SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ પ્રત્યક્ષ અનુભવ કરે તેને જિનવચનમાં રમવું કહે છે. જિનવચનમાં પ્રયોજનવશ નિશ્ચયને મુખ્ય કરી અને વ્યવહારને ગૌણ કરી શુદ્ધ જીવ વસ્તુ ઉપાદેય કહી છે તે એકમાં એકાગ્ર થવું એને રમવું એમ કહ્યું છે. ૧૪૬ જિનવચનોને કહેનારા શ્રી જિનગુની ભક્તિ, જિનબિંબના દર્શન ઇત્યાદિ વ્યવહારમાર્ગમાં પ્રવૃત્ત થવું પ્રયોજનવાન છે. આવો ભાવ સમકિત થયા પહેલાં આવે છે પણ ભક્તિ કરે તેથી સમકિત થાય એમ નથી. ભક્તિને જાણનાર જ્ઞાનનો જે સૂક્ષ્મ અંશ છે તેના આશ્રયે પણ સમકિત ન થાય. પ્રભુ! આ તો ભવના અંત આવે એની વાત ચાલે છે. જિનવચન, જિનગુરુ પ્રત્યે જે લક્ષ થાય છે એ તો રાગ છે, એ કાંઈ સમકિત નથી. છતાં સમકિત થતાં પહેલાં આવો જ વ્યવહાર હોય છે. ૧૪૭ નિશ્ચય સમ્યકત્વ તો એકમાત્ર અખંડ એક જ્ઞાયકભાવનું અવલંબન થતાં જ થાય છે. વ્યવહાર માર્ગમાં પ્રવૃત થવું એ પ્રયોજનવાન છે એમ કહ્યું ત્યાં તે શુભ ભાવોની પ્રવૃત્તિથી સમ્યગ્દર્શનનો લાભ થાય છે એમ આશય નથી પણ સમ્યગ્દર્શન થતાં પહેલાં આવા શુભ ભાવો હોય છે. ૧૪૮ આવા વ્યવહારનો ઉપદેશ અંગીકાર કરવો પ્રયોજનવાન છે. પણ વ્યવહારના ઉપદેશમાં એમ ન સમજવું કે આત્મા પરદ્રવ્યની ક્રિયા કરી શકે છે. વળી એમ પણ ન સમજવું કે શુભ ભાવ કરવાથી આત્મા શુદ્ધતાને પામે છે. પરંતુ એમ સમજવું કે સાધકની અવસ્થામાં ભૂમિકાનુસાર આવા શુભ ભાવો આવ્યા વિના રહેતાં નથી. ૧૪૯ નિશ્ચયનો વિષય દ્રવ્ય છે અને વ્યવહારનો વિષય પર્યાય છે. જીવને રાગનું અને વિકારનું વદન તો અનાદિથી છે અને તે વડે એ દુઃખી છે. હવે એ દુઃખથી છોડાવવા વિકારી રાગની પર્યાયને ગૌણ કરી એટલે તેના પરથી લક્ષ હટાવી લઈ ભગવાન આત્મા સચ્ચિદાનંદ, એક, અખંડ જે જ્ઞાયકભાવ તેમાં દષ્ટિ કરી, તેનો પ્રત્યક્ષ અનુભવ કરવો. આ જ સુખનો માર્ગ છે. ૧૫૦ આત્માને સમ્યગ્દર્શન થાય એ પ્રયોજન છે. આ પ્રયોજન સાધવા માટે શુદ્ધ દ્રવ્યાર્થિક નયને એટલે શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકભાવને મુખ્ય કરીને નિશ્ચય કહે છે. પર્યાયાર્થિક નયને ગૌણ કરીને વ્યવહાર કહે છે. હવે વ્યવહાર ઉપરથી દષ્ટિ હટાવી લઈ, જે શુદ્ધ જીવવસ્તુ-ત્રિકાળી જ્ઞાયકભાવ તેમાં દષ્ટિ એકાગ્ર કરે છે તે શુદ્ધ આત્માને યથાર્થ પામે છે. વસ્તુ જેવી છે તેવી મર્યાદા જાણનારી દષ્ટિ જ સમ્યક છે. ૧૫૧ શુદ્ધ નયથી એક જ્ઞાયકમાત્ર આત્મા દેખાડવામાં આવ્યો. તેને સર્વ અનેરાં દ્રવ્યો અને દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. શરીર, મન, વાણી તથા કર્મ અને તેના નિમિત્તથી થતાં જે પર્યાયગત રાગાદિ ભાવો તે સર્વથી ભિન્ન અખંડ એક જ્ઞાયકમાત્રની શ્રદ્ધા પ્રતીતિ કરવી નિશ્ચય સમ્યગ્દર્શન છે. ૧૫ર કેવો છે શુદ્ધ નયનો વિષયભૂત તે આત્મા? પૂર્ણ જ્ઞાનઘન છે. જ્ઞાનનો પિંડ છે, જેમાં શરીર, મન, વચન, કર્મનો તો પ્રવેશ નથી, પણ પર્યાયમાં જે દયા, દાન આદિ વિકલ્પ-રાગ ઊઠે તેનો પણ પ્રવેશ નથી. શુદ્ધ નયની હદે પહોંચતા આત્મા લોકાલોકને જાણવાની શક્તિવાળો સર્વજ્ઞ સ્વભાવી જણાય છે. આવા આત્માનું શ્રદ્ધાન કરવું તે સમગ્દર્શન છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy