SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૨ ૧૦૬ જે ભાવશ્રુત જ્ઞાનથી અભેદરૂપ જ્ઞાયકમાત્ર શુદ્ધ આત્માને અનુભવે છે તે શ્રુતકેવળી છે એ તો પરમાર્થ (નિશ્ચય કથન) છે. વળી જે સર્વ શાસ્ત્રજ્ઞાનને જાણે છે તેણે પણ જ્ઞાનને જાણવાથી આત્માને જાણ્યો કારણ કે જ્ઞાન છે તે આત્મા જ છે; તેથી જ્ઞાન-જ્ઞાનીનો ભેદ કહેનારો જે વ્યવહાર તેણે પણ પરમાર્થ જ કહ્યો, અન્ય કાંઈ ન કહ્યું. વળી પરમાર્થનો વિષય કથંચિત વચનગોચર પણ નથી, તેથી વ્યવહાર નય જ આત્માને પ્રગટપણે કહે છે એમ જાણવું. ૧૦૭ અંતરના ભાવશ્રુતજ્ઞાન દ્વારા પોતાના આત્માને પ્રત્યક્ષ વેદે તેને લોકનો જાણનાર ઋષીશ્વરો શ્રુતકેવળી કહે છે. ૧૦૮ ભાઈ ! એકવાર તું સાંભળ. ભાવશ્રુતજ્ઞાન એટલે જેમાં રાગની કે નિમિત્તની અપેક્ષા નથી એવું જે સ્વન વેદનાનું અરૂપી નિર્વિકલ્પ જ્ઞાન તેના દ્વારા અખંડ એકરૂપ કેવળ શુદ્ધાત્માને અનુભવે - જાણે તેને ભાવશ્રુતકેવળી કહેવામાં આવે છે. ૧૦૯ અહાહા....! આ આત્મા અખંડ, એકરૂપ, શુદ્ધ, સામાન્ય, ધ્રુવ અનુભવગોચર વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેને સ્વસંવેદન જ્ઞાન દ્વારા જે પ્રત્યક્ષ જાણે - અનુભવે તે સમ્યગ્દષ્ટિ જીવ છે. તેને કેવળી ભગવાન અને ઋષીશ્વરો ભાવશ્રુતકેવળી કહે છે. આ મુદ્દાની રકમની વાત છે. અંદર આખું શાયકનું દળ જે અનંત અનંત બેહદ જ્ઞાન, આનંદ ઇત્યાદિ અનંત ગુણોથી ભરેલું અભેદ છે તેની સન્મુખ પોતાની જ્ઞાનપર્યાયને કરીને જ અનુભવગમ્ય નિજ સ્વરૂપને જાણે - અનુભવે છે તે ભાવશ્રુતકેવળી છે. ૧૧૦ જ્ઞાનની પર્યાયમાં પરશેયો ભલે જણાય, પણ એ જ્ઞાનપર્યાયનો સંબંધ કોની સાથે છે ? એ શેયનું જ્ઞાન છે કે જ્ઞાતાનું ? તો કહે છે કે સર્વ શ્રુતને જાણનારું જ્ઞાન જ્ઞાતાનું છે, આત્માનું છે. તે જ્ઞાનની પર્યાયને આત્મા સાથે તાદાત્મ્ય છે તે જ્ઞાન આત્માને બતાવે છે - તેથી ભેદરૂપ વ્યવહાર છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે તેથી સર્વ શ્રુતજ્ઞાનને જાણે તે વ્યવહાર શ્રુતકેવળી છે. ૧૧૧ ‘‘જે શ્રુતથી કેવળ શુદ્ધાત્માને જાણે છે તે શ્રુતકેવળી છે’’ એવા પરમાર્થનું પ્રતિપાદન કરવું અશક્ય છે. અનંત શક્તિનો પિંડ જ્ઞાનાનંદ સ્વરૂપ ભગવાન આત્મા અખંડ એકરૂપ પરમાર્થ વસ્તુ છે. તે અનુભવગમ્ય છે. તેનું કથન કરવું શી રીતે ? તેને ભાવશ્રુત જ્ઞાનથી પકડી એ પણ પરમાર્થ છે, સત્ય છે. એ તો નિશ્ચય સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન છે. પરંતુ એ પરમાર્થ અનુભવનું કથન કરવું કેવી રીતે ? એવા પરમાર્થનું કથન કરવું અશક્ય છે તેથી ‘“જે સર્વ શ્રુતજ્ઞાનને જાણે છે તે શ્રુતકેવળી છે’’ એવો ભેદરૂપ વ્યવહાર કરવામાં આવે છે અને તે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે માટે પોતાને દૃઢપણે સ્થાપિત કરે છે. ૧૧૨ આમ પરમાર્થને કહેનારો વ્યવહાર છે ખરો પણ વ્યવહાર અનુસરવા યોગ્ય નથી. ત્રિકાળી શાયક એકનું જ અનુસરણ કરવું તે પરમાર્થ છે. ૧૧૩ વ્યવહારનું લક્ષ છોડી દઈ ત્રિકાળી અખંડની દૃષ્ટિ કરવી તે પરમાર્થ છે, સત્ય છે. સર્વ શ્રુતજ્ઞાનને
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy