SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ અતાપ આવી શકતો નથી. અરે જીવ ! એક વાર અંદર આવ તો ખરો ! એ આત્મસ્વાદ ચાખતાં તું તૃપ્ત તૃપ્ત થઈ જઈશ. ૧૨. પોતે જ પોતાના સમ્યક્ત્વાદિનું કારણ થાય એવો આત્માનો કારણ સ્વભાવ(કરણ શક્તિ) છે. પર્યાયમાં કારણ ન આવે તેણે કાર્યનો સ્વીકાર કર્યો જ નથી. કારણની સન્મુખ થઈને સ્વીકાર કરતાં જ કારણ જેવું કાર્ય પ્રગટે છે. તે કારણ દ્વારા જ કાર્યનો સ્વીકાર થયો છે. આમ કારણ-કાર્યની સંધિ છું. હું કારણ પરમાત્મા છું. ૧૩. આત્મા ઉપયોગ સ્વરૂપ છે, તે ક્રોધાદિ પરભાવોથી તદ્ન જુદો છે. ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. ક્રોધાદિ ભાવો દુઃખરૂપ છે. આવા ભગવાન આત્માની અરુચિ એ જ ક્રોધાદિ ભાવ છે. આમ ઉપયોગ અને ક્રોધ બન્નેની અત્યંત ભિન્નતા જાણીને, એ ભાવોથી લક્ષ હટાવીને જે ચૈતન્ય ભગવાન આત્મા- ઉપોયગ સ્વરૂપ આત્મા -તેની સન્મુખ થઈ, શુદ્ધાત્મામાં એકાગ્ર થઈ તેને જેણે અનુભવ કર્યો, તેની સુખાનુભૂતિ થઈ તેણે સમસ્ત જિન શાસનને જાણી લીધું. મોક્ષના ઉપાયરૂપ આવું ભેદજ્ઞાન અભિનંદનીય છે. ૧૪. અરે ! જેનામાં કેવળજ્ઞાન લેવાની તાકાત છે, જેનામાં અખંડ પ્રતાપથી શોભતી પ્રભુત્વ શક્તિ છે, તે આત્મા એમ કહે છે કે રાગથી આત્માની ભિન્નતાનું ભેદજ્ઞાન કરવાનું કઠણ છે-એ વાત તેને કેમ શોભે ? પ્રભો ! ચૈતન્યની શૂરવીરતાના એક ટંકારે ભેદજ્ઞાન અને સમ્યગ્દર્શન કરી લે એવી તારી તાકાત છે, તારી તાકાતને સંભાળ ! આ વાત અત્યારે નહિ સમજે તો ક્યારે સમજીશ ? ધર્માત્માના જ્ઞાનમાં પરમાત્મા બીરાજે છે અને જ્યાં પરમાત્મા બીરાજતા હોય ત્યાં રાગનો કોઈ અંશ રહી શકે નહિ. ૧૫. જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ કરવી તે જૈન શાસનનું ફરમાન છે. આ અનુભૂતિનો મહિમા ઘણો ગંભીર છે. આત્મા પોતે જ્ઞાનની અનુભૂતિ સ્વરૂપ છે. તે જ્ઞાનની અનુભૂતિમાં રાગની અનુભૂતિ નથી. આવું ભેદજ્ઞાન થતાં જ અપૂર્વ સ્વાનુભૂતિ પ્રગટે છે. ૧૬. જૈન શાસનની આ મહાન ખૂબી છે કે કોઈ પણ જીવ તત્ત્વનો સાચો નિર્ણય કરતાં આત્મસન્મુખતા થાય છે અને તે થતાં પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. આત્મસન્મુખતા અને વીતરાગતા એ જ સર્વ જૈન શાસ્ત્રોનું તાત્પર્ય છે. એ જ જૈન ધર્મ છે, એ જ સર્વજ્ઞદેવનો ઇષ્ટ ઉપદેશ છે. ભગવાનનો માર્ગ અનુભવનો માર્ગ છે. જૈન શાસન આત્માની અનુભૂતિમાં સમાય છે. તેની શરૂઆત વીતરાગતાના વેદન વડે થાય છે, રાગ વડે તેની શરૂઆત થતી નથી. ચૈતન્યના આનંદની અનુભૂતિ વિકલ્પમાં નથી આવતી ને, તે અનુભૂતિમાં વિકલ્પનો પ્રવેશ થતો નથી. ધર્માત્માના અનુભવમાં આનંદનો બગીચો અનંત ગુણની સુગંધ સહિત ખીલ્યો છે. પોતે સુખ સ્વરૂપ, આનંદથી ભરેલો છે એવું ભાન કરતાં આનંદના સ્વાદનું વેદન થાય છે. આવી રીતે ‘હું એક જ્ઞાયક ભાવ છું’ એવા શાયકનું સ્વરૂપ જાણવું - જે સમ્યગ્દર્શનનો વિષય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy