્ઞાનનો ધર્મ તો શેયને જાણવાનો છે અને શેયનો ધર્મ જ્ઞાનનો વિષય થવાનો. એમાં વિષય-વિષયીભાવ સંબંધ છે. જ્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન દ્વારા પણ આ જીવ વર્તમાન સિવાય ભૂત તથા ભવિષ્ય કાળની વાતોનું પરિજ્ઞાન કરે છે, ત્યારે કેવળી ભગવાન દ્વારા અતીત, અનાગત, વર્તમાન સર્વ પદાર્થોનું ગ્રહણ (જ્ઞાન) કરવું યુક્તિયુક્ત જ છે, જો ક્રમપૂર્વક કેવળી ભગવાન અનંતાનંત પદાર્થોને જાણત તો સર્વ પદાર્થોનો સાક્ષાત્કાર ન થઈ શકત. અનંત કાળ વ્યતીત થવા છતાં પણ પદાર્થોની અનંત ગણના અનંત જ રહેત. આત્માની અસાધારણ નિર્મળતા થવાને લીધે એક સમયમાં જ સર્વ પદાર્થોનું ગ્રહણ (જ્ઞાન) થાય છે. ૧૦) કાળ દ્રવ્યના નિમિત્તે તથા અગુરુલઘુત્વગુણના કારણે સમસ્ત વસ્તુઓમાં ક્ષણે ક્ષણે પરિણમનપરિવર્તન થાય છે. જે કાલે ભવિષ્યકાળ હતો તે આજે વર્તમાન બનીને આગળ અતીતનું રૂપ ધારણ કરે છે. આ રીતે પરિવર્તનનું ચક્ર સદા ચાલવાને કારણે શેયના પરિણમન અનુસાર જ્ઞાનમાં પણ પરિણમન થાય છે. જગતના જેટલા પદાર્થો છે, તેટલી જ કેવળજ્ઞાનની શક્તિ કે મર્યાદા નથી. કેવળજ્ઞાન અનંત છે. જો લોક અનંતગણો પણ હોત, તો ય કેવળજ્ઞાન સમુદ્રમાં તે બિંદુની જેમ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy