SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ ધર્મ છે. તે વડે જીવ ધર્માત્મા છે, ધર્મી છે, આ સ્વસમય છે. ૩૬. “આ જગતમાં વસ્તુ છે તે (પોતાના) સ્વભાવમાત્ર જ છે, અને સ્વ'નું ભવન તે સ્વભાવ છે; માટે નિશ્ચયથી જ્ઞાનનું થયું - પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિનું થવું - પરિણમવું તે ક્રોધાદિ છે.” જુઓ વસ્તુ તો ત્રિકાળ ધ્રુવ છે, પરંતુ પરના કર્તાપણાથી - વિભાવથી જુદું બતાવી જે વસ્તુ સ્વભાવરૂપ પરિણમન તેને અહીં આત્મા કહ્યો છે. ૩૭. અહા! પોતે જ્ઞાનનો સમુદ્ર છે. સમજવું, સમજવું એ એના જ્ઞાનનો સ્વભાવ છે. દરેક દ્રવ્ય સ્વયંસિદ્ધ પોતે પોતામાં પરિણમી રહ્યું છે. પરને અને એને કાંઈ સંબંધ નથી. ૩૮. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ સમય છે. તેને કર્મના નિમિત્તના સંબંધની અપેક્ષા આવતાં પરિણમનમાં વિકાર ઉત્પન્ન થાય છે - એ જ વિસંવાદ છે અને દુઃખ ઉત્પન્ન કરનાર છે, અનંત સંસારનું મૂળ છે. ૩૯. આ આત્માને રાગ સાથે એકત્વથતાં, આત્માનું એકપણું કે સુખપણું ઉત્પન્ન થતું નથી, પણ દુઃખપણું ઉત્પન્ન થાય છે. તેથી તે શોભા પામતું નથી. માટે વાસ્તવિકપણે વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે, એકમાં એકત્ર થવું એ જ સુંદર છે. ધુવસ્વરૂપ ભગવાન આત્મા - એમાં પર્યાયને વાળતાં આનંદની દશા ઉત્પન્ન થાય છે તે આત્માની શોભા છે. એથી ઉલટું રાગમાં એકત્વ થવું તે આત્માની અશોભા અને દુઃખરૂપ દશા છે. ૪૦. ધ્રુવસ્વરૂપ નિત્યાનંદ પ્રભુ જે ભગવાન આત્મા તેમાં એકત્વ થવું એ દુર્લભ છે. આત્મા એકલો સમજણનો પિંડ છે. ન સમજાય એવી લાયકાતવાળો નથી. આમાં બુદ્ધિનું કામ ઝાઝું નથી, પરંતુ યથાર્થ રુચિનું કામ છે. ૪૧. અંદર આનંદનો નાથ પોતે છલોછલ સુખથી ભરેલો છે તેની સામે નજર કોઈ દિવસ કરી નહિ. આનંદના નિધાન પ્રભુ પરમાત્માની સામે નજર ન કરતાં ઇચ્છા અને ઇચ્છાનું ભોગવવું એમ કામભોગની કથા અનંત વાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવમાં પણ લીધી. આ કથા સૌને સુલભ છે. ૪૨. રાગ અને પરનું લક્ષ છોડી સ્વદ્રવ્યના ધ્યેય અને લક્ષે જે ભેદજ્ઞાન થાય એ ભેદજ્ઞાનથી આત્માનું એકપણું દેખવામાં આવે છે. જેમ પ્રકાશમાં જ ચીજ સ્પષ્ટ દેખાય તેમ ભેદજ્ઞાન-પ્રકાશમાં જ આત્મવસ્તુ સ્પષ્ટપણે ભિન્ન દેખાય છે. નિર્મળ ભેદજ્ઞાન પ્રકાશ વડે આત્માનું એકપણું સ્પષ્ટ દેખવું એ મુદ્દાની વાત છે, ભાઈ! બાકી દયા પાળો, દાન કરો, ભક્તિ કરો, વ્રત કરો ઈત્યાદિ બધા થોથાં છે. ૪૩. આત્મા ચૈતન્યરૂપ આનંદઘન છે. આત્મા શરીર, મન, વાણીથી ભિન્ન છે, પણ પર્યાયમાં દયા, દાન, ભક્તિ આદિના વિકલ્પ ઊઠે છે એનાથી પણ ભિન્ન છે અને પોતાના સ્વભાવથી અભિન્ન છે. એવા આત્મામાં અંતર્નિમગ્ન થતાં જે અનુભવ પ્રગટ થાય તે સમ્યગ્દર્શનાદિ ધર્મ છે. ૪૪. ત્રિકાળી જ્ઞાયકસ્વરૂપ જે ધુવ તેના અવલંબનથી શુદ્ધોપયોગરૂપ ધર્મ પર્યાયમાં પ્રગટ થાય છે. ૪૫. અશુદ્ધ નય ભલે બારમા ગુણસ્થાન સુધી હો, પૂર્ણ શુદ્ધતા ભલે હજી ન હો, પણ જ્યાં પૂર્ણાનંદ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy