SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ ૧૨ ધ્યેયપૂર્વ શેય ઃ ૧. દૃષ્ટિના વિષયભૂત ભગવાન જ્ઞાયકદેવ બંધ તેમજ મોક્ષના પરિણામો તેમજ કારણથી સર્વદા અને સર્વથા રહિત નિષ્ક્રિય શુદ્ધ પરમ પારિણામીક સ્વભાવી છે. શ્રદ્ધાનું શ્રદ્ધેય ઉપાદેયભૂત કારણસમયસાર સ્પષ્ટ છે. ૨. જેને વિષય બનાવીને દૃષ્ટિ શુદ્ધતાને પ્રાપ્ત થઈ શકે તેનું યથાતથ્ય તેમજ કોઈ પડખે શંકા ન રહે તેવી નિઃશંક પ્રતીતિ થઈ શકે તેવું સ્વરૂપ ઉપાદેયપણે જ્ઞાનની જાણકારીમાં આવવા છતાં પ્રયોગે ચડેલા જીવોને અનુભવ કેમ થતો નથી ? અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવીને સ્વસંચેતનરૂપ પરિણમન શરૂ થવું જોઈએ તે કેમ થતું નથી ? દૃષ્ટિના વિષય સંબંધીનું જાણપણું બધા પડખેથી યથાર્થ થવા છતાં ઉપાદેયભૂત ધ્યેયનું ધ્યાન કેમ પ્રગટ થતું નથી ? ૩. યથાર્થ જ્ઞેયની સ્વીકૃતિ વિના જ્ઞાનની પર્યાય ત્રિકાળીને અભેદરૂપે જ્યાં સુધી જ્ઞેય બનાવીને પરિણમી ન જાય ત્યાં સુધી ધ્યેયનો યથાર્થ ખ્યાલ આવવા છતાં સાધ્યની સિદ્ધિ થઈ શકતી નથી. ૪. અનાદિથી જીવો જ્ઞેયમાં ભૂલ્યા છે તેથી દષ્ટિનો વિષય હાથમાં આવવા છતાં અતીન્દ્રિય આનંદનો રસ વેદનમાં આવતો નથી. ૫. મારા જ્ઞાનનું જ્ઞેય મારી ચેતના સર્વસ્વ એવો હું જ છું અને મારા સિવાયના અન્ય કોઈ ભાવને કે પદાર્થને જ્ઞેય માનવું એ અનાદિની ભ્રમણા છે. ૬. મારે તો દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એવા બે જ ચક્ષુઓ છે ને.. ! ત્રીજુ પરાર્થિક - પરને જોનારું કોઈ ચક્ષુ જ નથી. તો પછી કોઈ પણ પરપદાર્થ મારું જ્ઞેય બને તેવું મારા જ્ઞાનનું સ્વરૂપ જ નથી ને ! ૭. વળી મારા જ્ઞાનની પર્યાયનું શેય માત્ર એક સમયની પર્યાય બને તેટલો પણ હું નથી. ૮. હું તો મારી જ્ઞાનપર્યાયમાં મારા અનંત સામયુક્ત આખો જ્ઞાયકભાવરૂપ શેય બનું એવું જ મારું જ્ઞાનતત્ત્વ છે અને એવું જ મારું જ્ઞેય તત્ત્વ છે. ૯. મારી જ્ઞાનપર્યાય સ્વ-પરપ્રકાશક સ્વભાવી એક અખંડ ધર્મી હોવાથી સ્વ-પરનો પ્રતિભાસ થયા જ કરે છે અને રહ્યા જ કરે છે. પરંતુ મારા જ્ઞાનના પરલક્ષ અભાવાત્ ધર્મને કારણે લક્ષપૂર્વક સદા સર્વદા હું મને જ જાણું એવો જ મારો જ્ઞાનધર્મ છે. ૧૦. તેથી જાણનારો જણાય છે અને પર ખરેખર જણાતું નથી એવો જે મહામંત્ર છે તે સ્પષ્ટ છે. ૧૧. ઉપાદેયભૂત ધ્યેયસ્વરૂપ ભગવાન કારણપરમાત્માને એકને જ જ્યારે અભેદભાવે જાગતી જ્ઞાનપર્યાય તન્મયતાપૂર્વક ક્ષણિક તાદાત્મ્ય સાધતી પરિણમી જાય છે ત્યારે શાતા-જ્ઞાન-શેયની એકતા સધાઈ જાય છે અને અનુભવ પ્રગટ થતાં જ્ઞાનની પર્યાય અતીન્દ્રિય આનંદના વેદનપૂર્વક પરિણમી જાય છે અને ધ્યેયપૂર્વક શેય થયું એમ કહેવાય છે. ૧૨. આ પ્રકારની વસ્તુસ્થિતિની અપૂર્વ સિદ્ધિ થાય અને અનુભવ ન થવાનું સૂક્ષ્મ બાધક કારણ એટલે
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy