SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ ૬) આ કર્તા-કર્મનું રહસ્ય સમજીને જીવે પરનું પરિવર્તન કરવાની માન્યતા-અહંતાનો શુદ્ધ આત્માના ભાનપૂર્વક ત્યાગ કરવો જોઈએ. તે જીવ સંસારથી ભલી રીતે વિરક્ત થાય છે, તે સંસારથી ઉદાસીન " થઈ જાય છે. ૭) સંવરપૂર્વક નિર્જરા થતાં થતાં જીવનો વિકાર ભાવ સર્વથા નાશ થઈ જાય છે. ત્યારે મોક્ષભાવ કહેવામાં આવે છે. ૩૮. ભાવક-ભાવ્ય સંબંધ શું છે? એનો સંકરદોષ કેમ ટળે?: જડ કર્મ ફળ દેવાના સામર્થ્યથી પ્રગટ ઉદયરૂપ થાય છે. ફળ દેવાના સામર્થ્યથી એટલે અનુભાગથી. અહીં જે કર્મ સત્તામાં પડ્યા છે એની વાત નથી, પણ ઉદયમાં આવ્યા છે તેની વાત છે. ઉદયપણે જે કર્મ પ્રગટ થાય છે તે ભાવક છે અને વિકારી થવાને લાયક જે જીવ છે તેને એ કર્મનો ઉદય નિમિત્ત કહેવાય છે. કર્મ ભાવ કોને થાય છે? કે જે જીવ કર્મને અનુસરીને વિકાર - ભાવ્ય કરે છે તેને જ કર્મનો ઉદય ભાવક કહવાય છે અને તે ભાવને ભાવ્ય કહેવાય છે. ભાવક કર્મનો ઉદય તો જડમાં આવે છે, પરંતુ તેના અનુસારે જ્યાં સુધી પ્રવૃત્તિ છે ત્યાં સુધી અસ્થિરતા થાય છે તથા ભાવ્યરૂપ વિકાર થાય છે. તેથી ભાવ્ય-ભાવક બન્ને એક સાથે થાય છે. એનો અર્થ એમ છે કે બન્નેનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય છે. જ્યારે કર્મ સત્તામાંથી ફળ દેવાની શક્તિથી ભાવકપણે પ્રગટ ઉદયમાં આવે છે ત્યારે આત્માની પોતાની અસ્થિરતાથી તેને અનુસરવાની પ્રવૃત્તિ હોવાથી ભાવકના નિમિત્તે ભાવ્ય એવા વિકાર ભાવે પરિણમે છે. કર્મનો ઉદય આવે ત્યારે જો તેને અનુસરે તો તે ભાવ્ય થાય છે. વિકારી પર્યાય જે નિમિત્તને અનુસરીને થાય છે એમાં ભાવ્ય-ભાવક સંકરદોષ છે. જે આત્મા ભેદજ્ઞાનના બળ દ્વારા ઉદય તરફના વલણવાળા ભાવને ન થવા થતાં, દૂરથી ઉદયને પાછો વાળીને જ્ઞાયકભાવને અનુસરીને સ્થિરતા કરે છે તેને ભાવ્ય-ભાવક કરદોષ ટળે છે. દૂરથી પાછો વાળીને એટલે - ભેદજ્ઞાનના બળથી ઉદયમાં જોડાયો જ નહિ અર્થાત્ ઉદય તરફના વલણથી પર તરફનું વલણ છૂટી ગયું તેને દૂરથી પાછો વાળીને એમ કહ્યું છે. સ્વભાવ તરફના વલણથી પર તરફનું વલણ છૂટી ગયું તેને દૂરથી જ પાછો વાળીને એમ કહ્યું છે. ભેદજ્ઞાનના બળ દ્વારા અર્થાત્ જ્ઞાયકભાવ તરફના વિશેષ ઝુકાવથી ‘પરથી ભિન્ન હું એક જ્ઞાયકભાવ છું’ એમ અંતરસ્થિરતાની વૃદ્ધિથી જેને ઉદય તરફની દશા જ ઉત્પન્ન ન થઈ તેને ભાવ્ય-ભાવક સંકરદોષ દૂર થયો અને તેણે મોહને જીત્યો છે. કેટલાક લોકો એમ માને છે કે જેવો કર્મનો ઉદય આવે તેવો ભાવ જીવમાં થાય જ; તથા કર્મ નિમિત્તપણે આવે છે તેથી જીવને વિકાર કરવો જ પડે છે; પરંતુ એમ નથી. જીવ પોતે કર્મના ઉદયને અનુસરે તો ભાવ્ય વિકારી થાય. પરંતુ ભેદજ્ઞાનના બળ વડે કર્મથી દૂર જ પાછો વળીને ઉદયને અનુસરે નહિ તો ભાવ્ય વિકારી થાય નહિ. ઉદય જડ કર્મની પર્યાય અને
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy