SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ વળી શુભાશુભા ભાવો વડે પુણ્ય-પાપના વિશેષો તો અઘાતિ કર્મોમાં થાય છે, પણ અઘાતિ કર્મો આત્મગુણના ઘાતક નથી. બીજું શુભાશુભ ભાવોમાં ઘાતિ કર્મોનો તો નિરંતર બંધ થાય છે, તે જ આત્મગુણોનો ઘાતક છે. માટે અશુદ્ધ(શુભાશુભ)ભાવો વડે કર્મબંધન થાય છે. તેમાં ભલો-બૂરો જાણ વો તે મિથ્યા શ્રદ્ધાન છે. ૫) સંવર તત્ત્વ સંબંધી ભૂલ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જીવને હિતકારી છે કેમ કે તે સંવરનિરારૂપ છે. સંવર તત્ત્વમાં અહિંસાદિરૂપ શુભાસ્રવ ભાવને સંવર માને છે પરંતુ એક જ ભાવથી પુણ્ય બંધ પણ માનીએ તથા સંવર પણ માનીએ તેમ બને નહિ. ૬) નિર્જરા તત્ત્વસંબંધી ભૂલ આત્મામાં એકાગ્ર થઈ શુભ-અશુભ બન્ને પ્રકારની ઇચ્છા રોકવાથી જે નિજાત્માની શુદ્ધિનું પ્રતપન થવું તે તપ છે, અને એ સમ્યફ તપથી નિર્જરા થાય છે. પરંતુ અજ્ઞાની તેને લેશદાયક માને છે અને આત્માની જ્ઞાનાદિ અનંત શક્તિઓને ભૂલી પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં સુખ માની તેમાં પ્રીતિ કરે છે. જ્ઞાનીને તપ કાળે પરિણામોની શુદ્ધતાને નિર્જરા કહી છે, માત્ર બાહ્ય તપથી નિર્જરા માનવી તે ભૂલ છે. સિદ્ધાંતમાં ગુમિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરિષહ તથા ચારિત્ર-તે વડે સંવર થાય તેમ કહ્યું છે પણ તેનું યથાર્થ શ્રદ્ધાન હોતું નથી. મન, વચન, કાયાની બાહ્ય ચેષ્ટા મટાડે, પાપ ચિંતવન ન કર, મૌન ધારે, ગમનાદિ ન કરે તેને ગુપ્તિ માને છે. મનમાં તો ભક્તિ આદિરૂપ પ્રશસ્ત રાગાદિ વિકલ્પો થાય છે, હવે પ્રવૃત્તિમાં તો ગુણિપણું બને નહિ. વીતરાગભાવ થતાં જ્યાં મન, વચન, કાયાની ચેષ્ટા થાય નહિ એ જ સાચી ગુપ્તિ છે. પર જીવોની રક્ષા અર્થે યત્નાચાર પ્રવૃત્તિ તેને સમિતિ માને છે પણ હિંસાના પરિણામથી પાપ થાય છે તથા રક્ષાના પરિણામથી સંવર કહેશો તો પુણ્યબંધનું કારણ શું? મુનિઓને કિંચિત રાગ થતાં ગમનાદિ ક્રિયા થાય છે ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તતાના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ થતી નથી તથા બીજા જીવોને દુઃખી કરી પોતાનું પ્રયોજન સાધતા નથી તેથી સ્વમેય દયા પળાય છે તે સાચી સમિતિ છે. વળી બંધાદિકના ભયથી વા સ્વર્ગ-મોક્ષની ઇચ્છાથી ક્રોધાદિ કરતો નથી પણ મહંતપણાના લોથી પરસ્ત્રી સેવતો નથી તો તેને ત્યાગી કહી શકાય નહિ તે જ પ્રમાણે આ પણ ક્રોધાદિનો ત્યાગી નથી. ખરેખર પદાર્થ ઈષ્ટ-અનિષ્ટ ભાસતા ક્રોધાદિ થાય છે. જ્યારે તત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ ઇષ્ટ-અનિષ્ટ ન ભાસે ત્યારે સ્વયમેવ જ ક્રોધાદિ ઉપજતા નથી ત્યારે સાચો ધર્મ થાય છે. વળી અનિત્યાદિ ભાવનાના ચિંતવનથી શરીરાદિને બૂરા જાણી, હિતકારી ન જાણી તેનાથી ઉદાબ થવું તેનું નામ તે અનુપ્રેક્ષા કહે છે પણ એ તો જેમ કોઈ મિત્ર હતો ત્યારે તેનાથી રાગ હતો અને પાછળથી તેના અવગુણ જોઈ તે ઉદાસીન થયો, તેવી ઉદાસીનતા તો બ્રેષરૂપ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy