SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૩ પ્ર. ૧૯ઃ તેમાં રુચિની ખામી છે કે ભાવભાસનમાં ભૂલ છે? ઉ. ૧૯ : મૂળ તો રુચિની જ ખામી છે. રુચિ અનુયાયી વીર્ય.” પ્ર. ૨૦ઃ અમે તત્ત્વનિર્ણય કરવાનો ઉદ્યમ કરીએ તો છીએ, પણ ત્યાં વચ્ચે પ્રતિકૂળતા આવી પડે તો ? ઉ. ૨૦ : જેને તત્ત્વનિર્ણય કરવો છે તેને તત્ત્વનિર્ણયમાં પ્રતિકૂળતા કાંઈ છે જ નહિ. પ્રથમ તો બહારના સંયોગો આત્મામાં આવતા જ નથી. સંયોગ તો આત્માથી જુદા જ છે, માટે પ્રતિકૂળ સંયોગ ખરેખર આત્મામાં છે જ નહિ. સંવર અધિકારમાં આવે છે ને - ‘ઉપયોગમાં ઉપયોગ છે” આત્મા જ્ઞાન-દર્શનમાં છે અને જ્ઞાન-દર્શન આત્મામાં છે. દ્રવ્યકર્મ, ભાવકર્મ કે નોકર્મ આત્મામાં નથી અને આત્મા તેમાં નથી. વળી બાહ્ય સંયોગ તો સાતમી નરકમાં અનંતો પ્રતિકૂળ છે, છતાં પણ અનાદિનો મિથ્યાદષ્ટિ જીવ તત્વનિર્ણય કરીને સમ્યગ્દર્શન પામી જાય છે. માટે પ્રતિકૂળતા આત્માને નડતી નથી. જેને આત્માની જિજ્ઞાસા જાગી છે, સાચા દેવ-ગુરુ નિમિત્તપણે મળ્યા છે તેને તત્ત્વનિર્ણયની અનુકૂળતા જ છે. અને અંતરમાં પોતાનો આત્મા અનુકૂળ જ છે. જેને અંતરમાં આત્માની રુચિ થઈ તેને બધું અનુકૂળ જ છે. કોઈ પ્રતિકૂળતા નડતી જ નથી. માટે આવી શંકા કરવી એ બહાનું જ છે ! પ્ર. ૨૧ઃ જે જીવ સ્વરૂપનો યથાર્થ નિશ્ચય નથી કરતો તેને શું થાય છે? ઉ. ૨૧ : જે જીવ વસ્તુસ્વરૂપનો નિશ્ચય નથી કરતો તેનું ચિત્ત વસ્તુસ્વરૂપ કઈ રીતે હશે” એવા સંદેહથી સદાય ડામાડોળ અસ્થિર રહ્યા કરે છે. વળી સ્વ-પરના ભિન્ન ભિન્ન સ્વરૂપના તેને નિશ્ચય નહિ હોવાથી પરદ્રવ્યનું કરવાની ઇચ્છાથી તેનું ચિત્ત સદાય આકુળ રહ્યા કરે છે, તેમજ પરદ્રવ્યની ભોગવવાની બુદ્ધિથી તેમાં રાગ-દ્વેષ કરીને તેનું ચિત્ત સદાયે કલુષિત રહ્યા કરે છે. આ રીતે વસ્તુ સ્વરૂપના નિશ્ચય વગર જીવનું ચિત્ત સદાય ડામાડોળ અને કલુષિત વર્તતું હોવાથી, તેને સ્વદ્રવ્યમાં સ્થિરતા થઈ શકતી નથી. જેનું ચિત્ત ડામાડોળ અને કલુષિતપણે પરદ્રવ્યમાં જ ભમતું હોય તેને સ્વદ્રવ્યમાં પ્રવૃત્તિરૂપે ચારિત્ર ક્યાંથી થાય? ન જ થાય. માટે જેને પદાર્થના સ્વરૂપનો નિશ્ચય નથી તેને ચારિત્ર હોતું નથી. પ્ર. ૨૨ : વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કયા પ્રકારે કરવો ? ઉ. ૨૨ : વસ્તુના સ્વરૂપનો નિશ્ચય આ પ્રકારે કરવો કે આ જગતમાં હું સ્વભાવથી જ્ઞાયક જ છું; અને મારાથી ભિન્ન આ જગતના જડ-ચેતન સમસ્ત પદાર્થો તે મારા શેયો જ છે. વિશ્વના પદાર્થો સાથે માત્ર શેય-જ્ઞાયક સંબંધથી વિશેષ કાંઈ પણ સંબંધ મારે નથી. કોઈ પણ પદાર્થ મારો નથી, ને હું કોઈના કાર્યનો કર્તા નથી. દરેક પદાર્થ પોતાના સામર્થ્યથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપે પરિણામ રહ્યો છે. તેની સાથે મારે કાંઈ જ સંબંધ નથી જે જીવ આવો નિર્ણય કરે તે જ પર સાથેનો સંબંધ તોડીને નિજ સ્વરૂપમાં ઉપયોગને જોડે, એટલે જ તેને ચરાગરૂપ ચારિત્ર થાય. આ રીતે ચારિત્ર માટે
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy