SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૭ અન્તરો—ખવૃત્તિ વડે આત્મસાક્ષાત્કાર અવસ્થાનું નામ જ આત્માનુભૂતિ છે. વર્તમાન પ્રગટજ્ઞાનની પર્યાયને પરથી હટાવી સ્વતત્વમાં લગાવી દેવું એ જ આત્મસાક્ષાત્કારની અવસ્થા છે અખંડ ત્રિકાળી ચૈતન્યધ્રુવ આત્મતત્ત્વ છે, તે એક જ દષ્ટિનો વિષય છે. તેનો આશ્રય કરતાં, તેમાં લીનતા થતાં, તેમાં સ્થિરતા થતાં આત્માનુભૂતિ પ્રગટ થાય છે કે જેને ધર્મ કહેવામાં આવે છે. આત્મધર્મ કહેવામાં આવે છે. સમ્યગ્દર્શન સ્વાશ્રયથી જ ઉદભવેલું શ્રદ્ધાગુણનું નિર્મળ પરિણમન છે. અસંખ્યાત પ્રદેશી આત્મા અનંત ગુણોયુક્ત છે. અને એક એક ગુણમાં અનંત સામર્થ્ય ભરેલું છે. એવા અદ્ભુત વૈભવવાળા - મહિમાવંત આત્માનો મહિમા આવે ત્યારે પરિણતિ સ્વાશ્રય તરફ ઝૂકે, લીન થાય ત્રિકાળી ધ્રુવની સન્મુખતાથી અર્થાત્ જ્ઞાનસ્વભાવી આત્મા સાથે સંધિ કરતાં, આત્મસન્મુખ થતાં જ્ઞાનનો પર્યાય એક અખંડ અભેદ ચૈતન્ય નિજદ્રવ્યમાં જ જ્ઞાનને એકાગ્ર કરે છે. સ્વભાવ સન્મુખ થવાથી અને તેમાં એકાગ્રતા કરવાથી એક સાથે અનંત ગુણોનું પરિણમન શરૂ થાય છે. આવા સ્વસંવેદનપૂર્વક આત્માનો અચિંત્ય વૈભવ ખૂલી જાય છે. આત્મવસ્તુ વિકલ્પના વિજ્ય રહિત સૂક્ષ્મ અવ્યક્તવ્ય છે. જ્ઞાયક આત્મા નિર્વિકલ્પ ધ્યાનનો વિષય છે. નિર્વિકલ્પતા એ ધ્યાન છે. ધ્યાનની સાદી પરિભાષા આ પ્રમાણે છે : જ્ઞાન એટલે જાણવું અને સતત જાણતાં રહેવું તેનું નામ ધ્યાન છે. જૈનદર્શનમાં આ બે શબ્દો જ્ઞાન અને ધ્યાન આગળ આત્મા શબ્દ જોડાયેલો જ છે. અને ધર્મ શબ્દની સાથે પણ એ જ વસ્તુ છે. તેથી જ્યાં જ્ઞાન, ધ્યાન, ધર્મની વાત આવે ત્યાં આત્મજ્ઞાન, આત્મધ્યાન અને આત્મધર્મ સમજી લેવું. આ આત્મધ્યાનનો વિષય “અખંડ એક આત્મવસ્તુ છે. આવો અવ્યક્ત જ્ઞાનાનંદમૂર્તિ ભગવાન આત્મા સમ્યગ્દર્શનનો વિષય છે. અને તેમાં એકાગ્ર થતાં સ્વાનુભૂતિ સાથે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે “આમાં સદા રતિવંત બન, આમાં સદા સંતુષ્ટ રહે; આમાં જ તું તૃત બન, ઉત્તમ સુખ તેથી ઉપજે તને.” આ સમ્યકત્વની અથવા સ્વાનુભૂતિની બહુ જ સરસ વાત છે. જે લક્ષગત કરવાથી જન્મ-મરણનું ચક્રમટી જાય એવી આ અલૌકિક વાત છે. આ સ્વાનુભવ કળા જ સંસાર સમુદ્રથી તરવાની-પાર ઉતરવાની કળા છે. સ્વાનુભવના બળથી જીવને કેવળજ્ઞાનની એવી મહાવિદ્યા પ્રગટ થાય છે જેમાં જગતની બધી જ વિદ્યાઓનું જ્ઞાન આવી જાય છે. ૩. સ્વાનુભૂતિનું લક્ષણ અને મહિમા : वस्तु विचारत ध्यावतें, मन पावै विश्राम । रस स्वादत सुख ऊपजै, अनुभौ याकौ नाम ॥ આત્મ પદાર્થનો વિચાર અને ધ્યાન કરવાથી મન આરામ પામે છે એટલે બધા જ વિકલ્પો સમાપ્ત થાય છે અને ચિત્તને જે શાંતિ મળે છે તથા આત્મિક રસનો આસ્વાદ કરવાથી જે આનંદ મળે છે તેને જ અનુભવ કહે છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy