SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ આત્માનુભૂતિ છે. વર્તમાન જ્ઞાનની પર્યાયને પરલક્ષ્યથી હટાવી - સ્વતત્ત્વમાં લગાવી દેવું અને એક સમયની સ્થિરતા એ જ આત્માનુભૂતિ છે. અખંડ ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ આત્મતત્ત્વ છે, તે એક જ દષ્ટિનો વિષય છે. તેનો આશ્રય કરતાં આત્માનુભૂતિ પ્રગટ થાય છે કે જેને ધર્મ કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન સ્વાશ્રયથી ઉદ્ભવેલા નિર્મળ પરિણામો છે. અસંખ્યાત પ્રદેશી આત્મા અનંત ગુણો યુક્ત છે. એકેક ગુણમાં અનંત સામર્થ્ય ભરેલું છે. એવા અદ્ભૂત વૈભવવાળા આત્માનો મહિમા આવે, પ્રમોદ આવે, પરિચય થાય, પ્રિતી થાય, તેની પ્રવૃત્તિ થાય તો તેની પ્રાપ્તિ થયા વગર ન રહે. જ્યારે પરિણતિ સ્વાશ્રય તરફ ઝૂકે, તેની તરફ લીનતા થાય, ત્રિકાળી ધ્રુવની સન્મુખતાથી અર્થાત્ જ્ઞાનસ્વભાવી આત્મા સાથે સંધિ કરતાં, આત્મ સન્મુખ થતાં એ જ્ઞાનની પર્યાય ત્રિકાળી સાથે અભેદ રીતે પરિણમી જાય, તેના જેવું સામર્થ્ય એમાં ઉત્પન્ન થાય, આત્માનો અનુભવ થઈ જાય છે. સ્વભાવ સન્મુખ થવાથી, તેમાં જ એકાગ્ર થવાથી એક સાથે અનંત ગુણોનું નિર્મળ પરિણમન શરૂ થાય છે. આવા સ્વ સંવેદન વડે આત્માનો અચિંત્ય વૈભવ ખુલી જાય છે. આત્મવસ્તુ વિકલ્પના વિષય રહિત સૂક્ષ્મ અવ્યકતવ્ય છે. જ્ઞાયક આત્મા નિર્વિકલ્પ ધ્યાનનો વિષય છે. નિર્વિકલ્પતા એ ધ્યાનનીઅનુભવની દશા છે. આવી આત્માનુભૂતિ સાથે જ સમ્યગ્દર્શન પ્રકાશે છે. वस्तु विचारत ध्यावतै, मन पावै विश्राम। रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नाम ॥ આત્મ પદાર્થનો વિચાર અને ધ્યાન કરવાથી ચિત્તને જે શાંતિ મળે છે તથા આત્મિક રસનો આસ્વાદ કરવાથી જે આનંદ મળે છે તેને જ અનુભવ કહે છે. __ अनुभव चिंतामनि रतन, अनुभव है रसकूप। __अनुभव मारग मोखकौ, अनुभव मोख सरुप ॥ અનુભવ ચિંતામણિ (મનોવાંછિત પદાર્થ આપનાર) રત્ન છે, શાંતિ રસનો કૂવો છે, મોક્ષનો માર્ગ છે અને મોક્ષ સ્વરૂપ છે. “ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર; અંતરમુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.” મોહના વિકલ્પથી, આ સઘળો સંસાર ભ્રમમાં ઊભો થયો છે; અને જેવી દષ્ટિ અંદર ગઈ, નિર્વિકલ્પતા આવી, સંસારનો વિલય થતાં વાર લાગતી નથી. અકર્તાપણું અને જ્ઞાતાપણું એ જૈનદર્શનનું હૃદય છે. ‘હું કર્તા નથી માત્ર જ્ઞાતા દષ્ટા છું'. ‘જાણનારો જણાય છે, ખરેખર પર જણાતું નથી.' જાણનારો જણાય છે, યથાયોગ્ય થાય છે.” આવું ભાન અને શ્રદ્ધાન થતાં આત્માનુભૂતિ થાય છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy