SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ સમાધિથી કલ્યાણ થાય-પણ જ્યાં સુધી દષ્ટિ દ્રવ્ય પર પડી ન હોય તો બધું નિષ્ફળ છે. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજાય છે. પરંતુ જ્ઞાની પુરુષની ઓળખાણ નહિ થવામાં ઘણું કરીને જીવના ત્રણ દોષ જોવામાં આવે છે. ૧) હું જાણું છું, હું સમજું છું” એવા પ્રકારનું માન જે જીવને રહ્યા કરે છે તે “માન”. ૨) પરિગ્રહાદિક વિષે જ્ઞાની પુરુષ પર રાગ કરતાં પણ વિશેષ રાગ”. ૩) લોક ભયને લીધે, અપકિર્તીના ભયને લીધે, અપમાનના ભયને લીધે જ્ઞાનીથી વિમુખ રહેવું, તેના પ્રત્યે વિનયાન્વિત થવું જોઈએ તેવું ન થવું તેવો ભય”. આ ત્રણે કારણો જીવને જ્ઞાનીથી અજાણ રાખે છે. જ્ઞાનીને વિષે પોતાના સમાન કલ્પના રહ્યા કરે છે, પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીના વિચારનું, શાસ્ત્રોનું તોલન કરવામાં આવે છે એ મહાન દોષ છે. થોડું પણ ગ્રંથ સંબંધી વાંચનાદિ જ્ઞાન મળવાથી ઘણા પ્રકારે તે દર્શાવાની જીવને ઇચ્છા રહ્યા કરે છે એ પણ દોષ છે. આ બધા દોષોનું ઉપાદાનકારણ એવો તે એક “સ્વચ્છેદ' નામનો મહા દોષ છે અને તેનું નિમિત્તકારણ અસત્સંગ જ છે. ૪૭. સ્વચ્છંદનો સદ્ભાવ દર્શાવતા ભાવો સંબંધી વિવરણ: ૧) શાસ્ત્ર સંગત કે નિસંગત જ્ઞાનના ક્ષયોપશમ સંબંધમાં હું સમજું છું તેવો ભાવ રહ્યા કરવો અને જિજ્ઞાસાનો અભાવ રહેવો. ૨) પુરુષના વચનમાં શંકા તેમજ ભૂલ દેખવાની વૃત્તિ થવી, અર્થાત્ શબ્દાર્થ અને ગાથાર્થની મુખ્યતા કરી ભૂલ સમજવી - ભાવાર્થ સમજ્યા વગર. ૩) સત પુરુષમાં શ્રદ્ધાનો અભાવ, તેમજ અભક્તિના પરિણામ થવાં. ૪) પુરુષનો વિરોધ - અવર્ણવાદ કરવો. ૫) ચૈતન્યને સ્પર્શીને આવતી પુરુષની વાણી પ્રત્યક્ષ શ્રવણ થવા છતાં અહોભાવનો અભાવ અર્થાત્ ઉપેક્ષાભાવ થવો, નિરુત્સાહના ભાવ થવા. ૬) સપુરુષ પ્રત્યે વિનય ભક્તિમાં ન્યૂનતા, ‘મને આવડે છે તેવી હૂંફ ચડવી. ૭) પુરુષના ચારિત્રદોષનું લક્ષ રહેવું, મુખ્યતા થવી. ૮) સપુરુષની લોકભય, સમાજભય, અપકિર્તીભય, અપમાનભયથી ઉપેક્ષા થવી -વિમુખતા થવી. ૯) સપુરુષ કરતાં કુટુંબ - પરિગ્રહાદિ પ્રત્યે અધિક રાગ - વિશેષ રાગ રહેવો. ૧૦) પોતાની કલ્પના પ્રમાણે અથવા પોતાના સમાન કલ્પના કરીને સન્દુરુષના વચનોનું તોલન કરવું અથવા તેને લૌકિક અર્થમાં ઘટાડવા અથવા અતિશયોક્તિ, ભાવાવેશ અથવા અજાગૃત ઉપયોગ વચનાલાપ ગણવો. ૧૧) પ્રત્યક્ષ સત્પરુષનો યોગ હોવા છતાં શાસ્ત્ર-સ્વાધ્યાયને વધુ મહત્વ આપી સત્સંગને ગૌણ કરવો.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy