SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ કોઈ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બતાવે પરંતુ ત્યાં અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધાન નથી, તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા પણ કહે તો પણ તે શાણો નથી, તેમ આને પણ સમ્યગ્દર્શન કહેતા નથી. ૩) આસવ તત્ત્વ સંબંધી ભૂલ : મિથ્યાત્વ, રાગ-દ્વેષ, શુભાશુભ ભાવ આસ્રવ છે; તે ભાવ આત્માને પ્રગટરૂપે દુઃખ દેવાવાળા છે, પરંતુ મિથ્યાદષ્ટિ જીવ તેમને હિતરૂપ માની નિરંતર તેમનું સેવન કરે છે. આ આસ્રવ તત્ત્વ સંબંધી ભૂલ છે. આસવમાં જે હિંસાદિરૂપ પાપાસવ તેને હેય જાણે છે તથા અહિંસાદિરૂપ પુણ્યાસ્રવ છે તેને ઉપાદેય માને છે. ખરેખર બન્ને કર્મબંધના જ કારણ છે. સર્વ જીવોને જીવન-મરણ, સુખ-દુઃખ પોતપોતાના કર્મના નિમિત્તથી થાય છે. જ્યાં અન્ય જીવ અન્ય જીવના એ કાર્યનો કર્તા થાય, એ જ મિથ્યા અધ્યવસાય બંધનું કારણ છે, ત્યાં અન્ય જીવને જીવાડવાનો વા સુખી કરવાનો અધ્યવસાય થાય તે તો પુણ્યબંધનું કારણ છે. એ પ્રમાણે સત્યાદિક પુણ્યબંધનું કારણ છે તથા અસત્યાદિક પાપબંધના કારણ છે. આ સર્વ મિથ્યા અધ્યવસાય તે ત્યાજ્ય છે. માટે હિંસાદિની માફક અહિંસાદિને પણ બંધના કારણ જાણી હેયરૂપ જ માનવા. હિંસામાં મારવાની બુદ્ધિ થાય પણ તેના આયુ પૂર્ણ થયા વિના તે મરે નહિ, માત્ર દ્વેષ પરિણતિથી પોતે જ પાપ બાંધે, અહિંસામાં રક્ષા કરવાની બુદ્ધિ થાય પણ આયુ અવિશેષ વિના તે જીવે નહિ, માત્ર પ્રશસ્ત રાગ પરિણતિથી પોતે પુણ્ય બાંધે છે એ પ્રમાણે તાત્ત્વિક રીતે બન્ને હેય છે અને વીતરાગ થઈ દષ્ટા-જ્ઞાતારૂપ પ્રવર્તે ત્યાં નિબંધ છે. એવી દશા ન થાય ત્યાં સુધી પ્રશસ્ત રાગરૂપ પ્રવર્તો પરંતુ શ્રદ્ધાન તો એવું રાખો કે આ પણ બંધનું કારણ - છે - હેય છે. અન્ય દેવાદિ સેવનરૂપ ગૃહીત મિથ્યાત્વને તો જાણે પણ અનાદિ અગૃહીત મિથ્યાત્વ છે તેને ન ઓળખે. બાહ્ય ત્રસ-સ્થાવરની હિંસાને વા ઇન્દ્રિય-મનના વિષયોમાં પ્રવૃત્તિને અવિરત જાણે પણ હિંસામાં પ્રમાદ પરિણતિ મૂળ છે તથા વિષય સેવનમાં અભિલાષા મૂળ છે તે અવલોકે નહિ. બાહ્ય ક્રોધાદિ કરવો તેને કષાય જાણે પણ અભિપ્રાયમાં જે રાગ-દ્વેષ રહે છે તેને ઓળખે નહિ. બાહ્ય ચેષ્ટા થાય તેને યોગ જાણે પણ શક્તિભૂત યોગને ન જાણે. ૪) બંધ તત્ત્વ સંબંધી ભૂલ ઃ જેવી સોનાની બેડી તેવી જ લોઢાની બેડી - બન્ને બંધકા૨ક છે તેવી રીતે પુણ્ય અને પાપ બન્ને જીવને બંધનકર્તા છે. તત્ત્વ દૃષ્ટિએ પુણ્ય-પાપ બન્ને અહિતકર જ છે પણ મિથ્યાદષ્ટિ જીવ એવું નહિ માનતા, પુણ્યને સારું હિતકારી માને છે. ने * અશુભ ભાવોથી નરકાદિરૂપ પાપબંધ થાય તેને તો બૂરો જાણે છે અને શુભભાવોથી દેવાદિરૂપ પુણ્યબંધ થાય તેને ભલો જાણે; પણ એ પ્રમાણે દુઃખ સામગ્રીમાં દ્વેષ અને સખ સામગ્રીમાં રાગ તો બધા જીવોને હોય છે. તેથી તેને પણ રાગ-દ્વેષ કરવાનું શ્રદ્ધાન થયું.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy