________________
૪૬૭
૯. મંત્ર સ્વરૂપે વચનો (આત્મસ્વરૂ૫) ૧. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી
હું આત્મા છું. ૨. સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું, એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, પરમોત્કૃષ્ટ, અચિંત્ય, સુખસ્વરૂપ,
માત્ર એકાંત શુદ્ધ અનુભવરૂપ હું છું. ૩. હું માત્ર નિર્વિકલ્પ શુદ્ધ, શુદ્ધ પ્રકૃષ્ટ, શુદ્ધ પરમશાંત ચૈતન્ય છું. ૪. હું માત્ર નિર્વિકલ્પ છું. ૫. હું નિજ સ્વરૂપમય ઉપયોગ કરું છું, તન્મય થાઉં છું. ૬. હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું, વચનાતીત, નિર્વિકલ્પ એકાંત શુદ્ધ અનુભવ સ્વરૂપ છું. ૭. હું પરમ શુદ્ધ, અખંડ ચિધાતુ છું. ૮. હું કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ સહજ નિજ અનુભવ સ્વરૂપ છું. ૯. હું એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું. ૧૦. અજન્મ, અજર, અમર શાશ્વત છું. ૧૧. અસંખ્ય પ્રદેશાત્મક નિજ અવગાહન પ્રમાણ છું. ૧૨. સ્વપર્યાય પરિણામી સમયાત્મક છું. ૧૩. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દષ્ટા છું. ૧૪. હું સચ્ચિદાનંદ પરમાત્મા છું. ૧૫. શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યઘન, સ્વયજ્યોતિ સુખધામ. ૧૬. અનંત દર્શન-જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૭. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ.
૧૮. હું પરમ પરિણામિકભાવ છું. ૧૦ વિશેષ ચિંતવન (આત્મસ્વરૂપ). ૧. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવાની ચાહના જાગી હોય તેવો જીવ ચૈતન્યને પકડવા માટે એકાંતમાં
અંતમંથન કરે છે કે અહો! ચૈતન્ય વસ્તુનો મહિમા કોઈ અપૂર્વ છે; એની નિર્વિકલ્પ પ્રતીતિને કોઈ રાગનું કે નિમિત્તનું અવલંબન નથી; શુભ ભાવો અનંત વાર કર્યા છતાં ચૈતન્ય વસ્તુ લક્ષમાં ન આવી, તો તે રાગથી પર ચૈતન્ય વસ્તુ કોઈ અંતરની અપૂર્વ ચીજ છે. તેની પ્રતીત પણ અપૂર્વ અંતર્મુખ પ્રયત્નથી થાય છે. આમ ચૈતન્ય વસ્તુને પકડવાનો અંતર્મુખ ઉઘમ તે સમ્યગ્દર્શનને ઉપાય છે.