SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ અભૂત ર્થ છે, અસત્યાર્થ છે. આ રીતે આ પ્રમાણ-નય-નિક્ષેપોમાં ભૂતાર્થપણે એક જીવ જ પ્રકાશમાન છે. ૧૬૬ શુદ્ધ ન્ય આત્માના સ્વભાવને પ્રગટ કરતો ઉદયરૂપ થાય છે. તે આત્મસ્વભાવને પરદ્રવ્ય, પરદ્રવ્યના ભાવો તથા પરદ્રવ્યના નિમિત્તથી થતાં પોતાના વિભાવો - એવા પરભાવોથી ભિન્ન પ્રગટ કરે છે. ૧૬૭ ભૂતાર્થ નયથી જાણેલ એટલે કે છતી - વિદ્યમાન જે વસ્તુ ત્રિકાળ છે તેને જાણનારા નયથી જાણેલ જીવ, અજીવ આદિ એ નવ તત્ત્વ સમ્યક્ત્વ છે. એટલે એ નવ તત્ત્વમાંથી એક ત્રિકાળીને જુદો તારવીને એ જાણનાર...જાણનાર...જાણનારમાત્ર એકને જ દૃષ્ટિમાં લેવો એનું નામ સમ્યગ્દર્શન છે. એને આત્મા છે તેવો બરાબર માન્યો, જાણ્યો અને અનુભવ્યો કહેવાય. ૧૬૮ આ નવ તત્ત્વોમાં નિમિત્તની અપેક્ષા આવે છે. તે અપેક્ષા છોડી દઈને એકલો જ્ઞાયક, જ્ઞાયકભાવ જે પૂર્ણ જ્ઞાનધન છે એની દૃષ્ટિ કરવી, એનો સ્વીકાર કરવો, સત્કાર કરવો એનું નામ સમ્યગ્દર્શન છે. આ સિવાય દેવ-શાસ્ર-ગુરુને માનવા કે નવ તત્ત્વને ભેદથી માનવા કાંઈ સમ્યગ્દર્શન નથી. આ સમ્યક્ અનેકાન્ત છે. ૧૬૯ આ જીવાદિ નવ તત્ત્વો ભૂતાર્થ નયથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે એ નિયમ છે. જે નવ તત્ત્વો છે તેમાં ત્રણ લોકનો નાથ ભગવાન આત્મા ચૈતન્ય હીરલો બીરાજમાન છે. એના અનંત ગુણ સ્વયં પરિપૂર્ણ છે તથા વસ્તુમાં અભેદ એકરૂપ પડેલાં છે. આવી અનંતગુણમયી અભેદ એકરૂપ વસ્તુ જે ચૈતન્ય ધનસ્વરૂપ આત્મા તેને ભૂતાર્થ નય વડે જાણવી તે નિયમથી સમ્યગ્દર્શન છે. ૧૭૦ અહાહા....! જેને જાણ્યે અનંત જન્મ-મરણનો અંત આવી જાય, પૂર્ણ અનંત અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય એટલે મુક્તિ થાય એ કારણ કેવું હોય ? બાપુ ! ( એ સાધારણ ન હોય) એ તો પૂર્ણ સ્વરૂપ જેમાં ન રાગ છે, ન ભેદ છે, ન પર્યાયનો પ્રવેશ છે. એવી ઝળહળ ચૈતન્યજ્યોતિ સ્વરૂપ અભેદ એકરૂપ જ્ઞાયક વસ્તુમાં દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે, તે નિશ્ચય છે. આ તો મુદ્ની મૂળ રકમની વાત છે. ૧૭૧ અહીં પૂર્ણ જ્ઞાનઘન શબ્દ વાપરીને આચાર્યે એક ગુણ પૂર્ણ છે અને એવા અનંત ગુણનો એકરૂપ પૂર્ણ જ્ઞાનઘન પ્રભુ આત્મા છે એમ દર્શાવ્યું છે. એને જ્ઞાનમાં લઈને-વર્તમાન જ્ઞાનની પર્યાયમાં શેય બનાવીને પ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન છે. એ ધર્મનું મૂળ છે. ૧૭૨ અહાહા...! જીવાદિનવ તત્ત્વો ભૂતાર્થ નયથી જાણ્યે સમ્યગ્દર્શન જ છે એ નિયમ કહ્યો. વસ્તુસ્થિતિનો આ નિયમ છે. હવે તેનું કારણ સમજાવતાં કહે છે -તીર્થની- વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નયથી જીવ-અજીવ આદિ નવ તત્ત્વો કહેવામાં આવે છે. આમાં તારી ચીજ એકરૂપ શું અને એ ચીજની આ દશાઓ શું એ બતાવવામાં આવી છે. આ નવ તત્ત્વની જે ભેદરૂપ દશાઓ તેમનામાં એકપણું પ્રગટ કરનાર ભૂતાર્થ નયથી એકપણું પ્રાપ્ત કરીને શુદ્ધ નયપણે સ્થાપાયેલા આત્માની અનુભૂતિ-કે જેનું લક્ષણ આત્મખ્યાતિ છે-તેની પ્રાપ્તિ હોય છે. નવના ભેદને જોતાં નવ ભેદ છે ખરા
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy