SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૧ નથી. સમ્યગ્દર્શન તો આત્માની પ્રતીતિરૂપ છે, સૂક્ષ્મ પર્યાય છે. આનંદના સ્વાદ ઉપરથી જ્ઞાનીને તેનો ખ્યાલ આવે છે. ૯૮. સમ્યગ્દર્શન થતાં અનુભવ થાય તેની મહોર -છાપશું? તે કહે છે આનંદનો સ્વાદઆવે તે સમ્યગ્દર્શનની મહોર -છાપ છે. પરથી લક્ષ હટાવી, દયા, દાનના જે વિકલ્પ રાગ છે ત્યાંથી લક્ષ હટાવી, દર્શનગુણ-ચારિત્રના ગુણભેદનું લક્ષ છોડી જ્યાં અભેદ સ્વભાવમાં લક્ષ જાય ત્યાં અનુભવ પ્રગટ થાય છે, તેનું નામ સમ્યગ્દર્શન છે. ૯૯, ભાઈ ! આ ઈન્દ્રિયોના વિષયોના સુખ એ તો ઝેરના સ્વાદ છે. અભેદ ત્રિકાળી જ્ઞાયકનો સ્વીકાર અને સત્કાર થયો કે તુરત જ અંતરમાં આનંદના સ્વાદ સહિત બોધ તરંગો ઊછળે છે. આનું નામ ધર્મ ૧૦૦ વ્યવહાર નય પરમાર્થનો પ્રતિપાદક હોવાથી સ્થાપન કરવા યોગ્ય છે, પણ વ્યવહાર નય અનુસરવા યોગ્ય નથી. અનુરક્ષણ કરવા યોગ્ય તો એકમાત્ર ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક જ છે. ૧૦૧ ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. લોકો શુદ્ધ નયને જાણતા નથી. શુદ્ધ નય એટલે ત્રિકાળી જ્ઞાયકને જાણનાર સમ્યજ્ઞાનનો અંશ. અભેદ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય વસ્તુ છતો પદાર્થ, શાશ્વત પદાર્થ જે આત્મા ને શુદ્ધ નયનો વિષય છે. અર્થાત્ આ આત્મા જે અનંત અનંત બેહદ શકિતઓનો પિંડ અભેદ એકરૂપ વસ્તુ છે તેનું જે લક્ષ કરે - જ્ઞાન કરે તેને શુદ્ધ નય કહે છે. શુદ્ધ નય અને તેનો વિષય જે ત્રિકાળ, એકરૂપ, ધ્રુવ આત્મા તેને જાણ્યો નહિ તેથી સમ્યગ્દર્શનાદિ ધર્મ થયો નહિ, સમ્યગ્દર્શન વિના જીવને સંસારમાં અનંત ભવપરિભ્રમણની અકથ્ય વેદના ભોગવવી પડી છે. ૧૦૨ વ્યવહારનયને પરમાર્થનો કહેનાર જાણી તેનો ઉપદેશ કરવામાં આવે છે. વ્યવહાર દ્વારા ભેદનું કથન એ નિશ્ચય વસ્તુને જાણવા માટે છે. ‘આ જાણે દેખે તે આત્મા’ એમ ભેદ દ્વારા પરમાર્થ વસ્તુ અભેદનો અનુભવ કરાવવાનું જ પ્રયોજન છે. ૧૦૩ ભેદ પાડીને અભેદ સમજાવ્યું છે. પણ ભેદનું આલંબન ન લેવું. ‘આ જ્ઞાન તે આત્મ’ એમ ભેદ પાડીને અભેદની દષ્ટિ કરાવી છે. ત્યાં ગુણ-ગુણીના ભેદરૂપ વ્યવહારનો આશ્રય ન કરવો. ૧૦૪ આત્મામાં પરવસ્તુ નથી, દયા, દાનનો રાગ નથી, પણ જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા અનંત ગુણો તેમાં અભેદપણે છે. ત્યાં પરમાર્થ વસ્તુ સમજાવવા માટે ભેદ પાડીને ઉપદેશ છે. અભેદમાં ભેદ કરવા તે વ્યવહાર નય છે. માટે તે આશ્રય કરવા યોગ્ય નથી. ભેદ છોડીને દ્રવ્યસ્વભાવ એક ત્રિકાળી ધ્રુવનો આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે. ૧૦૫ અભેદને બતાવવા વ્યવહાર કહ્યો, પણ વ્યવહાર આશ્રય લેવા માટે નથી. અહીં તો વ્યવહારનું આલંબન છોડાવી પરમાર્થનો આશ્રય કરાવ્યો છે. ત્રિકાળી ધ્રુવ વસ્તુનું આલંબન કરાવવા માટે ભેદથી ઉપદેશ છે. તેથી ભેદનું લક્ષ છોડી અખંડ આનંદકંદ અભેદ ચૈતન્ય સામાન્ય વસ્તુ જે આત્મા છે, તેનો એકનો જ આશ્રય કરવો તે ધર્મ છે, એમ જાણી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરવો, પણ ભેદમાં અટકવું નહિ.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy