SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ દ્વેષનો અભાવ, શાંત-સૌમ્ય મુદ્રા તેની મૂર્તિ અરિહંત ભગવાન છે. આ માટે એ આત્માનો યથાર્થ નિર્ણય કરી - પોતાના આત્માનો આવો નિર્ણય, શ્રદ્ધા કરી તે જ રીતે સ્થિર થવાથી અરિહંતપદ પ્રાપ્ત થાય છે. આત્માને જાણવાની પદ્ધતિ: ૧) આપણે ભગવાન અરિહંતના આત્માને દ્રવ્ય-ગુણ-પર્યાયના માધ્યમથી સમજી એના જેવા જ આપણા આત્માને સમજીએ. ૨) ભગવાન અરિહંતના આત્મદ્રવ્યમાં જેટલી પણ શક્તિઓ હતી એ બધી પૂર્ણ વિકાસરૂપ થઈને, એ દ્રવ્ય સ્વયં એ રૂપ પ્રકાશિત થઈ રહ્યો છે. ૩) અરિહંતના આત્માના સામર્થ્યને શ્રદ્ધામાં લાવીને આપણાં આત્મદ્રવ્યના સામર્થ્યનો વિચાર કરીશું તો આપણો આત્મા પણ એના જેવો જ સામર્થ્યવાન વૈભવશાળી છે, એ શ્રદ્ધા પાકી થશે. ૪) આવી શ્રદ્ધા જાગૃત થતાં જ આપણો ઉપયોગ જે પર લક્ષ પર છે તે છોડીને 4 લક્ષ કરશે તો એમાં એકાગ્ર થતાં જ આપણાં ભગવાન આત્માના દર્શન થયા વગર રહેશે નહિ. ૫) જેવી આપણી દષ્ટિ આપણા આત્માને પૂર્ણ શક્તિમાન, સર્વજ્ઞ સ્વભાવી, વીતરાગ સ્વભાવી, આનંદ સ્વભાવી, અનંત સુખસ્વભાવી આદિ અનંત ગુણ સ્વભાવી જોવઆમાં પલટાશે તો અનંત ગુણ સ્વભાવી અરિહંત જેવો આપણો આત્મા જ્ઞાન-શ્રદ્ધાનમાં એવો જ પ્રત્યક્ષ અનુભવમાં આવી જશે. આ જ સમ્યગ્દર્શન છે. આ જ આત્મઅનુભવ કરવાની વિધિ છે. ૬) જગતનો પ્રત્યેક સત્નો સ્વભાવ ઉત્પાદ-વ્યય-ધૌવ્યાત્મક છે. એટલે મારા આત્મામાં બે પક્ષ છે. (૧) સ્થિર (૨) પલટાતો. જ્યારે સ્થાયી ભાવને આપણા જ્ઞાનનો વિષય બનાવીશું ત્યારે એ પક્ષ મુખ્ય થશે અને અસ્થાયી પક્ષ ગૌણ થઈ જશે. ૭) હવે જ્યારે જ્ઞાનની પર્યાય એ ધુવાંશને પોતાનો વિષય બનાવી પોતાના એ જ્ઞાયકને અરિહંત જેવો જ માનશે એ જ્ઞાનની પર્યાય જે પરિણામી છે એ અપરિણામી બની પરિણમી જશે. એટલે એમ કહેશે કે હું તો જ્ઞાયક જ છું. તે સમયે આત્મદર્શન થઈ જશે. આ જ આત્માને જાણવાની શ્રદ્ધવાની-એમાં લીન થવાની-એને પ્રાપ્ત કરવાની અલૌકિક પદ્ધતિ છે. ૧૯. સાધ્યની સિદ્ધિ : ૧. ‘આ આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે', સાધ્ય છે, ધ્યેય નહિ. ધ્યેય તો ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ છે. અહીં પ્રગટ કરવાની અપેક્ષાએ કેવળજ્ઞાનની, મોક્ષપર્યાયને સાધ્ય કહી. સાક્ષાત પ્રાપ્તિ એટલે આત્માની ઉપલબ્ધિ. જેવા સ્વભાવે આત્મા છે તેવા (પરિપૂર્ણ) સ્વભાવની પર્યાયમાં પ્રાપ્તિ તે આત્મોપલબ્ધિ છે, એ મોક્ષ છે, સાધ્ય છે. ૨. સાધ્ય નામની મોક્ષની પર્યાયને સાધવી, તેની સિદ્ધિ તો દર્શન-જ્ઞાન-ચારિત્રથી જ છે. વસ્તુ સ્વરૂપ
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy