SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ ૪. આત્મસ્વરૂપને ધ્યાનહેતુ કેવી ભૂમિકા હોવી જોઈએ? ૧. વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન એટલે કે આગમ-અધ્યાત્મનો સુમેળ(સંતુલન) હોય એવી સમજ હોય અર્થાત્ વૈચારિક ભૂમિકામાં અસમાધાન ન હોય. ૨. સહજ વૈરાગ્ય અર્થાત્ રાગથી વિરક્ત એટલે રાગમાં દુઃખનો અનુભવ હોય જેથી નિરસતા વર્તતી હોય. ૩. ભેદજ્ઞાનના પ્રયોગના કારણે જેને મન-ઇન્દ્રિયોની પરાધીનતા ન હોય એટલે કે જેના મન-ઇન્દ્રિયો વશમાં હોય. ૪. જેનું સ્વભાવ તરફ ઢળવાનું વલણ અને તેને લીધે સહજ પ્રયત્ન થતો હોય તથા ભય, કૌતુહલ, વિસ્મયાદિ ન હોવાથી જેના ઉપયોગની ચંચળતા ઘટી ગઈ હોય અર્થાત્ એ ચંચળ ચિત્તવાળો ન હોય. ૫. જેને શીઘ્રતાથી પોતાનું કાર્ય(શ્રેય) કરવાની વૃત્તિ અને ઉત્કંઠતા હોય જેના કારણે તેને પ્રમાદન હોય. ૬. પૈર્યવાન હોય અને ઉતાવળથી અથવા અધીરજથી કાર્ય કરવાને જે ઉત્સુક ન હોય. ૭. એક માત્ર મુક્તિનો ઇચ્છુક અને ઉદ્યમી હોય અર્થાત્ જેનું લક્ષ પૂર્ણતાનું જ હોય. ૮. સ્વક્ષેત્રમાં વ્યાપ્ય-વ્યાપકભાવથી અસ્તિત્વપણાનું જોર(સંવેગ) હોય. ૯. જેને નજ પરમપદની અત્યંત અત્યંત મહિમા હોય. ૧૦. આ બધામાં નિજ પરમપદ મુખ્ય છે. “પરમપદનું ધ્યાન જ પરમપદની પ્રાપ્તિનું કારણ છે.” “પૂર્ણતાને લક્ષે શરૂઆત તે જ વાસ્તવિક શરૂઆત છે.” “સમ્યગ્દર્શનનું ધ્યાન જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ છે.” ૫. મુમુક્ષુતાની શ્રેણીઓ: ૧. “મુમુક્ષુતા” તે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈ એક મોક્ષને વિષે જ યત્ન કરવો અને તીવ્ર મુમુક્ષતા એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. ૨. કોઈ પણ સાધક જ્યારે એવું જીવન જીવે કે અંતરંગમાં મોક્ષ સિવાય તેને બીજી કોઈ ઇચ્છા ન હોય ત્યારે એ સાધક ખરેખર મુમુક્ષુ કહેવાય. મતલબ કે અભિપ્રાયમાં મોક્ષની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈન રહે ત્યારે જીવનમાં મુમુક્ષુતા પ્રગટે છે. ૩. અંતરંગ પરિણામોની વિશુદ્ધિ, સાચા દેવ-ગુરુ-ધર્મની ભક્તિની તરતમ્યતા, મુમુક્ષતાજનક સદ્ગારોની સંખ્યા અને પ્રમાણ, આત્મજાગૃતિનું સાતત્ય આદિ અનેક માપદંડોને અનુરૂપ મુમુક્ષતાના જો કે અનેક ભેદો છે, પરંતુ સામાન્યપણે નીચેના ત્રણ ભેદો પાડી શકાય.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy