SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ ૧૯. પ્રથમ બુદ્ધિપૂર્વક ઉપર ઉપરથી ભેદજ્ઞાનનો પ્રયાસ ચાલુ થાય છે. પ્રયાસ એટલે પોતે માત્ર જાણનારો - જ્ઞાયક છે એમ જ્ઞાયકનો જ્ઞાયકપણે અભ્યાસ કરે, એટલે ઉદયમાં જ્યારે જ્યારે હર્ષ-શોકના ભાવોના તીવ્ર રસ પ્રસંગે પોતાને તપાસે (જ્ઞાન-જ્ઞાનને તપાસે) તો સ્પષ્ટ માલૂમ પડે છે કે મારા જ્ઞાનમાં ખરેખર કાંઈ વધઘટ થઈ નથી. અર્થાત્ હર્ષ થવાથી મને કાંઈ મળ્યું નથી તેમ શોક પ્રસંગે મારામાંથી કાંઈ ગયું નથી. ૨૦. આ કાંઈ વિકલ્પ કરવામાત્રનથી પરંતુ ચાલતા પરિણમનમાં પોતાના અનુભવને તપાસીને જણાવેલ ભિન્નતા છે. આ પ્રકારનો વારંવાર ભિન્નતાપણાનો અભ્યાસ થતાં પોતાને ખ્યાલ આવે છે કે મિથ્યા બુદ્ધિગત અધ્યાસથી જે પરપ્રવેશભાવ'પણે અનુભવ થઈ રહ્યો છે તેનું જુઠાપણું સમજાય. ૨૧. “પરપ્રવેશભાવ” તે વિપરીત પ્રયોગરૂપ પરિણમન છે, એવું અવલોકનથી સમજાય ત્યારે તે ભૂલ ટાળવાની સૂઝ ખ્યાલમાં આવે છે. આ પરપ્રવેશભાવ” જ જીવના સ્વસંવેદનને રોકનારો ભાવ છે. આ પ્રકારે ભેદજ્ઞાનના પ્રયોગ અભ્યાસથી માલૂમ પડે છે કે ખરેખર કોઈ પર શેય મારા જ્ઞાન પર અસર પહોંચાડી શકતું નથી. મેં અનંત કાળથી પરપદાર્થનો અનુભવ કર્યો હોવાનું માન્યું છે તે અસત્ય છે. અનંત કાળથી રાગાદિ ભાવોની અસર તળે અનેકવિધ વિકારીભાવપણે — વિકારી પરિણામ વચ્ચે રહેવા છતાં પણ મારું જ્ઞાનસ્વરૂપ સદાય નિર્લેપ જ રહેલું છે. ૨૨. જો મોક્ષાર્થી જીવ ખાસ પ્રકારની પાત્રતામાં વર્તતો હોય અને સ્વ હિતમાં ઉત્સાહી વીર્યથી વર્તતા કાર્યો કર્યો, પ્રસંગે પ્રસંગે ઉપયોગમાં જ્ઞાનની વ્યાપકતાને અવલોકતો હોય તો પોતે “જ્ઞાનમાત્રપણે ભિન્ન ભાસ્યમાન થાય છે. આ રીતે ‘જ્ઞાનમાત્ર’ અભ્યાસ વૃદ્ધિગત થવાથી ‘જ્ઞાનમાત્ર’માં જ્ઞાન વેદનનું ભાસવું થાય છે. અતઃ જ્ઞાનવેદનથી પોતે પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ સહજ સ્વરૂપે છે એવું પોતાના મૂળ સ્વરૂપનું ભાવભાસન સ્વસમ્મુખતા સહજ પુરુષાર્થને ઉત્પન્ન કરે છે. જે વૃદ્ધિગત થતાં કોઈ અપૂર્વ પરાક્રમથી પરોક્ષપણાનો વિલય કરી અતીન્દ્રિય પ્રત્યક્ષ સ્થિરભાવ ધારણ કરશે. આ પ્રકારે ‘ભેદજ્ઞાન” તે વિભાવના નિષેધપૂર્વક પ્રગટ સ્વભાવનો આદર-સત્કાર છે. પરમાર્થની તીવ્ર ભાવનામાં વર્તતા જીવને આ પ્રકારનું ભેદજ્ઞાન પ્રયાસરૂપે સહજ થવા યોગ્ય છે. ૨૩. ભેદજ્ઞાનના પ્રયોગથી અનાદિથી જે રાગમાં હુંપણું - રાગમાં અસ્તિત્વપણું ગ્રહણ થઈ રહ્યું છે તેને નમાં હુંપણા દ્વારા જ્ઞાનને મુખ્ય કરવાથી રાગાદિ ભાવોમાં અભેદ બુદ્ધિથી વર્તતું કર્તાપણું નાશ પામે છે. આ સ્વરૂપ અસ્તિત્વ ગ્રહણ કરવાની પ્રક્રિયા છે. ૨૪. જ્ઞાનમાં માત્ર જ્ઞાનને સ્વરૂપે અવલોકવાનો દષ્ટિકોણ સાધ્ય કરીને વારંવાર પ્રયત્ન કરતાં જ્ઞાનની સ્વભાવજાતિની પરખ આવે છે અને સાથે સાથે વિભાવનીમલિનતા અને આકુળતા પરખાઈ આવે છે. ૨૫. પ્રગટ જ્ઞાનમાં સ્વભાવ અંશનો વિકાસ હોવાથી સ્વભાવની અનંત શક્તિ-સામર્થ્ય, શાશ્વતપણું આદિનો નિર્ણય થઈ શકે છે. જેને રાગના નાનામાં નાના કણમાં દુઃખ, મલિનતા અને અચેતનપણાનો નિર્ણય, અનુભવના અવલોકનથી થાય છે તેને જ્ઞાનલક્ષણથી સ્વભાવ સ્વરૂપે રહેલાં અનંત સુખ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy