SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૩) કરણાનુયોગમાં કર્મનો સિદ્ધાંત સમજાવવામાં આવે છે. મોહનીય કર્મ- અને એમાં પણ દર્શન મોહનીયનું સ્વરૂપ બતાવી સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરેલી છે. મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીય એ દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ તેમજ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર ચારિત્ર મોહનીયની પ્રકૃત્તિ એમ સાત પ્રકૃત્તિઓના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયર્થ થવાવાળી શ્રદ્ધાગુણની સ્વાભાવિક નિર્મળ પરિણતિને સમ્યગ્દર્શન કહ્યું છે. ૪) દ્રવ્યાનુયોગમાં મુખ્યત્વે દ્રવ્ય-ગુણ-પર્યાય, સાત તત્ત્વોનું યથાર્થ સ્વરૂપ, જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ એ બધાનું સ્વરૂપ બતાડી એ સૂત્ર આપવામાં આવ્યું છે, ‘તસ્વાર્થ શ્રદ્ધાનમ્ સમ્યગ્દર્શનમ્” એમ તત્ત્વોની યથાર્થ શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહેવામાં આવ્યું છે. પરમાર્થ સમકિતમાં - આત્માનુભૂતિમાં - દ્રવ્યાનુયોગની મુખ્યતા છે. દ્રવ્યાનુયોગમાં જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું બતાવી આત્માનું શ્રદ્ધાન કરાવવામાં આવે છે. ભેદજ્ઞાન કરાવવાની મુખ્યતાથી દ્રવ્યાનુયોગમાં ઉપદેશ છે. ૧. સાચ દેવ-ગુરુ-શાસ્ત્રનું યથાર્થ શ્રદ્ધાન એ ચરણાનુયોગ - પ્રથમાનુયોગનો વિષય છે. ૨. સાત તત્ત્વોની યથાર્થ શ્રદ્ધા તે કરણાનુયોગનો વિષય છે. ૩-૪ સ્વ-પરનું ભેદજ્ઞાન તથા આત્માનું શ્રદ્ધાન એ દ્રવ્યાનુયોગનો વિષય છે. ૧૪ મોક્ષમાર્ગ - મોક્ષ પ્રાપ્તિનો ઉપાય : મોક્ષમાર્ગની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. સમ્યગ્દર્શન થતાં જ્ઞાન અને ચારિત્રપણે સમ્યક બની જાય છે. સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન-સમ્યગ્વારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહ્યો છે. મોક્ષ પ્રાપ્તિ માટે આ ત્રણ ની છે. તસ્વાર્થ સૂત્રમાં પ્રથમ સૂત્રમાં આ વાત કહેલ છે. સવનજ્ઞાનવારિત્રાળ મોક્ષમાર્કઃ '' અર્થ : સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર એ ત્રણે મળીને મોક્ષનો માર્ગ બને છે અર્થાત્ મોક્ષની પ્રાપ્તિનો ઉપાય છે. ૧. સમ્યફ : આ શબ્દ પ્રશંસાવાચક છે, તે યથાર્થપણું સૂચવે છે. વિપરીત આદિ દોષોનો અભાવ તે ‘સભ્ય છે. દર્શન-શ્રદ્ધા : ‘આમ જ છે - અન્યથા નથી' એવો પ્રતીતિ ભાવ. સમજ્ઞાન: સંશય, વિપર્યય અને અનધ્યવસાય રહિત પોતાના આત્માનું તથા પરનું યથાર્થ જ્ઞાન તે સમ્યગજ્ઞાન. સંશય : “આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે. એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારનું જ્ઞાન તેને સંશય કહે છે. સવિપર્યયઃ વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક “આમ જ છે” એવું એકરૂપ જ્ઞાન તેનું નામ વિપર્યય છે. અનધ્યવસાય: “કંઇક છે એવો નિર્ધાર રહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy