________________
૫૦૮ થઈ જાય છે. તે અનુભૂતિ વેદનમાં આવે છે તેથી જાણી શકાય છે, વેદી શકાય છે પણ કહી શકાય નથી. આનંદથી - જ્ઞાનથી ભરેલો ચૈતન્ય ચમત્કારી દેવ પોતે બીરાજે છે તેની સ્વાનુભૂતિ થાય છે. જેવો સિદ્ધ ભગવાનનો આનંદ છે તેનો અંશ સ્વાનુભૂતિમાં આવે છે. તે વખતે અનુપમ ગુણનો ભંડાર, અનુપમ આનંદથી ભરેલો આત્મા અનુપમ આનંદનું વેદન કરે છે. વિભાવ દશામાં આનંદ નથી કેમ કે તેમાં જ્ઞાન આકુળતાવાળું છે. જ્યારે સ્વાનુભૂતિમાં નિરાકુળ સ્વરૂપ આત્મા અનુપમ આનંદથી ભરેલો એવા પોતાના આત્માનું વેદન કરે છે. પ્ર. ૨ સ્વાનુભૂતિના કાળે શું આત્માના દરેક પ્રદેશમાં આનંદનું વેદના થાય છે? ઉ. ૨ : હા, તે કાળે ભેદનું લક્ષ્ય છૂટીને આત્માના દરેક પ્રદેશે આનંદ પ્રગટે છે. તે આનંદ સિદ્ધ ભગવાનને પૂર્ણ પ્રગટ થયો છે; સમ્યગ્દષ્ટિને અંશે વેદાય છે; છતાં જાત સિદ્ધ ભગવાન જેવી જ છે. તે આનંદ ગુણ આત્માના અસંખ્ય પ્રદેશોમાં વ્યાપેલો છે. તેની અનુભૂતિ થતાં વિકલ્પ છૂટી જાય છે અને જગતથી ન્યારો કોઈ અનુપમ આનંદ થાય છે. તેને જગતની કોઈ ઉપમા લાગુ પડતી નથી. તે આનંદનો ઇન્દ્રની પદવીના, ચક્રવર્તીની પદવીના કે બીજા કોઈ આનંદની સાથે મેળ ખાતો નથી. તે બહારના આનંદતો લૌકિક રાગવાળા છે, જ્યારે આ વીતરાગી આનંદ તો જુદો જ છે, તેનો કોઈની સાથે મેળ નથી. તે આનંદ વચનાતીત છે.
જ્ઞાયકનો મહિમા આવે, તેમાં સર્વસ્વતા લાગે, તેની રૂચિ, શ્રદ્ધા થાય તો જીવ તે તરફ વળે છે, તે વિના વળી શકતો નથી. બહારમાં જ જે સર્વસ્વ માની લ્ય છે તેને આત્માની પ્રાપ્તિ (સમ્યગ્દર્શનસ્વાનુભૂતિ) થતી નથી.
અશુભથી બચવા શુભ ભાવ વચ્ચે આવે તેનાથી પુણ્ય બંધાય. પણ આત્મા તે બન્નેથી ન્યારો છે તેવી શ્રદ્ધા થવી જોઈએ; અને શ્રદ્ધા થાય તો તે તરફ વળે. આત્માને ઓળખ્યા વગર ભવનો અભાવ થતો નથી. પ્ર. ૩ઃ આત્માનો સ્વભાવ તો સ્વ-પરપ્રકાશક છે. તો સમ્યગ્દષ્ટિ જીવને સ્વાનુભૂતિના સમયે પર જણાય છે કે કેમ? (૬. ૩: સ્વાનુભૂતિના સમયે બહાર ઉપયોગ નથી એટલે પર-પરણેયો જણાતા નથી. પોતાનો (ઉપયોગ અંદર છે અને તેમાં અનંત ગુણોની પર્યાયો જણાય છે, માટે સ્વ-પરપ્રકાશકપણે ત્યાં પણ (ઊભું રહે છે, તેનો નાશ થતો નથી. સમ્યગ્દર્શન – સ્વાનુભૂતિની પર્યાય પ્રગટે છે તે કાળે પોતે આનંદગુણને વેદે છે, પોતાના અનંત ગુણ વેદનમાં આવે છે. માટે પોતે પોતાને જાણે છે અને પોતે બીજા ગુણ-પર્યાયોને પણ જાણે છે, અને તેથી સ્વ-પરપ્રકાશકપણું છે. સ્વાનુભૂતિના સમયે સ્વને એટલે કે જ્ઞાન પોતે પોતાને જાણે છે અને પર એટલે બહારના શેયને નથી જાણતું; પણ પોતે અંતરમાં જ્ઞાન-ય-જ્ઞાતા સ્વરૂપ એવા પોતાને અભેદપણે જાણે છે, પોતાની અનંત પર્યાયોને જાણે છે તે અનુભવના કાળે પરપ્રકાશકપણું છે. તે અનંત પર્યાયના નામ નથી આવડતાં પણ પોતાને