SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ જાગી છે, જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સત્ય મોક્ષમાર્ગ પ્રગટ કરવો છે એવા આત્મસન્મુખ જીવની વિચારધારા અને રહેણી કરણી અનોખી હોય છે. ૨. સમ્યક્ત્વની પૂર્વભૂમિકામાં પ્રથમ તો પોતાના અપરિમિત, બેહદ જ્ઞાનસ્વભાવનો મહિમા લક્ષમાં લ્યે છે; તેને તે સ્વભાવ તરફ ઢળતાં વિચારો અને ચિંતવન હોય છે. મોટે ભાગે વિકલ્પનો રસ તૂટીને ચૈતનો રસ ઘૂંટાય એટલે તેની પરિણતિ સ્વભાવ તરફ ઉલ્લસતી જાય એવા જ પરિણામ હોય. અંતરની કોઈ અદ્ભૂત ઉગ્ર ધારા સ્વભાવ તરફ ઊપડે છે, ચૈતન્યનો રસ ઘૂંટાતા વિશુદ્ધતાના અતિ સૂક્ષ્મ પરિણામોની ધારા વહે છે. સ્વભાવનો મહિમા પુષ્ટ થતાં સ્વરૂપના ચિંતવનમાં વધુને વધુ મગ્ન થતો જાય છે. જ્ઞાનની મહત્તા આવવાથી તે જ્ઞાન વિકલ્પથી આધું ખસીને, રાગથી અત્યંત છૂટું પડીને સ્વભાવ તરફ અંદર ઢળે છે. એ જ્ઞાનમાં જીવને પોતાના સાચા સ્વરૂપની મહત્તા સમજાવાથી પોતે કોણ છે તેનું સાચું ભાન થાય છે. તે એમ જાણે છે કે - ‘‘શુદ્ધાત્મ હૈ મેરા નામ, માત્ર જાનના મેરા કામ; મુક્તિપુરી હૈ મેરા ધામ, મિલતા જહાં પૂર્ણ વિશ્રામ.’’ ‘‘હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન-દર્શનમય ખરે; કંઇ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે !’’ ૩. હું એક શુદ્ધ જ્ઞાયકભાવ છું. રાગાદિભાવોથી અત્યંત જુદી મારી ચેતના છે. રાગાદિભાવો જ્ઞાનાનંદથી જુદા છે. એમ તે જીવ વિકલ્પ અને જ્ઞાનની જાતને તદ્ન જુદી સમજે છે. રાગ એ પોતે દુઃખરૂપ છે તેથી તેમાં એકતા બુદ્ધિ કરવી તે દુઃખનું મૂળ છે, આકુળતા છે. જ્યારે જ્ઞાનમય સ્વભાવ નિરાકુળ જ છે, અનંત સુખનો ધામ છે એવી ચિંતવન ધારા ચાલે છે. “શુદ્ધ, બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.’’ ‘ હું કોણ છું ? ક્યાંથી થયો ? શું છે સ્વરૂપ મારું ખરું ? કોના સંબંધે આ વળગણાં છે ? રાખું કે એ પરિહરું ? એના વિચાર વિવેકપૂર્વક, શાંત ભાવે જો કર્યા; તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વ અનુભવ્યા.’ 99 અનાદિકાળથી અજ્ઞાન અને મિથ્યા માન્યતાને વશ હું આ જગતના પરદ્રવ્યોને મારા માન્યાં હતાં પણ તેથી કાંઈ મારા થઈ નથી ગયા. તેમનું સ્વતંત્ર પરિણમન મને આધીન કેમ હોય ? હવે એવો જીવને દૃઢ નિશ્ચય થાય છે કે ‘હું તો જ્ઞાન-દર્શનમય એક શુદ્ધ દ્રવ્ય છું, અને મારું કાર્ય પૂર્ણ કરવા સંપૂર્ણ સામર્થ્યવાન છું.’ તેથી સૌથી પહેલાં આત્મસ્વરૂપને સમજીને મોહને શિથિલ કરવાના પુરુષાર્થરૂપે એકાંતનો આશ્રય લઈ શાંત ચિત્તે આત્મસ્વરૂપનું ચિંતવન કરે છે. અંદર એના જ વિચારોની ઘટમાળા ચાલે છે. જ્ઞાનથી આત્માનું વેદન કરવાની વિધિ-ભેદજ્ઞાન કરવાની પદ્ધતિ - સ્વાનુભૂતિ કરવાની આ જ રીત છે. ૪. પુણ્યમય શુભ ભાવો અને પાપમય અશુભ ભાવોથી જીવને સ્વર્ગાદિક કે નરકાદિકની પ્રાપ્તિ થાય છે.તેનાથી મુક્તિ થતી નથી. તેથી જીવ હવે શુભાશુભ રહિત જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે છે. જ્ઞાની પર્યાય રાગથી ભિન્ન થઈ પોતાના સ્વભાવને અખંડ સ્વરૂપે લક્ષમાં લ્યે છે ત્યારે જ આત્મસ્વરૂપનો
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy