SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ સમાઈ જાત ! અનંત કેવળજ્ઞાન દ્વારા અનંત જીવ તથા અનંત આકાશાદિનું ગ્રહણ થવા છતાં પણ તે પદાર્થો સાન્ત થતાં નથી. અનંતજ્ઞાન અનંત પદાર્થ અથવા પદાર્થોને અનંતરૂપે બતાવે છે, તે પ્રકારે શેય અને જ્ઞાનની અનંતતા અબાધિત રહે છે. ૧૧) જે વસ્તુમાં સત્પણું, વસ્તુપણું, પ્રમેયપણું, પ્રદેશપણું, ચેતનપણું, અચેતનપણું, મૂર્તિકપણું, અમૂર્તિકપણું ઇત્યાદિ ધર્મ તો ગુણ છે અને તે ગુણોનું ત્રણે કાળે સમય સમયવર્તી પરિણમન થવું તે પર્યાય છે, તે અનંત છે. તથા એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, ભેદપણું, અભેદપણું, શુદ્ધપણું, અશુદ્ધપણું આદિ અનેક ધર્મ છે તે સામાન્યરૂપે તો વચનગોચર છે અને વિશેષરૂપે વચનના અવિષય છે. એવા તે અનંત છે તે જ્ઞાનગમ્ય છે. (અર્થાત કેવળજ્ઞાનનો વિષય છે.) ૧૦) સર્વજ્ઞ વ્યવહારથી પરને જાણે છે તેનો અર્થ: “આ આત્મા વ્યવહાર નથી કેવળજ્ઞાન દ્વારા લોકાલોકને જાણે છે અને શરીરમાં રહેવા છતાં પણ નિશ્ચય નયથી પોતાના આત્મસ્વરૂપને જાણે છે. એ કારણે જ્ઞાનની અપેક્ષાએ તો વ્યવહાર નયથી સર્વગત છે, પ્રદેશોની અપેક્ષાએ નહિ. જેવી રીતે રૂપવાન પદાર્થોને નેત્ર દેખે છે, પરંતુ તેનાથી તન્મય થતાં નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો વ્યવહાર નયથી લોકાલોકને જાણે છે અને નિશ્ચય નયથી નહિ તો સર્વજ્ઞપણું વ્યવહાર નથી થયું નિશ્ચય નયથી ન થયું? તેનું સમાધાન કહે છે - જેવી રીતે પોતાના આત્માને તન્મય થઈને જાણે છે, તેવી જ રીતે પારદ્રવ્યને તન્મયપણે જાણતો નથી, ભિન્ન સ્વરૂપે જાગે છે, તે કારણે વ્યવહાર નથી કહ્યું, કાંઈ પરિજ્ઞાનના અભાવથી કહ્યું નથી. (જ્ઞાનથી જાણપણું તો નિજ અને પરનું સમાન છે). જેવી રીતે નિજને તન્મય થઈને નિશ્ચયથી જાણે છે, તેવી જ રીતે જો પરને પણ તન્મય થઈને જાણે તો પરના સુખ, દુઃખ, રાગ, દ્વેષનું જ્ઞાન થતાં સુખી, દુઃખી, રાખી, દેશી થાય એ મોટું દૂષણ પ્રાપ્ત થાય.” ૧૩) જીવ સ્વય છે તેમજ પોતે જ્ઞાનસ્વરૂપ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય શેય છે, અને તેનો ત્રિકાળી જાગવાનો સ્વભાવતે ગુણ છે; તથા જ્ઞાનનો વર્તમાન પર્યાય તે સ્વજોયને જાણે છે. સ્વર્શયને જાણવામાં જો સ્વ-પરનું ભેદવિજ્ઞાન હોય તો જ તે જ્ઞાનનો સાચો પર્યાય છે. ૧૪) અધ્યાત્મ કથનીમાં મુખ્યને નિશ્ચય કહ્યો છે અને ગૌણને વ્યવહાર કહ્યો છે. તેમાં અભેદધર્મને તો મુખ્ય કરીને તેને નિશ્ચયનો વિષય કહ્યો અને ભેદનયને ગૌણ કરીને તેને વ્યવહાર કહ્યો છે. તેથી યથાર્થ સ્વરૂપે જાણવું. ૧૯ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિનું જ્ઞાન : ૧. મુખ્ય-ગૌણના ભેદને સમ્યગ્દષ્ટિ જાણે છે; મિથ્યાદષ્ટિ અનેકાન્ત વસ્તુને જાણતો નથી અને સર્વથા એક ધર્મ પર દૃષ્ટિ પડે ત્યારે તે એક ધર્મને જ સર્વથા વસ્તુ માનીને વસ્તુના અન્ય ધર્મોને તો સર્વથા ગૌણ કરીને અસત્યાર્થ માને અથવા તો અન્ય ધર્મોનો સર્વથા અભાવ જ માને છે. એમ માનવાથી મિથ્યાત્વ દઢ થાય છે. જ્યાં સુધી જીવ યથાર્થ વસ્તુસ્વરૂપ જાણવાનો પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy