SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ જીવનનું ખરું કર્તવ્ય: જીવનમાં આ મુખ્ય કરવા જેવું છે, આ સમજણથી જ જીવનની સફળતા છે. અરે ! જીવનમાં આવી અપૂર્વ સમજણ કરવી રહી જાય છે..., એમ જેને ચિંતા પણ ન થાય - સમજવાની દરકાર પણ ન જાગે, તો જીવ સમજણનો પ્રયત્ન ક્યાંથી કરે ? સાચી સમજણની કિંમત ભાસવી જોઈએ કે જીવનમાં સત્સમાગમે સાચી સમજણ કરવી એ જ એક કરવા જેવું ખરું કામ છે. આ સમજણ વગર ‘જગતમાં બહારના કામો મેં કર્યા” એમ માનીને મફતનો પરના અભિમાન કરે છે, તે તો સાંઢની જેમ ઉકરડા ઉથાપે છે, તેમાં આત્માનું જરાય હિત નથી. જુઓ આ જ્ઞાયકભાવ” તે જીવનું માથું છે, તે મુખ્ય છે તેથી તેને માથું કહ્યું. આ વાત મુખ્ય પ્રયોજનભૂત હોવાથી વારંવાર ઘૂંટવા જેવી છે, અંતરમાં નિર્ણય કરીને પરિણામાવવા જેવી છે. જ્ઞાયકનું અવલંબન લીધું છે, ત્યાં પર્યાયે પર્યાયે જ્ઞાનની વિશુદ્ધતા વધતી જ જાય છે અને રાગ ઘટતો જાય છે. જ્ઞાનમાં સ્વસમ્મુખ થતાં નિર્મળ સ્વ-પરપ્રકાશક શક્તિ ઉઘડીને તે વખતે શ્રદ્ધા, આનંદ વગેરે બીજા ગુણોમાં નિર્મળ પરિણમન ન થાય એમ કદી બનતું નથી. અંતરમાં વળીને જ્ઞાયકસ્વભાવને પકડ્યો ત્યાં નિર્મળ પર્યાય ઉપજી; વર્તમાન સ્વભાવનું અવલંબન તે જ તેનું કારણ છે, એ સિવાય પૂર્વ-પછીનું કોઈ કારણ નથી તેમજ નિમિત્ત કે વ્યવહારનું અવલંબન નથી. જ્ઞાનના નિર્ણય વિના બધું ય ખોટું. જ્ઞાયકસ્વરૂપી તલવારથી સમકિતીએ સંસારને છેદી નાંખ્યો છે. પ્ર. તો અત્યાર સુધીનું અમારું બધું ય ખોટું? ઉ. હા ભાઈ! બધું ય ખોટું. અંતરમાં હું જ્ઞાન છું” એવું લક્ષ અને પ્રતીત ન કરે ત્યાં સુધી શાસ્ત્રના ભણતર કે ત્યાગ વગેરે કાંઈ પણ સાચું નથી, તેનાથી સંસારનો છેદ થતો નથી. આત્માનો જ્ઞાયક સ્વભાવ, સર્વજ્ઞતા અને પદાર્થોની કમબદ્ધ પર્યાય એ બધાનો નિર્ણય કરીને જ્યાં જ્ઞયક તરફ વળ્યો, ત્યાં જ્ઞાયકભાવરૂપી એવી તલવાર હાથમાં લીધી કે એક ક્ષણમાં સંસારને મૂળમાંથી છેદી નાંખે ! સમ્યગ્દર્શનના વિષયરૂપ જીવ તત્વ કેવું છે? જ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવના અવલંબને ક્રમબદ્ધ જ્ઞાતાભાવપણે જ ઉપજે છે, પણ રાગના કર્તાપણે નથી ઉપજતો; “રાગનો કર્તા જીવ’ તે સમ્યગ્દર્શનનો વિષ નથી પણ જ્ઞાયકભાવપણે ઉપજતો જીવ’ તે સમ્યગ્દર્શનનો વિષય છે. આવા જીવ તત્ત્વની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે. પ્રતીત-લક્ષ-અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે. આવા જ્ઞાયકભાવપણે ઉપજતા જીવ દ્રવ્યને ઓળખે તો જીવ તત્ત્વની સાચી પ્રતીત છે. આવા જીવ તત્ત્વની પ્રતીત વગર તત્વાર્થ શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન કે મોક્ષમાર્ગની શરૂઆત થતી નથી. હે જ્ઞાયક ચિદાનંદ પ્રભુ! સ્વસમ્મુખ થઈને સમયે સમયે જ્ઞાતાભાવપણે ઉપજવું તે તારું સ્વરૂપ છે; આવા તારા જ્ઞાયક તત્ત્વને લક્ષમાં લે! જ્ઞાન સામર્થ્યના પ્રતીતના જોરે જ્ઞાની તે વખતના રાગને પણ શેય બનાવી દે છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy