________________
૪૬૮
૨. આત્મદેવ સુંદર છે, સુંદર ને વળી સુખી છે; મિત્રો માની લેજો સર્વે, કેવળીની વાત છે.
આ કેવળીના કહેણ છે, મીઠી અમૃત વહેણ; સ્વીકારી તું આજ લેજે, તો મુક્તિ તારી કાલ છે. ૩. ‘આત્મા’ ત્રિકાળી જેનું સ્વરૂપ છે, તેવું અનુભવમાં લેવું, તેનું નામ આત્મભાવના છે. એ મોક્ષનો માર્ગ છે અને જન્મ-મરણના અંતનો આ ઉપાય છે.
૪. બધાય જીવ ભગવંત સ્વરૂપ છે, બધાય જીવ પરમાત્મા સ્વરૂપે છે. આવા આત્માને અનુભવવો એનું નાન સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. અને એમાં ઠરવું, સ્થિરતા કરવી એનું નામ સમ્યક્ચારિત્ર છે. ૧૧ આત્મભાવના (સર્વાંગ) :
હું એક છું, અભેદ છું, અસંગ છું, નિર્વિકલ્પ છું, ચૈતન્યમાત્ર, એકાંત શુદ્ધ નિર્મમત છું. હું સહજ શુદ્ધ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવો પરિપૂર્ણ છું. હું ઉદાસીન છું, જ્ઞાતા-દષ્ટા છું. હું સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું.
હું નિજ નિરંજન શુદ્ધાત્માના સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનથી ઉત્પન્ન થતાં વીતરાગ-સહજાનંદ સુખની અનુભૂતિમાત્ર છું. હું સ્વસંવેદન જ્ઞાન વડે સ્વસંવેદ્ય છું, જાણવા યોગ્ય છું, પ્રાપ્ત થવા યોગ્ય છું.
હું અબદ્ધ-સ્પષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત છું. હું જન્મ-જરા-મરણ રહિત છું. હું દેહાદિ રહિત છું. હું પરભાવથી મુક્ત છું, સ્વભાવમાં રહેલો છું. હું અનુભવસ્વરૂપ, શુદ્ધ ચૈતન્યમાત્ર, પરમ સમાધિમય, પરમ શાંતરસમય અને નિજ ઉપયોગમય છું.
હું રાગ-દ્વેષ-મોહ, ક્રોધ-માન-માયા-લોભ, પાંચ ઇન્દ્રિયોના વિષય વ્યાપાર, મન-વચન-કાયનો વ્યાપાર, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મ, ખ્યાતિ-પૂજા-લાભની તેમજ ભોગોની આકાંક્ષારૂપ નિદાન-માયામિથ્યાત્વ એ ત્રણ શલ્યો ઇત્યાદિ સર્વ વિભાવ પરિણામોથી શૂન્ય છું. ત્રણે કાળે શુદ્ધ નિશ્ચય નયથી હું આવો છું.
નિરંતર માવવા યોગ્ય આ આત્માભાવના છે.
૧૨ આત્મભાવના (ભાવાર્થ સહિત) :
હું સહ૰ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધાત્માના સમ્યક્ શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગી સહજાનંદરૂપ સુખાનુભૂતિમાત્ર લક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે સંવેદ્ય, ગમ્ય, પ્રાપ્ય, ભરિતાવસ્થ છું.
રાગ-દ્વેષ-મોહ, ક્રોધ-માન-માયા-લોભ, પંચેન્દ્રિય વિષય વ્યાપાર, મન-વચન-કાયાના વ્યાપાર, ભાવકમ-દ્રવ્યકર્મ-નોકર્મ, ખ્યાતિ-પૂજા-લાભ, દૃષ્ટ-શ્રુત-અનુભત, ભોગ આકાંક્ષારૂપ નિદાન-માયામિથ્યા ત્રણ શલ્ય આદિ સર્વ વિભાવ પરિણામ રહિત છું, શૂન્ય છું.
શુદ્ધ નિશ્ચય નયે હું આવો છું. તથા ત્રણે લોક અને ત્રણે કાળે બધાય જીવો આવા છે. એમ મનવચન-કાયાથી અને કૃત-કારિત-અનુમોદનાથી નિરંતર ભાવના કર્તવ્ય છે.