SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ પહેલાં અવસ્થામાં જ્ઞાન ઓછું હતું અને પછી વાણી સાંભળી ત્યારે જ્ઞાન વધ્યું. તે જ્ઞાન વાણી સાંભળવાથી વધ્યું છે એમ નથી, પણ જ્ઞાનની અવસ્થા વધી ત્યાં સામાન્ય સ્વભાવી જ્ઞાન જ પોતાના પુરુષાર્થથી કષાય ઘટાડી વિશેષરૂપી થયું છે, એટલે પોતાના કારણે જ્ઞાન વધ્યું છે. આવી પ્રતીતિ થતાં સ્વતંત્ર જ્ઞાનસ્વભાવના જોરે પૂર્ણ જ્ઞાનનો પુરુષાર્થ જ કરવાનો રહ્યો. જ્ઞાનીઓને સ્વતંત્ર જ્ઞાનસ્વભાવની પ્રતીતિના જોરે વર્તમાન ઊણી દશામાં પણ કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. કેવળજ્ઞાન પ્રતીતિમાં આવી ગયું છે. અજ્ઞાનીને સ્વતંત્ર જ્ઞાનસ્વભાવની પ્રતીતિ નહિ હોવાથી પૂર્ણ અવસ્થા કેવી હોય તેનું જ્ઞાન થતું નથી અને પૂર્ણ શક્તિની પ્રતીતિ આવતી નથી. તેને અનેક પ્રકારના નિમિત્તો બદલાતા રહે છે અને નિમિત્તનું તેને અવલંબન છે એટલે નિમિત્તનું લક્ષ તેને રહ્યા કરે છે. પાણ સ્વતંત્ર જ્ઞાનના પ્રત્યક્ષપણાની શ્રદ્ધા બેસતી નથી. “મારું વર્તમાન જ્ઞાન મારાથી થાય છે, મારી શક્તિ પૂર્ણ છે અને એ પૂર્ણ શક્તિના આશ્રયે પુરુષાર્થથી પૂર્ણ જ્ઞાન પ્રગટે છે” એમ જ્ઞાનીને પ્રતીતિ છે. જે જ્ઞાનના અંશે જ્ઞાનસ્વભાવની પ્રતીતિ કરી તે જ્ઞાન કેવળજ્ઞાનને પ્રત્યક્ષ કરતું જ પ્રગટે છે તે વચલા ભેદને (મતિજ્ઞાન અને કેવળજ્ઞાન વચ્ચેના ભેદને) ઉડાડી દેતું, પૂર્ણ સાથે અભેદપણું કરતું પ્રગટે છે. વચમાં એકેય ભવ જ નથી. પણ અવતાર જ કોને છે? વર્તમાન કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે એવા જોરમાં વચ્ચે એકાદ ભવ છે તેનો આચાર્ય નકાર કર્યો છે. આચાર્યદવે અતૂટપણે કેવળજ્ઞાનની જ વાત કરી છે. આ વાત જેને બેસે તેને ભવ હોય જ નહિ. ૧૮ સમ્યગ્દર્શન માટે અરિહંત દેવને ઓળખો: “જે જાણતો અહંતને, ગુણ-દ્રવ્યને પર્યાયપણે; તે જીવ જાણતો આત્મને, તસુ મોહલય ખરે.” -પ્રવચનસાર ગાથા ૮૦. અન્વયાર્થઃ જે અહંતને દ્રવ્યપણે, ગુણપણે ને પર્યાયપણે જાણે છે તે પોતાના આત્માને જાણે છે અને તેનો મોહ અવશ્ય લય પામે છે. ભાવાર્થ : અહંત ભગવાન અને પોતાનો આત્મા નિશ્ચયથી સમાન છે. વળી અહંત ભગવાન મોહ, રાગ-દ્વેષ રહિત હોવાને લીધે તેમનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ છે. તેથી જો જીવ દ્રવ્ય-ગુણ-પર્યાયપણે તે અહંત ભગવાનના સ્વરૂપને મન વડે પ્રથમ સમજી લે તો ‘આ જે આત્મા, આત્મા એવો એકરૂપ (કથંચિત સદશ) ત્રિકાળી પ્રવાહ તે દ્રવ્ય છે, તેનું જે એકરૂપ રહેતું ચૈતન્યરૂપ વિશેષણ તે ગુણ છે અને પ્રવાહમાં જે ક્ષણવર્તી અતિરેકો તે પર્યાયો છે.’ એમ પોતાનો આત્મા પણ દ્રવ્ય-ગુણ-પર્યાયપણે તેને મન વડે ખ્યાલમાં આવે છે. એ રીતે ત્રિકાળીક નિજ આત્માને મન વડે ખ્યાલમાં લઈને પછી જેમ મોતીઓ અને ધોળાશને હારમાં જ અંતર્ગત કરીને કેવળ હારને જાણવામાં આવે છે તેમ આત્મ પર્યાયોને અને ચૈતન્ય ગુણને આત્મામાં જ અંતર્ગર્ભિત કરીને કેવળ આત્માને જાણતાં પરિણામીપરિણામ-પરિણતિના ભેદનો વિકલ્પ નાશ પામતો જતો હોવાથી જીવ નિષ્ક્રિય ચિન્માત્ર ભાવને પામે છે અને તેથી મોહ (દર્શનમોહ) નિરાશ્રય થયો થકો વિનાશ પામે છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy