SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ અહીં કહે છે કે એ નિજ નિરંજન શુદ્ધ આત્માનું સમ્યક (આચરણ) એ અનુષ્ઠાન છે. અનુષ્ઠાન એટલે ચારિત્ર. પણ આચરણ કર્યું ?નિજ નિરંજન શુદ્ધાત્માનું સમ્યક આચરણ - તેને ચારિત્ર કહીએ છીએ. ધરણાનુયોગ પ્રમાણે જે વ્રતાદિના વિકલ્પ, તેને અહીં અનુષ્ઠાન ગણ્યાં જ નથી. નિજ નિરંજન શુદ્ધ આત્માના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક” આ ત્રણેને નિશ્ચય રત્નત્રય શબ્દ કહ્યો છે. છે 'નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિ' નિર્વિકલ્પ સમાધિ અર્થાત્ શાંતિ ઉત્પન્ન થવી. શુદ્ધ આત્માની સમ્યક શ્રદ્ધા, સમ્યજ્ઞાન અને સમ્યક આચરણ એનાથી નિર્વિકલ્પ સમાધી, રાગ વિનાની શાંતિ એ સમાધિ ઉત્પન્ન થઈ. રત્નત્રયનું પરિણમન એ સમાધિ છે. એ સમાધિ આધિ-વ્યાધિ-ઉપાધિથી રહિત છે. રોગ, સંકલ્પ-વિકલ્પ અને સંયોગ નથી એ સમાધિ. વીજે“નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદ સુખાનુભૂતિમાત્ર” આહાહા...! નિશ્ચય રત્નત્રય આવું હોય! એમ કહે છે. તેનાથી ઉત્પન્ન થતું વીતરાગ સહજાનંદ સુખજેમાં રાગરહિત, સ્વાભાવિક આનંદરૂપ સુખ, એનો અનુભવ, આ નિશ્ચય રત્નત્રયનું સ્વરૂપ છે. એ ત્રણેય વીતરાગી પર્યાય છે. અને સહજાનંદરૂપ (સુખાનુભૂતિ) પણ પર્યાય છે. સ્વાભાવિક આનંદ-સુખની અનુભૂતિ માત્ર જેનું લક્ષણ છે એવા લક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે’ - અ = પોતાના, આનંદ = આનંદનવેદન વડે, વીતરાગી સહજાનંદના સુખનું વેદન વડે “સ્વસંવેદ્ય” પોતાથી વેદવા યોગ્ય - “ગ” છું. એવી નિર્વિકલ્પ સમાધિથી (હું નિજ નિરંજન શુદ્ધ આત્મા) ગમ્ય છું. આહાહા...! “સ્વસંવેદ્ય છે, પોતાથી વેદવા યોગ્ય તેમજ જણાવા યોગ્ય છે. એટલે કોઈ નિમિત્તથી-ગુરુથીદેવથી કે શાસ્ત્રથી તે જણાવા યોગ્ય નથી. પોતાના સ્વસંવેદનથી તે ગમ્ય છે. નિર્વિકલ્પ, ઉદાસ, ત્રિકાળી શુદ્ધ, ચૈતન્ય રત્ન - એની એકાગ્રતા, એનું સ્વસંવેદન, એનું વેદન - અનુભવ! પોતે પોતાથી પ્રત્યક્ષ થઈ શકે છે. પોતે જેવો છે તેવો દેખનારને દેખે! દેખનાર” તેને ન દેખે અને પરને જાણીને ત્યાં (પરમાં) ઊભો (રોકાઈ) રહ્યો છે, એ વસ્તુનું સ્વરૂપ નથી. પોતાનું જ્ઞાન અને આનંદરૂપ ત્રિકાળી સ્વભાવ - એ સ્વ પોતાથી અનુભવવા લાયક અને તેનાથી (અનુભવથી) તે ગમ વસ્તુ છે. આવી વાત છે. આ ‘સ્વસંવેદન” વડે આત્માને જાણવાનો યથાર્થ પ્રયત્ન- અનુભવ કોઈ દી કર્યો નહિ. એ વિના પરિભ્રમણનો અંત ન આવે. એ આત્મા સ્વસંવેદ્ય છે અને પ્રાપ્ત થવા યોગ્ય છે. એ શુદ્ધ ચૈતન્ય આનંદકંદ દ્રવ્યસ્વભાવ, જે પરિપૂર્ણ આનંદ, જ્ઞાન અને શાંતિથી ભરેલો તે ભગવાન, સ્વસંવેદનથી ગમ્ય છે, પ્રાપ્ત થવા યોગ્ય છે. પના આશ્રયથી ત્રણ કાળમાં તે (આત્મા) પામી શકાય એવો નથી. એ તો સ્વઆશ્રયે પોતે વર્તમાન
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy