SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ આત્મતત્ત્વ છે. આત્મા જ્ઞાન-આનંદ સ્વરૂપી શુદ્ધ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક ભગવાન છે એવો નિર્ણય આત્માના વિષે થતાં તેની જાણકારી, શ્રદ્ધા અને અનુભવ થઈ જાય છે. બધા જ શાસ્ત્રો અને આગમનો સાર પણ એ જ છે કે ધુવ ચૈતન્ય સ્વરૂપ તરફ દષ્ટિ કરો, લક્ષ કરો, અનુભવ કરો. ૮. આત્મવસ્તુને યથાર્થ સમજવા માટે આત્માના પાંચ પ્રકારના ભાવો સમજવા આવશ્યક છે. ૧) ઔદયિક ભાવ ૩) ક્ષાયોપથમિક ભાવ ૫) પરમ પરિણામિક ભાવ. ૨) ઔપથમિક ભાવ ૪) ક્ષાયિક ભાવ ૯. ૧) ઔદયિક ભાવ: કર્મના ઉદયના નિમિત્તથી આત્મામાં જે વિકારી ભાવ થાય તેને ઔદયિક ભાવ કહેવામાં આવે છે. ૨-૩-૪) ઔપથમિક, #ાયોપથમિક અને ક્ષાયિક ભાવઃ જ્યારે જીવ રાગમિશ્રિત વિચાર દ્વારા તત્ત્વોનું યથાર્થ જ્ઞાન કરીને પછી ભેદો તરફનું લક્ષ ટાળી દઈ પોતાના ત્રિકાળ પારિણામિક ભાવનો – જ્ઞાયક ભાવનો યથાર્થ આશ્રય કરી નિજ અંતરતત્વમાં એકાગ્ર થાય છે ત્યારે સર્વ પ્રથમ શ્રદ્ધાગુણનો નિર્મળ ઔપથમિક ભાવ પ્રગટે છે. પછી ક્રમે ક્રમે ક્ષાયોપથમિક અને ક્ષાયિક ભાવ પ્રગટે છે. આ બધામાં કર્મોનું નિમિત્તપણું અવશ્ય હોય છે. ૫) પરમ પરિણામિક ભાવ આત્માનો ત્રિકાળી ધ્રુવ, એકરૂપ સહજ ભાવ તે પારિણામિક ભાવ છે. કર્મના ઉદય, ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષયથી સર્વથા નિરપેક્ષ, પરમ શુદ્ધ, ત્રિકાળી ધ્રુવ, સહજ સ્વભાવવાળો આત્મદ્રવ્યમાત્રરૂપ જે ભાવ છે તે પારિણામિક પરમ ભાવ છે. શુદ્ધ ચૈતન્ય ભાવ તે પારિણામિક ભાવ છે. આ ત્રિકાળ એકરૂપ નિરપેક્ષ પારિણામિક પરમ ભાવના આશ્રયથી જ સંસારી જીવોને શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. પ્રત્યેક જીવમાં આ પરમ પરિણામિક ભાવ સદાય વિદ્યમાન હોય જ છે. ૬) ત્રિકાળી ધ્રુવ એકરૂપ સ્વભાવ તે પારિણામિક પરમ ભાવ છે. આ પરિણામિક પરમ ભાવની અપેક્ષાએ જ સર્વ જીવોને સિદ્ધ સમાન કહ્યા છે. એટલે કે શુદ્ધદષ્ટિથી દ્રવ્યદૃષ્ટિથી બધા જ આત્મા સિદ્ધ સમાન છે. પર્યાય અપેક્ષાએ બધા જ આત્મા ભિન્ન ભિન્ન છે. ૭) આ પરિણામિક પરમ ભાવમાં ચાર ગતિમાંથી કોઈ ગતિનો ભાંગો આવતો નથી. તેમાં પાંચ ઇન્દ્રિયના ભેદરૂપ કોઈ ઇન્દ્રિય હોતી નથી. છ કાયમાંથી કોઈ પણ કાર્ય પારિણામિક પરમ ભાવમાં સમાવેશ પામતી નથી. મન-વચન-કાયાના ત્રણ યોગમાંથી કોઈ યોગ તેમાં નથી. સ્ત્રીવેદ આદિ ત્રણ વેદમાંથી કોઈ વેદ આ ભાવમાં નથી. કષાય-નોકષાયનો કોઈ ભાંગો આ પરમ ભાવમાં નથી. દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મ બધાથી રહિત છે. મતિ-શ્રુતજ્ઞાનાદિના ભેદો કે સામાયિકાદિના ચારિત્રના ભેદો આમાં નથી. એ પ્રમાણે આહાર, પરિગ્રહ, ભય, મૈથુન આદિ કોઈ સંજ્ઞા આ પરમ પારિણામિક ભાવમાં સમાવિષ્ટ નથી. તઉપરાંત ચૌદ ગુણસ્થાનનો કોઈ પણ ભાંગો પારિણામિક પરમભાવમાં સમાવિષ્ટ થતો નથી. આવું પારિણામિક ભાવનું સ્વરૂપ જાણવું.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy