SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ * ૨૨૧ શ્રદ્ધાન ગધેડાના શિંગડાના સમાન શ્રદ્ધાન સમાન હોવાથી, શ્રદ્ધાન પણ ઉદય થતું નથી. ત્યારે સમસ્ત અન્ય ભાવોના ભેદવડે આત્મામાં નિઃશંક ઠરવાના અસમર્થપણાને લીધે આત્માનું આચરણ ઉદય નહિ થવાથી આત્માને સાધતું નથી. ૧૦. જ્યારે આવી અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં જ્ઞાયકભાવને અહીંઅનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા કહ્યો છે. આબાળ ગોપાળ સૌને જાણ નક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે. અજ્ઞાનીને પણ સમયે સમયે જ્ઞાનની પર્યાયમાં પોતાના જ્ઞાનમય આત્મા જ મુખ્યપણે જણાઈ રહ્યો છે. જાણપણું નિજ આત્માનું છે છતાં એ છે તે હું છું એમ અજ્ઞાનીને થતું નથી. અજ્ઞાની પરની રુચિની આડે જ્ઞાનમાં પોતાનો જ્ઞાયકભાવ જાણતો હોવા છતાં તેનો તિરોભાવ કરે છે અને જ્ઞાનમાં ખરેખર જે જણાતા નથી એવા રાગ આદિ પરણેયોને આવિર્ભાવ કરે છે. ૧૧. સૌને જાણન, જાણન, જાણનભાવ જ જાણવામાં આવે છે. શરીરને, રાગને જાણતા પણ જાણનાર જ જણાય છે. પણ અનુભૂતિ સ્વરૂપ આત્મા હું છું, આ જાણનારતે હું છું એમ અજ્ઞાનીને ન થતાં બંધને વશ પડ્યો છે. આત્માને વશ થવું જોઈએ એને બદલે કર્મને વશ થયો છે. ૧૨. જ્ઞાયકભાવ કાયમ જ્ઞાયકપણે જ રહ્યો છે. છતાં અજ્ઞાની બીજી રીતે હું આ રાગ છું, પુણ્ય છું એવો અન્યથા અધ્યવસાય કરે છે. ૧૩. અલુબ્ધ જ્ઞાનીઓને એટલે જેમને ઇન્દ્રિયોના સમસ્ત વિષયો કે જે પરણેયો છે એમની આસક્તિ - રૂચિ છૂટી ગઈ છે એવા જ્ઞાનીઓને પોતાના સિવાય અન્ય સમસ્ત પરદ્રવ્ય અને પરભાવનું લક્ષ છોડી દઈને એક જ્ઞાયકમાત્ર ચિધ્ધન સ્વરૂપનો અનુભવ કરતાં, સર્વતઃ એક વિજ્ઞાનધનપણાને લીધે તે જ્ઞાનરૂપે સ્વાદમાં આવે છે. એકલું જ્ઞાન, સીધું જ્ઞાનના સ્વાદમાં આવે છે. એ આનંદનું વેદન છે, એ જૈન શાસન છે, એનું નામ સમ્યગ્દર્શન અને જ્ઞાનની અનુભૂતિ છે. ૧૪. એક ત્રિકાળી જ્ઞાયકભાવ જે સર્વત્ર જ્ઞાનઘન છે તે એકનો જ અનુભવ કરતાં એકલા (નિર્ભેળ) જ્ઞાનનો સ્વાદ આવે છે. આ જૈન દર્શન છે. ઇન્દ્રિયોના વિષયોમાં રાગ દ્વારા જે જ્ઞાનનો અનુભવ (mયાકાર જ્ઞાન) તે આત્માનો સ્વાદ - અનુભવ નથી, એ જૈન શાસન નથી. ૧૫. આત્મામાં ભેદના લક્ષે જે રાગ ઉત્પન્ન થાય તે રાગનું જ્ઞાન થાય છે એમ માનવું એ અજ્ઞાન છે, મિથ્યાદર્શન છે. એક જ્ઞાન દ્વારા જ્ઞાનનું વેદન જ સમ્યક છે, યથાર્થ છે. ૧૬. રાગથી ભિન્ન ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્મામાં ઝુકાવ થતાં જે સીધું જ્ઞાન દ્વારા જ્ઞાન અનુભવમાં આવે છે તે આત્માનો સ્વાદ છે, તે જિન શાસન છે, આત્માનુભૂતિ છે. જ્ઞાનીને પરણેયો અને શુભાશુભ ભાવથી ભિન્ન એક નિજ જ્ઞાયકમાત્રના જ્ઞાનનો જ્ઞાનમાત્ર સ્વાદ આવે છે. એને નિશ્ચય સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહે છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે માટે જ્ઞાનનો સ્વાદ છે એ આત્માનો જ સ્વાદ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy