SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ ૧૬૦ ત્રિકાળી જ્ઞાયકભાવને જ્ઞાયક...જ્ઞાયક...જ્ઞાયક સામાન્યને શુદ્ધ નયથી જાણવો એ સમ્યગ્દર્શન છે. ભૂતાર્થ નયથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય-પાપ તથા આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ - એ નવ તત્ત્વ સમ્યકત્વ છે. ૧૬૧ આ નવ તત્વોમાં શુદ્ધ નયથી જોઈએ તો જીવ જ એક ચૈતન્ય ચમત્કારમાત્ર પ્રગટ થઈ રહ્યો છે, તે સિવાય જુદાં જુદાં નવ તત્ત્વો કાંઈ દેખાતા નથી. જ્યાં સુધી આ રીતે જીવ તત્ત્વનું જાણપણું જીવને નથી ત્યાં સુધી તે વ્યવહાર દષ્ટિ છે, જુદાં જુદાં નવ તત્ત્વોને માને છે. જીવ-પુદ્ગલના બંધ પર્યાયરૂપ દષ્ટિથી આ પદાર્થો જુદાં જુદાં દેખાય છે; પણ જ્યારે શુદ્ધ નયથી જીવ-પુદ્ગલનું નિજસ્વરૂપ જુદું જુદું જોવામાં આવે ત્યારે એ પુણ્ય-પાપ આદિ સાત તત્ત્વો કાંઈ વસ્તુ નથી; નિમિત્ત-નૈમિત્તિક ભાવથી થયા હતાં તે નિમિત્ત-નૈમિત્તિક ભાવ જ્યારે મટી ગયો ત્યાર જીવ-પુદ્ગલ જુદાં જુદાં હોવાથી બીજી કોઈ વસ્તુ(પદાર્થ) સિદ્ધ થઈ શકતી નથી. વસ્તુ તો દ્રવ્ય છે ને દ્રવ્યનો નિજભાવ દ્રવ્યની સાથે જ રહે છે તથા નિમિત્ત-નૈમિત્તિક ભાવનો તો અભાવ જ થાય છે, માટે શુદ્ધનયથી જીવને જાણવાથી જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. જ્યાં સુધી જુદાં જુદાં નવ પદાર્થો જાણે, શુદ્ધ નયથી આત્માને જાણે નહિ ત્યાં સુધી પર્યાય બુદ્ધિ છે. ' ૧૬૨ હવે, જેમ નવ તત્ત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો તેમ એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો પ્રમાણ, નય, નિક્ષેપ છે. તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે, તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે કારણ કે શેય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેકાભેદરૂપ થાય છે. ૧૬૩ પ્રમાણ બે પ્રકારે છે - પરોક્ષ અને પ્રત્યક્ષ. ઇન્દ્રિય-મન વગેરે મેળવેલા પરપદાર્થો અને અણ મેળવેલા પ્રકાશ, ઉપદેશ વગેરે પરપદાર્થો દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે. અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. તેમાં મતિ-શ્રત એ બે જ્ઞાન પરોક્ષ છે. અવધિ અને મન:પર્યય એ બે વિકલ્પ પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકળ પ્રત્યક્ષ છે. તે બન્ને પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને જેમાં સર્વ ભેદો ગૌણ થઈ ગયા છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. ૧૬૪ નય બે પ્રકારે છે - દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય છે અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય છે. તે બન્ને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, ક્રમથી) અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિઆલિંગન કરાયેલા એવા શુદ્ધ વસ્તુમાત્રજીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. ૧૬૫ નિક્ષેપ ચાર પ્રકારે છે - નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. એ ચારે નિક્ષેપોનો પોતપોતાના લક્ષણ ભેદથી (વિલક્ષણરૂપે, જુદા જુદા રૂપે) અનુભવ કરવામાં આવતાં ભૂતાર્થ છે, સત્યાર્થ છે; અને ભિન્ન લક્ષણથી રહિત એક પોતાના ચૈતન્ય લક્ષણરૂપ જીવ સ્વભાવનો અનુભવ કરતાં એ ચારેય -
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy