SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯ ૨. સર્વ પ્રકારોની અભિલાષાની નિવૃત્તિ કર્યા કરો. ૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અકો. ૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીના પ્રાણીઓની અનુકંપા કર્યા કરો. ૫. કોઈ એક પુરુષ શોધો અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખો. આ પાંચેયનો અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમામાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનો. ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. સપુરુષના એક એક વાક્યમાં, એકએક શબ્દમાં અનંત આગમ રહ્યા છે, એ વાત કેમ હશે ? નીચેના વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને અસંખ્ય સપુરુષની સંમતિથી મંગલરૂપ માન્યા છે, મોકાના સર્વોત્તમ કારણરૂપ માન્યા છે. ૧) માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું. ૨) કોઈ પણ પ્રકારે પુરુષની શોધ કરવી; શોધ કરીને તેના પ્રત્યેની તન, મન, વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકાથી આરાધન કરવું, અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. ૩) અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે માત્ર સત્ મળ્યું નથી, સત્ સાંભળ્યું નથી, સત્ શ્રદ્ધયું નથી અને એ સત્ મળે, સાંભળ્યું અને એ શ્રદ્ધયે જ છૂટવાની વાતનો આત્માથી ભણકાર થશે. ૪) મોક્ષનો માર્ગ બહાર નથી પણ આત્મામાં છે, માર્ગનો પામેલો માર્ગ પમાડશે. ૫) બે અક્ષરમાં માર્ગ રહ્યો છે અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો. ૬) ગમે તે ક્રિયા, જપ, તપ કે શાસ્ત્રવાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સત્ના ચરણમાં રહેવું, અને એક જ લક્ષ પર પ્રવૃત્તિ કરવાથી જીવને પોતાનું શું કરવું યોગ્ય છે અને શું કરવું અયોગ્ય છે તે સમજાય છે, સમજાતું જાય છે. ૭) એ સનું લક્ષ આગળ થયા વિના જપ, તપ, દાન કે ધ્યાન કોઈ પણ યથાયોગ્ય સિદ્ધિ નથી. ૮) ગમે તે પ્રકારે પણ એ લોકલજ્જારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. તેની ચિંતા” વડે પરમાર્થનું વિસ્મરણ હોય છે. લજ્જા અને આજીવિકા મિથ્યા છે, કુટુંબાદિનું મમત્વ રાખશો તો પણ જે થવા યોગ્ય હશે તે થશે. માટે નિઃશંકપણે નિરાભિમાની થવું યોગ્ય છે. ૯) સમ્યક પ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મુક્તિપણું છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy