SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૩ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એ છ કારકો છે. કર્તા : જે સ્વતંત્રપણે (સ્વાધીનપણે) કાર્ય કરે તે કર્તા. કર્મ : કર્તા જેને પહોંચે - પ્રાપ્ત કરે તે કર્મ. કરણ ઃ સાધકતમ્ અર્થાત્ ઉત્કૃષ્ટ સાધન તે કરણ. સંપ્રદાન : કર્મ જેને દેવામાં આવે અથવા જેને માટે કરવામાં આવે તે. અપાદાન ઃ જેનાથી કર્મ કરવામાં આવે એવી ધ્રુવ વસ્તુ તે અપાદાન. અધિકરણ : જેમાં અર્થાત્ જેના આધારે કર્મ કરવામાં આવે તે અધિકરણ. નિશ્ચયથી છ યે કારકો એક જ દ્રવ્યમાં છે. પરમાર્થે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સહાય નહિ કરી શકતું હોવાથી અને દ્રવ્ય પોતે જ(કર્તા), પોતાને(કર્મ), પોતાનાથી(કરણ), પોતાના માટે( સંપ્રદાન), પોતાનામાંથી (અપાદાન), પોતાનામાં(અધિકરણ)કરતું હોવાથી આ નિશ્ચય છ કારકો જ પરમ સત્ય છે. શુદ્ધોપયોગમાં લીન આત્મા પોતે જ છ કારક થઈને સમ્યગ્દર્શન - કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. ૧) કર્તા : આત્મા પોતે અનંત શક્તિશાળી જ્ઞાયક સ્વભાવ વડે સ્વતંત્ર હોવાથી પોતે જ કર્તા છે. ૨) કર્મ ઃ પોતે અનંત શક્તિવાળા કેવળજ્ઞાનને પ્રાપ્ત કરતો હોવાથી કેવળજ્ઞાન કર્મ છે અથવા કેવળજ્ઞાનથી પોતે અભિન્ન હોવાથી આત્મા પોતે જ કર્મ છે. ૩) કરણ ઃ પોતાના અનંત શક્તિવાળા પરિણમન સ્વભાવરૂપ ઉત્કૃષ્ટ સાધન વડે કેવળજ્ઞાન કરતો હોવાથી આત્મા પોતે જ કરણ છે. ૪) સંપ્રદાન : પોતાને જ કેવળજ્ઞાન દેતો હોવાથી આત્મા પોતે જ સંપ્રદાન છે. 4. ૫) અપાદાન : પોતાનામાંથી મતિ-શ્રુતાદિ અપૂર્ણ જ્ઞાન દૂર કરીને કેવળજ્ઞાન કરતો હોવાથી અને પોતે જ સહજ જ્ઞાન સ્વભાવ વડે ધ્રુવ રહેતો હોવાથી પોતે જ અપાદાન છે. ૬. અધિકરણઃ પોતાનામાં જ અર્થાત્ પોતાના જ આધારે કેવળજ્ઞાન કરતો હોવાથી પોતે જ અધિકરણ છે. આ રીતે પોતે જ સ્વયં છ કારકરૂપ થતો હોવાથી ‘સ્વયંભૂ’ કહેવાય છે. પોતાની મેળે પોતે પ્રગટ થાય તે ‘સ્વયંભૂ’ કહેવાય છે. સર્વ દ્રવ્યના પ્રત્યેક પર્યાયમાં આ છ કારકો એક સાથે વર્તે છે, તેથી આત્મા અને પુદ્ગલ શુદ્ધદશામાં કે અશુદ્ધ દશામાં સ્વયં છ યે કારકરૂપ પરિણમન કરે છે અને બીજા કારકોની (અર્થાત્ નિમિત્ત કારણોની) અપેક્ષા રાખતા નથી. આ છ યે કારક તે દ્રવ્યમાં રહેલા સામાન્ય અને અનુજીવી ગુણો છે. દરેક સમયે તેના છ પર્યાયો નવા નવા થયા કરે છે. આવું નિશ્ચય વસ્તુસ્વરૂપ સમજવું. નિશ્ચયથી કોઈ દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે કારકપણાનો સંબંધ છે જ નહિ. આ છ નિશ્ચય કારકો પરમ સત્ય છે. σε
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy