SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકમાત્રનો વર્તમાનમાં ભાવકૃત જ્ઞાનરૂપ અનુભવ એ જૈન શાસન છે કેમ કે ભાવકૃતજ્ઞાન એ વીતરાગી જ્ઞાન છે, વીતરાગી પર્યાય છે. આ જૈન ધર્મ છે. જ્ઞાયક: આત્મા જ્ઞાયક સ્વરૂપ પરના જાણવા કાળે અજીવને જાણે, રાગને જાણે, દ્વેષને જાણે, શરીરને જાણે. ત્યાં જાણપણે જે પરિણમે છે તે પોતે પરિણમે છે, જ્ઞાનસ્વરૂપે કાયમ રહીને પરિણમે છે. પરપણે, અજીવપણે, રાગપણે, દ્વેષપણે, શરીરપણે થઈને જાણતો નથી. જ્ઞાન પરપણે થઈને પરિણમે છે એમ નથી, જ્ઞાન જ્ઞાનપણે રહીને પરને જાણે છે. પરને જાણતાં પર શેયાકારે જ્ઞાન થયું એમ કહેવાય પણ તે જ્ઞાનપણું છોડીને શેયાકાર થઈ ગયું છે એમ નથી. ભગવાન આત્મા જે પૂર્ણ ચૈતન્યજ્યોતિ તેનું જ્ઞાન શેય પદાર્થોના આકારે હોવા છતાં જ્ઞાનગુણપણે જ રહે છે, પરણેયપણે થતું નથી. એ પ્રમાણે યથાર્થ જાણી પૂર્ણ ચૈતન્યસ્વરૂપ આત્માનું શ્રદ્ધાન કરવું તે સમ્યગ્દર્શન છે. ત્રિકાળી જ્ઞાયકભાવને જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક સામાન્યને શુદ્ધ નયથી જાણવો એ સમ્યગ્દર્શન છે. જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક એક જ્ઞાયકસામાન્ય એકપણે જ રહે છે. અનેક અવસ્થાઓમાં વ્યાપ્ત તે ચૈતન્ય સામાન્ય એકમાત્ર ચૈતન્યપણે જ રહે છે. એ નિર્મળાનંદ ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરવી હોય તો એના એકપણાની - સામાન્ય સ્વભાવની દષ્ટિ કરવી જોઈએ. ત્યારે જ તેની સાચી પ્રતીતિ અને સાક્ષાત્કાર થાય છે. તેને સમ્યગ્દર્શન કહે છે. ૧૫ બંધ - મોક્ષથી રહિત પરમાર્થ જીવનું સ્વરૂપ ૧. ધ્રુવ ભગવાન, ઉત્પાદ-વ્યયની પર્યાયને કરતો નથી; જિનવરદેવે જીવની વ્યાખ્યા ગજબ કરી છે. ઉત્પાદ-વ્યય વિનાનો, બંધ-મોક્ષની પર્યાય અને બંધ-મોક્ષના કારણ વિનાનો તે જીવ છે. ૨. શુદ્ધ નિશ્ચય નયથી નિત્યાનંદ ધ્રુવ ભગવાન આત્મા છે તે જન્મતો નથી અર્થાત્ ઉત્પાદની પર્યાયમાં આવતો નથી, મરતો નથી અર્થાત વ્યયમાં આવતો નથી. એકેન્દ્રિયની પર્યાય હો કે સિદ્ધની પર્યાય હો ધ્રુવ ભગવાન તો સદાય ત્રિકાળી જ્ઞાનનંદની મૂર્તિ સ્વરૂપ જ રહ્યો છે. ૩. એક સમયમાં ચૈતન્યસ્વભાવ ધ્રુવ ધાતુને ધારી રાખ્યો છે એવી ત્રિકાળી વસ્તુ તે જીવ છે. એવો ત્રિકાળી ધ્રુવ પરમાત્મા પોતે મોક્ષમાર્ગને કરતો નથી, મોક્ષને કરતો નથી, બંધને કરતો નથી, બંધમાર્ગને કરતો નથી, પર્યાયના ઉત્પાદન કરતો નથી, પર્યાયના વ્યયને કરતો નથી તેને ત્રણ લોકના નાથ જીવ કહે છે. ૪. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાયને જીવ કરતો નથી, પર્યાયને પર્યાય કરે છે. પર્યાય પર્યાયની ષટકારકની તાકાતથી પરિણમે છે, દ્રવ્ય પર્યાયને કરતું નથી. અજ્ઞાની રાગની એકતામાં ભીડાઈ ગયો છે. તેની પર્યાય ભીંસમાં આવી ગઈ છે, દ્રવ્ય તો દ્રવ્યપણે સદાય રહ્યું છે; તે રાગની ભીડમાં પણ ભીંસાતું નથી ને રાગની ભીડની ભીંસમાંથી છૂટીને મોક્ષની પર્યાયમાં પણ દ્રવ્ય આવતું નથી.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy