SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ નિરંતર એવો અભ્યાસ કરવો જોઈએ કે હું જ્ઞાતા...જ્ઞાતા...જ્ઞાતા જ છું. જ્ઞાતા જ અંદર પોતાની પરિણતિમાં ગૂંથાઈ જવો જોઈએ. જેમ શરીર અને વિકલ્પ સાથે એકમેકપરું થઈ ગયું છે તેમ વર્તમાનમાં આત્મા એકમેક ઘૂંટાઈ જવો જોઈએ ત્યારે પ્રાપ્ત થાય. ૪. નિર્વિકલ્પ દશાનું સાધન - જ્ઞાયકઃ મૂળ સ ધન તો દ્રવ્યસ્વભાવ છે. પુરુષાર્થ અંતરમાંથી ઉપડે તો તે વાસ્તવિક સાધન થાય છે. પોતાની પરિણતિ જેમાંથી ઉછળે છે તે દ્રવ્યસ્વભાવ મૂળ સાધન છે. જે સ્વાનુભૂતિ કરે તેની દ્રવ્ય ઉપર દષ્ટિ હોય છે અને તેને ભેદ વિકલ્પ વચ્ચે આવે છે પણ તેમાં તે રોકાતો નથી. રુચિવાળા જીવોને ઘણા પ્રકારના વિકલ્પો આવે પણ તેમાં રોકાય નહિ; વાસ્તવિક સાધન તો દ્રવ્યદૃષ્ટિ જે અંતરમાંથી પ્રગટે તે જ છે, પણ રુચિની સાથે હું ચૈતન્ય છું, જ્ઞાન છું એવી જાતનો અભ્યાસ આવ્યા વગર રહેતો નથી. નિર્વિકલ્પ દશા પ્રગટે ત્યારે વિકલ્પ હોતા નથી. નિર્વિકલ્પ દશાનું સાધન જ્ઞાયક છે, કે જેનાથી પોતાની પરિણતિ નિર્વિકલ્પરૂપ થાય છે. ૫. પહેલાં નિરપેક્ષ દ્રવ્યને ઓળખ! નિરપેક દ્રવ્યને ઓળખવાની સાથે સાપેક્ષ શું છે તે તેમાં આવી જ જાય છે. સમાજમાં બન્ને સાથે છે. ૬. સાધના માટે રોકાવું પડે તો તે દ્રવ્ય જ નથી. કુદરતી દ્રવ્ય સ્વતઃસિદ્ધ છે. બીજા સાધન હોય તો દ્રવ્ય ઊભું રહે એમ ન હોય, તે અનાદિથી પોતે પોતાથીજ શાશ્વત ટકેલું છે. તેની પરિણતિના દરેક કાર્યમાં પોતે સ્વતંત્ર છે. દ્રવ્યના આશ્રયે સમ્યગ્દર્શન થાય, જ્ઞાનની પરિણતિ થાય અને લીનતા વધે એ બધું પરિણમન પોતે સ્વયં કરનારો છે. પોતાના પરિણામની ગતિ - પુરુષાર્થની ગતિ પોતે જ કરે છે. તેની પરિણતિ થાય તેમાં સાધનો આવ્યા નહિ અને સાધનોની રાહ જોવી પડે તો દ્રવ્ય જ કહેવાય નહિ. આવું પરાધીન દ્રવ્ય હોઈ શકે જ નહિ. કુદરતની અંદર એવું દ્રવ્ય હોય જ નહિ. સાધન સ્વયં આવી ઊભા રહે, પોતાને રાહ જોવી પડતી નથી. પોતે સ્વયં પોતાની પરિણતિને કરનારો છે. - જ્ઞાનનું આખું ચક્ર પોતાથી જ ચાલી રહ્યું છે. તે કર્મને લઈને થતું નથી, અથવા સાધનો મળ્યા નથી એટલે થતું નથી એમ નથી પણ પોતાની કચાશને કારણે પોતે અટક્યો છે. પોતે પુરુષાર્થ કરે તે પોતે આગળ જાય છે. માટે તેના કાર્ય માટે સાધનોની જરૂર પડતી નથી. સાધન માટે રોકાવું પડે તો તે દ્રવ્ય જ નથી. એવું પરાધીન દ્રવ્ય હોઈ શકે જ નહિ. સંપૂર્ણ વિશ્વ વ્યવસ્થા સ્વયં સંચાલિત છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વાધીન છે અને પોતાનું કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છે. પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છે. દ્રવ્ય સ્વતંત્ર છે. પ્રત્યેક ગુણ સ્વતંત્ર છે, ગુણની પ્રત્યેક પર્યાય સ્વતંત્ર છે. બધું જ નિરપેક્ષ છે. ૭. હું જ્ઞાક, હું ચૈતન્ય એમ શાયકનું અસ્તિત્વ(પોતાનું અસ્તિત્વ) તું ગ્રહણ કર તો પોતે જેવો છે તેવો પ્રગટ થાય. તારું અસ્તિત્વ તું ગ્રહણ કર તો જે સ્વભાવ છે તે સ્વભાવ પ્રગટરૂપે પરિણમી જશે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy