SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ આવા અનેક પ્રશ્નોનો વિવેકપૂર્વક શાંત ભાવે વિચાર કરતાં, એ બાબત વસ્તુસ્વરૂપના વ્યવસ્થિત અભ્યાસથી શરૂઆત કરતાં, તેનું ચિંતન, મનન કરતાં, ઊંડાણમાંથી સમાધાન પ્રાપ્ત થતાં જીવ યથાર્થ ભૂમિકા પર આવે છે. જિજ્ઞાસુ જીવને પાત્રતા થતાં સ્વરૂપ સંબંધી રુચિ ઉત્પન્ન થાય છે અને એને સ્વરૂપનો પ્રકાશ દેખાવા માંડે છે. જેમ જેમ સમજણ વધતી જાય છે, તેમ તેમ ભ્રાંતિ દૂર થતી જાય છે. મિથ્યાત્વના ગઢ તૂટતા જાય છે. એ પ્રકાશની સાથે જ અંધકાર વિલીન થતો જાય છે. “ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર; અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહિ વાર.” બોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગૃત થતાં સમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.” શ્રીમદ્ રાજચંદ્રનો આ બોધ કેટલો માર્મિક છે ! આમજ્ઞાન, સમ્યક્ દષ્ટિ થતાં જ બધું બદલાઈ જાય છે. બધા જ ભ્રમો, માન્યતાઓ, પૂર્વગ્રહો, અજ્ઞાનના વાદળા જેવો જ્ઞાનપ્રકાશ થાય છે તેવા વિલીન થતાં વાર લાગતી નથી. સમ્યગ્દર્શનથી હિતઅહિતના વિવેકનો અભ્યદય થાય છે. જીવને, આત્માને પોતાનું યથાર્થ સ્વરૂપ સમજાવવા માંડે છે. દુઃખનો ભ્રમ ટળી જાય છે. સુખની અનુભૂતિ થવા લાગે છે. સમ્યગ્દર્શનથી જ આ ભ્રમોની મુક્તિ મળે છે. આત્મભ્રાંતિ સમ રોગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર-ધ્યાન.” ભ્રમોથી મુક્તિનો એક જ ઉપાય છે - સમ્યગ્દર્શન! પુનિત - સમ્યગ્દર્શન : ૧. “આ ત્મા છે, પરથી જુદો છે, પુણ્ય-પાપ રહિત જ્ઞાતા છે.' આટલું માત્ર જાણવાથી સમ્યગ્દષ્ટિપણું થઈ શકતું નથી. જાણપણું તે તો જ્ઞાનના ઉઘાડનું કાર્ય છે. હું આત્મા છું અને પરથી જુદો છું એટલું માત્ર માનવું યથાર્થ નથી. કેમ કે આત્મામાં માત્ર અસ્તિત્ત્વપણું જ નથી અને માત્ર જ્ઞાનપણું જ નથી. પરંતુ આત્મામાં જ્ઞાન, દર્શન, વીર્ય, શ્રદ્ધા, સુખ વગેરે અનંત ગુણો છે. તે અનંતાગણો સ્વરૂપ આ માના સ્વાનુભવ વડે જ્યાં સુધી આત્મસંતોષ ન થાય ત્યાં સુધી સમ્યગ્દષ્ટિપણું નથી. ૨. “નવ તત્ત્વોનું જ્ઞાન” એનું પણ પ્રયોજન તો ભગવાન આત્માને જુદો તારવી સ્વાનુભવ જ છે. વિકલ્પ વડે જ્ઞાનમાં જે જાણ્યું તેટલાં જાણપણામાં જ સંતોષ માની પોતાને સમ્યગ્દષ્ટિ માનવું એ માન્યતામાં આખા પરમ આત્મસ્વભાવનો અનાદર છે. સમ્યગ્દર્શન અભૂતપૂર્વ ચીજ છે. તે માત્ર વિકલ્પ વડે પ્રાપ્ત થઈ જાય એવું મફતીયું નથી. પવિત્ર સ્વભાવની સાથે પૂરેપૂરો સંબંધ ધરાવનારું સમયગ્દર્શન વિકલ્પોથી પેલે પાર સહજ સ્વભાવના પ્રત્યક્ષપણા વડે પ્રાપ્ત થાય છે. જ્ઞાન-ચારિત્રતપ ત્રણેને ઉજ્જવળ કરનાર એવી એ સમ્યક શ્રદ્ધા એ પ્રધાન આરાધના છે. સમ્યકત્વનો કોઈ અકથ્ય અને અપૂર્વમહિમા છે. નિશ્ચય સમ્યગ્દર્શન થયાં પહેલાં સંતોષ માની લેવો અને તે આરાધનાને પડતી મૂકી દેવી એમાં પોતાના આત્મસ્વભાવનો અને કલ્યાણમૂર્તિ શ્રી સમ્યગ્દર્શનનો મહા અપરાધ, અવિનય અને અભક્તિ છે કે જેનું મહા દુઃખદાયી ફળ વર્ણવી શકાય એમ નથી.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy