SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ સમણનો લેવો જોઈએ ને ! સાચી સમજણનો માર્ગ લ્યે તો સત્ય સમજ્યા વગર રહે જ નહિ. જો આવા મનુષ્ય દેહમાં અને સત્સમાગમના યોગે પણ સત્ય ન સમજે તો ફરી આવા સત્યના ટાણાં મળતા નથી. હું કોણ છું ? તેની જેને ખબર નથી અને અહીં જ સ્વરૂપ ચૂકીને જાય છે તે જ્યાં જશે ત્યાં શું કરશે? શાંતિ ક્યાંથી લાવશે ? આત્માના ભાન વગર કદાચ શુભ ભાવ કર્યા હોય તો પણ તે શુભનું ફળ જડમાં જાય છે, આત્મામાં પુણ્યનું ફળ આવતું નથી. આત્માની દરકાર કરી નથી અને અહીંથી જ જે મૂઢ થઈ ગયો છે તેણે કદાચ શુભ ભાવ કર્યા તો રજકણો બંધાણા અને તે રજકણોના ફળમાં પણ રજકણોનો સંયોગ મળવાનો, રજકણોનો સંયોગ મળે તેમાં આત્માને શું ? આત્માની શાંતિ તો આત્મામાં છે, પરંતુ તેની તો દરકાર કરી નથી. અજ્ઞાની જડનું લક્ષ કરીને જડ જેવો થઈ ગયો છે, મરતાં જ પોતાને ભૂલીને સંયોગદૃષ્ટિથી મરે છે. વસ્તુનો સ્વભાવ યથાર્થપણે સમ્યગ્દર્શનપૂર્વકના જ્ઞાનથી ન સમજે તો જીવને સ્વરૂપનો કિંચિત લાભ નથી; સમ્યગ્દર્શન-જ્ઞાન વડે સ્વરૂપની ઓળખાણ અને નિર્ણય કરીને જે ઠર્યો તેને જ ‘શુદ્ધ આત્મા’ એવું નામ મળે છે, અને શુદ્ધ આત્મા એ જ સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાન છે. ‘હું શુદ્ધ છું’ એવો વિકલ્પ છૂટીને એકલો આત્મઅનુભવ રહી જાય તે જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે અને તે જ સત્ય ધર્મ છે. ૧૩ સ્વરૂપ પ્રાપ્ત કરવાની યથાર્થ કાર્ય પદ્ધતિ - ભેદજ્ઞાન : ૧. સ્વરૂપ સાધવા માટેના ઉદ્યમવંત જીવનું પ્રયોગાત્મક પરિણમન છે કે જે ઉપાયરૂપ છે. ભેદજ્ઞાન એ કળા છે. દેહ અને આત્માનો એટલે કે રાગ અને જ્ઞાનનો ભેદ પાડવો - ભેદ છે એમ જાણવું તે ભેદજ્ઞાન : જ્ઞાનીને તે સમજાય છે. ૨. જેમ તેજાબથી સોનુ અને કથીર જુદા પડે છે - જેમ કતકફળથી પાણી અને મેલ જુદા પડે છે તેમ ભેદજ્ઞાનના પ્રયોગથી રાગ અને આત્મા જુદા જણાય છે. ૩. જો કે એક માત્ર આત્મહિતના લક્ષે દ્રવ્યશ્રુત દ્વારા એટલે કે આત્માનુભવી પુરુષોની વાણીનું શ્રવણમનન, વાંચન-ચિંતન, સત્પુરુષના ચરણમાં રહી સ્વરૂપ પ્રાપ્તિની ભાવના, લગની સહિત કરવામાં આવે ત્યાં પ્રથમ વિચાર-મનન-ચિંતવનપૂર્વક શ્રુતની ધારણાનો પ્રસંગ છે. તો પણ સાથે સાથે ધારણારૂપ સમજણને ઉદય પ્રસંગમાં લાગુ કરતાં જ રહેવી જોઈએ; નહિ તો માત્ર ધારણાથી સંતુષ્ટ થઈને ત્યાં જ અટકી જવાનું અનિવાર્ય થઈ જશે. આ રીતે સમજણ પછી પરિણમનની દિશામાં એક પગલું આગળ વધવાની આ રીત છે. ૪. પ્રથમ જે પાત્ર જીવને અંતરથી જન્મ-મરણના ચક્રમાંથી છૂટવા માટે તીવ્ર ભાવ - ઉછાળો આવે છે અથવા જે એકમાત્ર આત્મહિત અર્થે જ ઉલ્લાસિત વીર્યવાન થઈને તે જ લક્ષે પ્રવર્તે છે તેવો જીવ પોતાની દશામાં પ્રવર્તમાન અવગુણોનો નાશ કરવાના દષ્ટિકોણને મુખ્ય રાખીને સત્ક્રુતનું અવગાહન કરે છે, ત્યાં પ્રથમ કાર્ય વિચાર-મનનપર્વક શરૂ થાય છે. આત્માના યથાર્થ સ્વરૂપની જાણકારી માટે
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy