SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ એટલા બધા વિશુદ્ધ થઈ જાય છે કે પૂર્વબદ્ધ કર્મોની સ્થિતિ સ્વયં ઘટીને અંતઃક્રોડાકોડ સાગરોપમ પ્રમાણ જ રહી જાય છે. નવા બંધાતા કર્મોની સ્થિતિ અંતઃક્રોડાકોડી સાગરોપમથી અંદર સંખ્યાત ભાગમાં માત્ર બંધાય છે. આ નિમિત્ત-નૈમિત્તિક યોગથી બને છે. જીવના વિશુદ્ધ પરિણામ નિમિત્ત છે અને પુગલ વર્ગણાનો નવો અલ્પ કર્મબંધ થવો નૈમિત્તિક છે. આવા આત્માના પરિણામો થવા એ પ્રાયોગ્ય લબ્ધિ છે. આ ચાર લબ્ધિ બધા જ જીવોને થાય છે. આ સાધારણ લબ્ધિ છે. ૫. કરણ લબ્ધિ: પાંચમી કરણ લબ્ધિ, મંદ કષાયરૂપ વિશુદ્ધપણાના ધારક અને સમ્યફ સન્મુખ થયેલ એવા સંજ્ઞી પંચેન્દ્રિય ભવ્ય જીવને જ હોય છે. હવે ભેદજ્ઞાનના પ્રયોગ શરૂ થાય છે. કરણ લબ્ધિમાં ‘કરણ”નો અર્થ આત્માના પરિણામ એવો થાય છે. એ પરિણામ એ ઘણા સૂક્ષ્મ ભાવો છે. આ કરણ લબ્ધિના ત્રણ તબક્કા છે. (૧) અધઃકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ. ૧) અધઃકરણ અથવા યથાપ્રવૃત્તિકરણ તેમાં ચાર આવશ્યક થાય છે. (૧) સમયે સમયે અનંતગુણની વિશુદ્ધતા થાય. (૨) નવીન કર્મબંધની સ્થિતિ એક એક અંતર્મુહૂર્તથી ઘટતી જાય. (૩) સમયે સમયે પ્રશસ્ત પ્રકૃત્તિઓનો અનુભાગ અનંતગણો વધે. (૪) સમયે સમયે અપ્રશસ્ત પ્રકૃત્તિઓનો અનુભાગ બંધ ઘટીને અનંતમાં ભાગે થાય. ૨) અપૂર્વકરણ તેમાં નિમ્ન પ્રકાર આવશ્યક છે. (૧) સત્તાભૂત પૂર્વકર્મની સ્થિતિને એકેક અંતર્મુહૂર્તથી ઘટાડે એવી સ્થિતિકાંડકઘાત થાય. (૨) તેનાથી અલ્પ એકેક અંતર્મુહૂર્તથી પૂર્વકર્મના અનુભાગને ઘટાડે એવો અનુભાગકાંડક ઘાત થાય. (૩) ક્રમથી અસંખ્યાતગુણા પ્રમાણ સહિત કર્મ નિર્જરા યોગ્ય કરે તેવી ગુણશ્રેણી નિર્જરા થાય. અપૂર્વકરણનો અર્થ આવા પરિણામ પૂર્વે જીવે ક્યારેય કરેલ નથી. ૩) અનિવૃત્તિકરણઃ નિવૃત્તિ એટલે ફેરફાર, અનિવૃત્તિ એટલે ફેરફારનો અભાવ. અનિવૃત્તિનો બીજો અર્થ એમ છે કે અપ્રતિહતા પુરુષાર્થ - હવે ક્યાંય પાછા હઠવાનું નથી. અનિવૃત્તિકરણ એ આત્મા માટે વિશ્રાંતિ સ્થળ છે. અનિવૃત્તિકરણ કાળ પછી ઉદય આવવા યોગ્ય મિથ્યાત્વ મોહનીય કર્મના નિપકોનો ઉદય થયો નહિ હોવાથી તે સમયમાં ઉપશમ સમ્યકત્વની સંપ્રાપ્તિ યોગ્ય જીવોને થઈ જાય છે. આત્માના ભાવોનું અનુમાન અવશ્ય થઈ જાય છે. આત્મા નિયમથી સમ્યગ્દર્શન પ્રગટાવી લે છે. ૫. આત્મસન્મુખ જીવની સમ્યકત્વ સાધના: ૧. આવા દુષમ કાળમાં કોઈ વિરલ જીવ જેને જ્ઞાની ગુરુઓના પ્રતાપે આધ્યાત્મિક સુખની ભાવના
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy