SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૫ અનાત્મા, અધર્મી તથા પરસમય છે એમ જાણવામાં આવે છે. આ બહિરાત્મા છે. એકપણે સ્વરૂપપણે પરિણમે તે સ્વસમય અને અન્યપણે - રાગાદિપણે પરિણમે તે પરસમય છે. એક જીવને આ પ્રમાણે દ્વિવિધપણું છે તે અશોભારૂપ છે. ૪. સમ્યગ્દર્શનનો વિષય “ત્રિકાળી ધ્રુવ આત્મા - જ્ઞાયક” (દ્રવ્યસ્વભાવ): આત્માના બે પડખાં છે. એક ધોવ્ય - ધ્રુવ સ્વભાવ અને બીજો ઉત્પાદ-વ્યયરૂપ પલટતો પર્યાય સ્વભાવ. - હવે સમ્યગ્દર્શનનો વિષય એ ત્રિકાળી ધ્રુવદ્રવ્ય છે. એકલો આત્મા આનંદનો નાથ પ્રભુ, જે ત્રિકાળી દ્રવ્ય છે તે ત્રણે કાળ સુંદર છે, ભલે એકેન્દ્રિયમાં - નિગોદમાં હોય તો પણ સુંદર છે. આ ભગવાન આત્મા અનંત શક્તિઓનું સંગ્રહાલય, અનંત ગુણોનું ગોદામ, અનંત આનંદનો કંદ, અનંત મહિમાવંત અતિન્દ્રિય મહાપદાર્થ છે. પ્રભુ! તારા ઘરની શી વાત કહેવી ! તારામાં અનંત શક્તિઓ ભરી પડી છે. અને એક એક શક્તિ અનંત સામર્થ્યવાન છે. એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, એક એક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે. અનંત શક્તિઓ એક સાથે રહે છે. આત્મદ્રવ્ય અનંત ગુણપર્યાયોનો પિંડ છે. દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે. તેને જ્ઞાનામાત્ર પણ કહેવામાં આવે છે. આત્મા જ્ઞાનમાત્ર છે એટલે કે શરીર, મન, વાણી અને પુણ્ય-પાપરૂપ નથી. એક સમયની પર્યાયમાત્ર પણ નથી. તે જ્ઞાન-દર્શન-અકાર્યકારણ, ભાવ-અભાવ આદિ અનંત શક્તિમય છે. ભગવાન આત્મા! તું રાગાદિથી નિર્લેપ સ્વરૂપ પ્રભુ છો! કષાય તારા સ્વભાવમાં નથી. કષાયને તારા માનવા તે તારી પ્રભુતા નથી. વ્રતાદિના વિકલ્પો આવે તે સંયોગીભાવ જ્ઞાયકથી ભિન્ન છે. તું જ્ઞાયક સ્વરૂપ નિર્લેપ પ્રભુ છો ! આત્મા તો બધાય પરભાવોથી તરતો ને તરતો જ છે. અનાદિ અનંત અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળો શુદ્ધ સહજ- પરમ પરિણામકિ ભાવ જેનો સ્વભાવ છે - એવો કારણ પરમાત્મા તે ખરેખર “આત્મા” છે. ૫. “જ્ઞાયક ભાવ”: ૧. હું નિરપેક્ષ છું, કૃતકૃત્ય છું, મારી પોતાની શક્તિઓથી પૂર્ણ છું, હું નિરાવલંબી માત્ર જ્ઞાયક, સ્વયંમાં પરિપૂર્ણ છું. ૨. મારે પર સાથે કોઈ સંબંધ નથી, હું સ્વયં પ્રભુ આત્મા સિદ્ધ જેવો છું. મને કોઈ બાધા આપી શકે એમ નથી. હું નિઃશંક અને નિર્ભય છું, હું સદા પરમ આનંદમય છું. ૩. હું પોતે નિજ લક્ષથી જ સુખી છું, હવે બીજી કોઈ અભિલાષા નથી. મને મારામાં શ્રદ્ધા છે અને હું મારામાં જ લીન રહું છું. ૪. હું અમૂર્તિક, ચૈતન્યમૂર્તિ માત્ર છું, મંગલમયી અનંત ગુણોનો ધામ છું. મારા માટે મારો જ સાથ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy