SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સામાન્ય પ્રશ્નો : પ્ર. ૧: આટલા બધા શસ્ત્રો છે તેમાં સમ્યગ્દર્શન માટે વિશેષ નિમિત્તભૂત કયું શાસ્ત્ર છે ? ઉ. ૧: પોતે જ્યારે સ્વભાવને જોવામાં ઉગ્ર પુરુષાર્થ કરે ત્યારે તે વખતે જે શાસ્ત્ર નિમિત્ત હોય તેને નિમિત્ત કહેવાય. દ્રવ્યાનુયોગ હોય, કરણાનુયોગ હોય, ચરણાનુયોગનું શાસ્ત્ર હોય તે પણ નિમિત્ત કહેવાય. પ્રથમાનુયોગને પણ બોધ સમાધિનું નિમિત્તે કહ્યું છે. પ્ર. ૨ ઃ જિનબિંબથી નિસ્બત અને નિકાચિત કર્મ નાશ થાય છે અને સમ્યગ્દર્શન પામે છે તેમ ધવલમાં આવે છે તો પરદ્રવ્યના લક્ષે સમ્યગ્દર્શન થાય છે? ઉ.૨ : ધવલમાં પાઠ આવે છે એનો અર્થ એ છે કે જિનબિંબ સ્વરૂપ નિજ અંતર આત્મા અક્રિય ચૈતન્યબિંબ છે તેના ઉપર લક્ષ અને દષ્ટિ જાય છે ત્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, અને નિદ્ધત અને નિકાચિત કર્મ ટળે છે ત્યારે જિનબિંબના દર્શનથી સમ્યગ્દર્શન થયું ને કર્મ ટળ્યા એમ ઉપચારથી કથન આવે છે. કેમ કે પહેલા જિનબિંબ ઉપર લક્ષ હતું તેથી તેના ઉપર ઉપચારનો આરોપ કરાય છે. સમ્યગ્દર્શન સ્વલક્ષે જ થાય પરના લક્ષે ત્રણ કાળમાં ન થાય એવી વસ્તુસ્થિતિ છે. પ્ર. ૩સમ્યગ્દષ્ટિને અશુભમાં આયુષ્ય બંધાય? ઉ. ૩: સમગ્દષ્ટિને ચોથે પાંચમે વેપાર-વિષય આદિનો અશુભ રાગ પણ હોય છે છતાં સમ્યગ્દર્શનનું એવું માહાત્મ છે કે તેને અશુભ ભાવ વખતે આયુષ્ય બંધાય નહિ. શુભ ભાવમાં જ આયુષ્ય બંધાય છે. સમ્યગ્દર્શનનો એવો પ્રભાવ છે કે તેને ભવ વધે તો નહિ પણ હલકો ભાવ પણ હોય નહિ, સ્વર્ગ આદિનો ઉચો ભાવ જ હોય. પ્ર. ૪: શુદ્ધાત્માની રુચિરૂપ સમ્યગ્દર્શનને નિશ્ચય સમ્યગ્દર્શન કર્યું છે તે નિશ્ચય સમ્યગ્દર્શનને સરાગ સમ્યકત્વ અને વીતરાગ સમ્યકત્વ એવા બે ભેદરૂપ કેમ કહેવામાં આવે છે? ઉ. ૪: નિશ્ચય સમ્યગ્દર્શનની સાથે વર્તતા રાગને બતાવવા માટે નિશ્ચય સમ્યકત્વને સરાગ સમ્યકત્વ કહેવામાં આવે છે. ત્યાં સમ્યગ્દર્શનનો તો નિશ્ચય છે પણ સાથે વર્તતો શુભ રાગનો વ્યવહાર છે તેનો સંબંધ બતાવવા સરાગ સમ્યગ્દર્શન કહેવામાં આવે છે. ગૃહસ્થાશ્રમમાં રહેલાં તીર્થંકર, ભરત, સગરચકિ, રામ, પાંડવ આદિને સમ્યગ્દર્શન તો નિશ્ચય હતું છતાં તેની સાથે વર્તતા શુભ રાગોનો સંબંધ બતાવવા તેમને સરાગ સમ્યગ્દષ્ટિ કહેવામાં આવે છે. અહીં વીતરાગતાનું વજન દેવું છે તેથી નિશ્ચય સમ્યકત્વ હોવા છતાં સરાગ સમ્યકત્વ કહ્યું છે અને તેને વીતરાગ સમ્યકત્વનું પરંપરા સાધક કહ્યું છે. શુદ્ધાત્માની રુચિરૂપ નિશ્ચય સમ્યગ્દર્શનમાં સરાગ વીતરાગતાના ભેદનથી. છે તો વીતરાગ સમ્યગ્દર્શન પણ જ્યાં સ્થિરતાની મુખ્યતાનું કથન ચાલતું હોય ત્યાં સમ્યકત્વી સાથે વર્તતા રાગનો સંબંધ ગણીને તેને વ્યવહાર સમ્યકત્વ કહ્યું છે, અને રાગ રહિત સંયમવાળાને વીતરાગ સમ્યકત્વ કહ્યું છે. જેવો વીતરાગ સ્વભાવ છે તેવું પર્યાયમાં વીતરાગી પરિણમન થયું છે તેથી તેને વીતરાગી સમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy