SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૧ પ્ર. પઃ જીવના વિકારી પરિણામ અને પુદ્ગલના વિકારી પરિણામ(કર્મ)ને પરસ્પર કર્તા-કર્મપણું છે? ઉ.૫ ના; કારણ કે જીવ કર્મના ગુણોને કરતું નથી, તેમ જ કર્મ જીવના ગુણોને કરતું નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બન્નેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કર્તા છે. પરંતુ પુદ્ગલ કર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કર્તા નથી. પ્ર. ૬ શું કર્મના ઉદય પ્રમાણે જીવ વિકાર કરે છે? ઉ. ૬ : ના, જો જીવ મોહના ઉદયમાં જોડાય તો બંધ થાય. દ્રવ્યમોહનો ઉદય હોવા છતાં જો જીવ શુદ્ધાત્મ ભાવનાના બળ વડે ભાવમોહરૂપે ન પરિણમે તો બંધ થતો નથી. જો જીવને કર્મના ઉદયમત્રથી બંધ થતો હોયતો સંસારીને સર્વદા કર્મના ઉદયની વિદ્યમાનતાથી સર્વદા બંધ જ થાય, કદી મોક્ષ જન થાય; માટે એમ સમજવું કે કર્મનો ઉદય બંધનું કારણ નથી પણ જીવનું ભાવમોહરૂપે પરિણમન થવું તે બંધનું કારણ છે. પ્ર. ૭ઃ તો બંધનું કારણ શું સમજવું? ઉ. ૭ઃ “ઔદયિક ભાવમાં સર્વ ઔદયિક ભાવો બંધનું કારણ છે એમ ન સમજવું, પણ માત્ર મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ ચાર ભાવ બંધનું કારણ છે એમ સમજવું. પ્ર. ૮: આત્મા શાનો કર્તા છે? ઉ.૮ આત્મા પોતાના પરિણામનો જ -શુભ, અશુભ કે શુદ્ધ ભાવોનો જ- કર્તા છે, પણ જ્ઞાનાવરણાદિ દ્રવ્યકર્મ અને શરીરાદિનોકર્મનો કદી પણ કર્તા છે જ નહિ; આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય(જાણવા સિવાય) બીજુ કરે શું? આત્મા પરભાવનો કર્તા છે એમ માનવું (તથા કહેવું) તે વ્યવહારી જીવનો મોહ(અજ્ઞાન) છે. દ્રવ્યદૃષ્ટિથી કોઈ દ્રવ્ય અન્ય કોઈ દ્રવ્યનું કર્તા નથી; પરમાર્થે દ્રવ્ય પોતાના જ પરિણામનું કર્તા છે, અન્યના પરિણામનું દ્રવ્ય કર્તા નથી. પ્ર. ૯ઃ જીવ વિકાર સ્વતંત્રપણે કરે છે કે કેમ? ઉ. ૯ઃ હા; કારણ કે પૂર્વે બંધાયેલા દ્રવ્યકર્મોનું નિમિત્ત પામીને(ઉપાદાનથી થતું આ કાર્ય વિકારી છે, સ્વભાવ ભાવ નથી; પણ અવસ્તુ ભાવ છે એમ બતાવવા તથા નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે નિમિત્ત પામીને' એ શબ્દ વાપરવામાં આવે છે.) જીવ પોતાની અશુદ્ધ ચૈતન્ય શક્તિ દ્વારા રાગાદિ ભાવોનો (વિકારોનો) કર્તા બને છે ત્યારે તે જ સમયે) પુદ્ગલ દ્રવ્ય, રાગાદિ ભાવોનું નિમિત્ત પામીને પોતાની શક્તિથી પોતાના ઉપાદાનકારણથી) અષ્ટકમ્રૂપ ભાવને પ્રાપ્ત કરે છે. જો કે નિશ્ચયથી પોતાના નિજ રસથી જ સર્વ વસ્તુઓનું, પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપ પરિણમનમાં સમર્થપણું છે, તો પણ (આત્માને)અનાદિથી અન્ય વસ્તુભૂત મોહસાથે સંયુક્તપણું હોવાથી આત્માના ઉપયોગનો મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ એમ ત્રણ પ્રકારની પરિણામ વિકાર છે. વિકાર તે આત્મા - દ્રવ્યનો ત્રિકાળી સ્વભાવ નથી, પણ ક્ષણિક યોગ્યતારૂપ પર્યાય સ્વભાવ છે; તે ઉદયભાવ હોવાથી પર્યાય અપેક્ષાએ જીવનું સ્વતત્ત્વ છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy