________________
પ૮૦ ૨. પ્રભુ! તારી પ્રભુતા ! ૧. હે જીવ! હે પ્રભુ! તું કોણ છે તેનો કદી વિચાર કર્યો છે? કયું તારું રહેઠાણ અને કયું તારું કાર્ય તેની
તને ખબર છે? પ્રભુ! વિચાર તો ખરો કે તું ક્યાં છે અને આ બધું શું છે? ૨. શુદ્ધાત્મ મારું નામ....! જાણવું મારું કામ...! મુક્તિપુરી મારું ધામ......! ૩. આ ત્રણ વાતોનો વિચાર કર....!
૧) સ્વભાવનું સામર્થ ૨) સંયોગોની ક્ષણભંગુરતા ૩) વિભાવની વિપરીતતા. ૪. પ્રભુ! તું સિદ્ધ છે, સ્વતંત્ર છે, પરિપૂર્ણ છે, વીતરાગ છે. પણ તને તારા સ્વભાવની ખબર નથી
તેથી તને શાંતિ નથી. ભાઈ! ખરેખર તું ઘર ભૂલ્યો છે - ભૂલો પડ્યો છે, પારકા ઘરને તારું રહેઠાણ
માની બેઠો; પણ બાપુ! એમ અશાંતિના અંત નહિ આવે. ૫. ભગવાન શાંતિ તો તારા સ્વઘરમાં જ ભરી છે. ભાઈ! એક વાર આ બધાય સંયોગોનું લક્ષ છોડીને,
તારી વર્તમાન એક સમયની પર્યાયનું પણ લક્ષ છોડીને, તારા સ્વઘરમાં તો જો! તું પ્રભુ છો! તું સિદ્ધ છો! પ્રભુ! તું તારા સ્વઘરને જો, પરમાં ન જો. પરમાં લક્ષ કરી કરીને તું રાગ-દ્વેષના પરિણામ થકી તું અનાદિથી ચાર ગતિ ને ચોરાશી લાખ યોનિમાં ભ્રમણ કરી રહ્યો છે.
હવે તારા અંતરસ્વરૂપ તરફ નજરતો કર! એકવાર તો અંદર જો! અંદર પરમ આનંદના અનંત ખજાના ભર્યા છે, તેને સંભાળ તો ખરો ! એક વાર અંદર ડોકિયું કર તો તને તારા સ્વભાવના કોઈ
અપૂર્વ પરમ સહજ સુખનો અનુભવ થશે. ૬. અનંત જ્ઞાનીઓ કહે છે કે તું પ્રભુ છે. પ્રભુ! તારા પ્રભુત્વની એક વાર તો હા પાડ! ૭. હે ભવ્ય ! તું તત્ત્વનો કૌતુહલી થઈ આત્માનો અનુભવ કર. હે ભાઈ! તું કોઈ પણ રીતે મહા કષ્ટ
અથવા મરીને પણ તત્ત્વનો કૌતુહલી થઈ આ શરીરાદિ મૂર્ત દ્રવ્યનો અને રાગાદિ વિકારી ભાવોનો એક મુહૂર્ત (બે ઘડી) પડોશી થઈ આત્માનો અનુભવ કર. જેથી પોતાના આત્માને વિલાસરૂપ, સર્વ
પદ્રવ્યોથી જુદો દેખી આ શરીરાદિ મૂર્તિક પુદ્ગલ દ્રવ્ય સાથે એકપણાના મોહને તું તરત જ છોડશે. ૮. સત્સમાગમે આત્માની પિછાણ કરી આત્માનુભવ કર. એક સમય પણ અનુભવની દશા મિથ્યાત્વનો
નાશ કરી સમ્યગ્દર્શન પ્રગટ કરવું તો સુગમ જ છે. ૯. આત્માનુભવનું એવું માહાત્ય છે કે ગમે તેવા ઉપસર્ગ અને પરિષહ આવે પણ ડગે નહિ ને જો બે
ઘડી સ્વરૂપમાં લીન થાય તો પૂર્ણ કેવળજ્ઞાન પ્રગટ કરે !' ૧૦. જીવનમુક્ત દશા અથવા મોક્ષદશા પ્રાપ્ત થતાં અનંત અક્ષય સુખ ભોગવવાનું સામર્થ્ય પ્રગટ થાય છે
અને આ જ એક કરવા જેવું છે. આ મનુષ્ય ભવ સફળ કરવા પ્રભુ ! તારી પ્રભુતાનો સ્વીકાર કર!