________________
૧૩૩
૧૨) સન્દુરુષના ઉપકારને છુપાવવો અથવા પુરુષના ઉપકારને ઓળવવો અથવા પોતાના અપ્રસિદ્ધ ગુરુને ગોપવીને નિજ માનાર્થે પ્રસિદ્ધ જ્ઞાનીનું નામ પ્રગટ કરવું. ૧૩) સંપ્રદાય અથવા પરંપરા ચલાવવા માટે તત્ત્વપ્રચાર, પ્રભાવના અંગેની પ્રવૃત્તિ કરવી અને તે પોતાની રીતે કરતાં પુરુષની આજ્ઞાની અવગણના કરવી. ૧૪) ગ્રંથ સંબંધી વ્યાખ્યા-લેખનની કુશળતાથી પોતાની મહત્તા દર્શાવવાની ઇચ્છા રહેવી, આચાર્યો પ્રણિત ઉચ્ચ કોટિના આધ્યાત્મિક ન્યાય દર્શાવતાંથી વિરુદ્ધ પોતાની મહત્તા દર્શાવવાનો મુખ્ય હેતુ રહેવો. ૧૫) સશાસ્ત્રનો અવિનય થવો, શ્રવણની ઉપેક્ષા થવી તેથી શ્રવણમાં અનિયમિતતા થવી. સશ્રવણ વખતે એકાગ્રતા અને ઉપયોગનો અભાવ. ફક્ત વ્યવહાર માટે જ હાજરી આપવાનો દંભ રાખવો. ૧૬) શાસ્ત્રના વિષય - પ્રતિપાદનને છોડીને વિષયાંતરમાં પ્રવર્તવારૂપ પદ્ધતિ તે વકતાનો શાસ્ત્ર પ્રત્યેનો અવિનય છે. ૧૭) સર્વજ્ઞ વીતરાગની પ્રતિમામાં વિકૃતિ કરવી અથવા તેની સ્થાપનાનો વિરોધ કે નિષેધ કરવો. ૧૮) બાર અંગનો સાર - “વીતરાગતા”- સપુરુષના એક વચનમાં અનંત આગમ રહેલા છે તેમ છતાં તેમના વચનો સમંત કરવા આગમ - આધારનો આગ્રહ રાખવો. ૧૯) પરોક્ષ જ્ઞાનીઓની પ્રત્યક્ષ જ્ઞાની સાથે તુલના કરવી.
૨૦) પ્રત્યક્ષ જ્ઞાનીની અતિશય ભક્તિને નિમિત્ત પ્રધાનતા સમજવી. ૪૮. સ્વચ્છેદ સંબંધી સૂત્રો:
“પ્રત્યક્ષ સદગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગેના આત્મવિચાર.” “પ્રત્યક્ષ સદગુરુ યોગથી, સ્વચ્છંદતે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી પ્રાયે બમણો થાય.” “સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરુ લક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ.” રોકે જીવ સ્વછંદતો પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિદોર્ષ.” “માનાદિ શત્રુ મહાન, નિજ છેદન મરાય; જાતા સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય.”
જે જીવને ભવ ભ્રમણનો ભય રહેતો નથી તે સ્વચ્છંદતામાં વર્તે છે. આવા સ્વચ્છેદથી બચીને જે જીવ આત્માર્થે - સ્વચ્છંદના પ્રતિપક્ષ ભાવે વર્તે છે તેને દર્શનમોહનો અભાવ થઈ, મોક્ષ પર્વતની સિદ્ધિ મળે છે.