SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ ૧૭ અનુભવ સ્વરૂપ આત્માની સ્વભાવ શક્તિઓઃ ૧. અનુભવ સ્વરૂપ જ્ઞાનચેતના, ઇન્દ્રિયો સાથે સંબંધ વગરની હોવાથી પરમ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ હોવા છત સત્તારૂપ છે અને સ્વસંવેદનગમ્ય છે. ૨. બધ પરભાવોથી ભિન્ન અલિપ્ત રહેવારૂપ અને પોતાના અનંત સ્વભાવોને એક સાથે ધારણ કરવારૂપ મહાન વીર્ય-સામર્થ્ય તે ચેતનામાં છે. ૩. આત્માના બધા સ્વધર્મોનો તેણે પોતામાં ધારણ કર્યા હોવાથી પોતે જ વરૂપ છે. ૪. અનંત સ્વગુણમાં વ્યાપીને શોભતી તેની સ્વાધીન પ્રભુતા કોઈ અચિંત્ય છે. ૫. એ અનુભવરૂપ પરિણમતો આત્મા પોતે જ પોતાના કારણ-કાર્યરૂપ છે. બીજું કોઈ કાર્ય હવે તેણે કરવાનું નથી. આત્મા કૃતકૃત્યપણે નિશ્ચિત શોભે છે. ૬. આમા પોતે સ્વાધીનપણે એક ભાવનો અભાવ' કરીને બીજા ભાવરૂપ થાય છે. આવું પરિણમન હોવા છતાં પહેલાં જેવો ભાવરૂપ હતો તેવા ભાવરૂપપણે રહ્યા કરે છે. આવી ત્રિવિધ આત્મશક્તિ છે. (ઉત્પાદ-વ્યય-ધ્રુવતા) ૭. સંપ્રદાનશક્તિ વડે આત્મા પોતાની પરિણતિને પોતાના સ્વરૂપમાં જ સમર્પણ કરે છે. ૮. અધિકરણ સ્વભાવને લીધે આત્મા પોતાના ક્રમ-અક્રમરૂપ સમસ્ત ગુણ-પર્યાય ભાવોનો આધાર એક સાથે થાય છે. એક સાથે ઘણા ગુણ-પર્યાયોને ધારણ કરવા છતાં એક અખંડ રહે છે. ૯. વળી, અનેકપણું પણ આત્માનો સ્વભાવ છે, તેથી અનેક ગુણ-પર્યાયરૂપ તે પોતે જ છે. ૧૦. આમ જ્ઞાની અનંત વિશેષણો સહિત પૂર્ણ વસ્તુનો પોતામાં અનુભવ કરે છે. અનંત ભાવસંપન્ન ગંભીરતા તો સ્વાનુભવમાં છે. તેમાં અપાર તૃપ્તિ છે, મહાન શાંતિ છે. ૧૧. જ્ઞાનમાં પોતાની આત્મવસ્તુનો મહાન રસ ભાવો એ જ અનુભવની રીત છે. મારો આત્મરસ અત્યંત મીઠો છે. ૧૨. સ્વમંય વસ્તુ પોતે પોતાના સ્વભાવમાં સુંદર છે, શોભે છે, શુદ્ધ છે. આવા ભેદજ્ઞાનમાં સ્વતત્ત્વની સુંદરતાનો અનુભવ થાય છે. તે જ સમ્યગ્દર્શન છે - તે જ માર્ગ છે. ૧૮ નિજ વૈભવના અવલોકનથી પરમેશ્વર થવાની ભાવના: ૧. સ્વપદને ઓળખી તેમાં રહેવું તે મુશ્કેલ નથી, સુગમ છે; પોતાનું જ સ્વરૂપ હોવાથી તે સહજ છે. શરીરાદિ પરપદ અચેતન જડ, તે રૂપે હું છું – એમ પરપદરૂપે પોતાને માની માનીને અનંત કાળથી થાક્યો, છતાં તે પરસ્પરૂપે થયો નહિ, ચેતનરૂપ જ રહ્યો. માટે પરપદ મુશ્કેલ છે, કોઈ રીતે પોતાનું થતું નથી. ૨. પરભાવો હું નથી, પણ તેમાં સર્વત્ર જે ચેતનભાવ વસી રહ્યો છે તે મારું નિજસ્વરૂપ છે. ચેતનભાવ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy