SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૯ ૨. આત્માનું સ્વરૂપ એવું છે કે “આત્મા’ કહેવાથી ન સમજાય. જુદી જુદી અપેક્ષાએ-નય-નિક્ષેપ પ્રમાણથી સમજવું પડે. આત્માનો યથાર્થ જ્ઞાન ગુરુગમે પ્રાપ્ત કરવો પડે. ચિંતન-મનન-ઊંડાણપૂર્વક વિચાર અને છેવટે યથાર્થ નિર્ણય થવો જોઈએ. ૪. આ સંપૂર્ણ વાત પ્રથમ આગમ પ્રમાણથી જાણી શકાય. ‘આ’ એટલે અરિહંત દેવ આપ્તપુરુષ, “ગ” એટલે ગુરુ - આચાર્ય. “મ” એટલે પ્રત્યક્ષ સગુરુ એનો મર્મ સમજાવે. આ રીતે બધા પદાર્થોનો અભ્યાસ એટલે આગમ. ૫. હવે અધ્યાત્મના ક્ષેત્રમાં આવીએ....! અધ્યાત્મ : શુદ્ધ આત્માની સન્મુખ થઈ તેનો અભ્યાસ કરવો. જ્ઞાન, શ્રા, વીર્ય, ચારિત્ર બધાં જ આવી જાય. પરમ અધ્યાત્મ : આત્માની અનુભૂતિ-સ્વાનુભૂતિ-સમ્યગ્દર્શન. સર્વોત્કૃષ્ટ અધ્યાત્મ : આત્મસાક્ષાત્કાર-કેવળજ્ઞાન-મુક્તિ. સિદ્ધ અવસ્થા-અનંત અક્ષય સુખની પ્રાપ્તિ. ૬. આ અનુભૂતિનો ક્રમ પાંચ પ’થી સમજીએ. ૧) પ્રમોદ ૨) પરિચય ૩) પ્રીતિ ૪) પ્રવૃત્તિ ૫) પ્રાપ્તિ. સ્વરૂપના અનુભવની પ્રાપ્તિનો આ સર્વ માન્ય ક્રમ છે. ૭. ૧) જ્ઞાનઃ સ્વ અને પરનું જ્ઞાન - નિશ્ચય અને વ્યવહાર. ૨) શ્રદ્ધા શુદ્ધ આત્મા જ પૂર્ણ છે, પવિત્ર છે. સમ્યક એકાંત-નિર્વિકલ્પ નિશ્ચય અને એ જધ્યેય. ૩) ચારિત્ર આત્મામાં જોડાવું, રમણતા, સ્થિરતા. ૪) વીર્ય આત્મામાં જોર લગાવવું. સ્વ-પરનો વિવેકઃ ૧) મેં (હું) શુદ્ધાત્મા - સમ્યગ્દર્શનનો વિષય. ૨) મેરે (મારા) અનંત ગુણ - અનંત જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ. ૩) મેરી (મારી) : નિર્મળ પર્યાય - વીતરાગતા. આ થઈ આપણી પોતાની મિલકત (સ્વભાવ) ૪) મા (અમારી) : વિકારી ભાવ - રાગાદિ ભાવ - ઇન્દ્રિય જ્ઞાન - પુણ્ય ભાવ. આ થયો વિભાવ.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy