SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ વિભાગ ૧ : ૧. અંદરથી સત્નો હકાર : ૫૭૯ સ્વરૂપનું અનુસંધાન ૧. પરમ સત્ય સાંભળવા છતાં સમજાતું નથી તેનું કારણ ‘હું લાયક નથી, મને ન સમજાય' એવી દષ્ટિજ તેને સમજવામાં નાલાયક રાખે છે. જેને સત્ના એક શબ્દનો પણ અંતરથી પહેલે ધડાકે હકાર આવ્યો તે ભવિષ્યમાં મુક્તિનું કારણ છે. ૨. અંતરવસ્તુના ભાન વગર બહારમાં ત્યાગી થઈને અનંતવાર સૂકાઈ ગયો તો પણ અંતરથી સત્તા હકાર વગર ધર્મ સમજ્યો નહિ. Y ૩. જ્યારે જ્ઞાનીઓ કહે છે ‘સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સ્વભાવથી તો તું સિદ્ધ જેવો પૂર્ણ જ છો. ભૂલ તો વર્તમાન એક સમય પૂરતી જ છે અને તે દ્રવ્યસ્વભાવના આશ્રયે ટળી શકે છે. તું સમજીશ માટે કહીએ છીએ.' જ્ઞાનીઓએ કહેલા સત્નો નકાર કરીને સાંભળે છે તેથી જ તેને સમજાતું નથી. ૪. ભૂલ સ્વભાવમાં નથી. માત્ર એક સમય પૂરતી પર્યાયમાં છે. તે ભૂલ બીજે સમયે રહેતી નથી, જો પોતે બીજા સમયે નવી કરે તો થાય છે. પહેલા સમયની ભૂલ તો બીજા સમયે નાશ પામી જાય છે. ૫. ‘એક દ્રવ્યની પર્યાય બીજું દ્રવ્ય ઉત્પન્ન કરી શકે નહિ.’ એવું જૈન ધર્મનું ત્રિકાળ કથન છે, તે નહિ માનતા ‘મારાથી પરની અવસ્થા થાય છે’ એમ માને છે તે અજ્ઞાન છે. ૬. વિકાર પરથી નથી કે પરમાં નથી પણ પોતાની એક સમયની માન્યતામાં છે. બીજે સમયે વિકાર નવો કરે તો થાય છે. પરવસ્તુના ત્યાગનો તો પ્રશ્ન જ નથી. રાગનો ત્યાગ તો નાસ્તિથી છે, અસ્તિ સ્વરૂપના ભાન વિના રાગની નાસ્તિ કરશે કોણ ? આત્મામાં ‘પર’ કાંઇ ગરી ગયા નથી તો ત્યાગ કોનો ? મફતનું ખોટું માની રાખ્યું છે તે માન્યતા જ છોડવાની છે. ૭. સમયસારની પહેલી ગાથામાં ‘હું અને તું સિદ્ધ છીએ’ એમ આચાર્યદેવે સ્થાપ્યું છે. જો તે સાંભળતા પહેલે ધડાકે ‘હા’ આવી તો તે લાયક છે, એની અલ્પકાળમાં મુક્તિ છે અને જો એમાં વચ્ચે નકાર આવ્યો તે તે જીવે સમજવાની આડ નાખી છે. પોતાના જ સ્વભાવનો વિરોધ કર્યો છે. ૮. સાચી સમજણ માટે પહેલે ધડાકે સત્નો હકાર આવવો જોઈએ. ૯. સત્ના વિરોધનું ફળ નિગોદ છે, જે અનંત દુઃખમય છે, અને એક વાર પણ સતનો અંદરથી (અંતરથી) હકાર આવ્યો તો તેની મુક્તિ જ છે. ૧૦. સત્ ફરે તેમ નથી. સત સમજવા માટે તારે ફરવું પડશે. સિદ્ધ થવા માટે સિદ્ધસ્વરૂપનો હકાર લાવો.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy