________________
૨૧૨ ૮. આત્મા ઉપયોગને બહારથી લાવતો નથી એમ તું જાણ!
અનાદિથી મિથ્યાદષ્ટિનો ઉપયોગ પર તરફ હતો, તે હવે પોતે કાંઈ સત્સમાગમ કરે, વાણી સાંભળે વગેરે શુભ ભાવ કરે તો ઉપયોગ સુધરે ખરો કે નહિ? ના! ઉપયોગ ક્યાંય બહારથી લવાતો નથી. તે
ક્રમસર અંતરમાંથી પ્રગટે છે. બહારના કોઈ કારણમાંથી પ્રગટતો નથી માટે અકારણીય છે. ૯. તારો જ્ઞાનઉપયોગ કોઈ હરી શકતો નથી એમ તું જાણ!
સ્વસમ્મુખ રહીને જે કામ કરે તે ઉપયોગ છે. જ્ઞાન આત્માનું છે માટે તેને બીજી ચીજ હરણ કરી શકે તેમ બની શકે નહિ. બીજી ચીજનો આત્મામાં અભાવ છે. માટે જ્ઞાન હરી શકાતું નથી. એવા
ઉપયોગ લક્ષણવાળો તારો આત્મા છે એમ તું જાણ! ૧૦. તારા જ્ઞાનઉપયોગમાં કોઈ મલિનતા નથી એમ તું જાણ!
જે ઉપયોગ સ્વસમ્મુખ વળે ને આત્મામાં એકાકાર થાય તેને ઉપયોગ કહે છે. જેનો ઉપયોગ છે તે તો જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે અનંતગુણોનો પિંડ છે. જ્ઞાન આત્માનું છે છતાં તે જ્ઞાન જો પુણ્યપાપનું કામ કરે તો તેને જ્ઞાન કહેતાં જ નથી એમ તું જાણ. જ્ઞાનઉપયોગ તારી તરફ વળે ને તારી ચીજ કહેવાય પણ પુણ્ય-પાપ તરફ વળે તે તારી ચીજ કહેવાય નહિ. સ્વ તરફ વળવું એ ધર્મનું કામ છે ને
પર તરફ વળવું એ અધર્મનું કામ છે. સૂર્યને મલિનતા નથી તેમ શુદ્ધોપયોગમાં મલિનતા નથી. ૧૧. જ્ઞાનઉપયોગ કર્મને ગ્રહતો નથી!
ઉપયોગ પોતાનો છે તે પરને કેમ ગ્રહણ કરે ? અથવા પરને ગ્રહણ કરવામાં નિમિત્ત પણ કેમ થાય? ન જ થાય. પર તરફ વલણ કરી કર્મ થવામાં જે નિમિત્ત થાય તે સ્વનો ઉપયોગ જ નથી, પણ જે શ્રદ્ધા, તાન સ્થિરતાનું કામ કરે તે ઉપયોગ છે. ઉપયોગલક્ષણ દ્વારા આત્મા ઓળખાય છે. સ્વસમ્મુખ દશા છેડી મલિન પરિણામરૂપ અધર્મ ઉત્પન્ન કરી કર્મને ગ્રહવામાં નિમિત્ત થાય તેને આત્માનો ઉપયોગ કહેતાં નથી. જે ઉપયોગ આત્મામાં એકાકાર થઈ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ધર્મ ઉત્પન્ન
કરે છે તેને આત્માનો ઉપયોગ કહ્યો છે. ૧૨. આત્મા વિષયોનો ભોક્તા નથી પણ સ્વનો ભોક્તા છે એમ સ્વજોયને તું જાણ!
આત્મા ચૈતન્ય જ્ઞાતા-દષ્ટ સ્વભાવી છે. તેમાં શાંતિ ને આનંદનો સદ્ભાવ છે. ઇન્દ્રિયો, શરીર, પુગલ વગેરે પદાર્થો જડ છે. તેમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ રહેલાં છે. તે આત્માથી પર છે. પર પદાર્થોનો આત્મામાં અભાવ છે ને પરપદાર્થોમાં આત્માનો અભાવ છે. તેથી તે આત્મા પરપદાર્થોને ભોગવતો નથી. જે વસ્તુનો જેમાં અભાવ હોય તેને તે કેવી રીતે ભોગવે ? આત્માને ઇન્દ્રિયો જ
નથી, કારણ કે ઇન્દ્રિયો જડ છે તેથી તેના વડે આત્મા વિષયોને ભોગવે છે તે ખોટી વાત છે. ૧૩. આત્મા જડ પ્રાણોથી જીવતો નથી એમ સ્વક્ષેયને તું જાણ!
પાંચ ઇન્દ્રિયો, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુ એ દસ પ્રાણ છે. પણ તેનાથી જીવ જીવતો નથી. કારણ કે તે દસે પ્રાણો જડ છે અને આત્મા ચૈતન્ય પ્રાણવાળો છે. જડ પ્રાણનો આત્મામાં અભાવ છે તેથી આત્મા તે જડ પ્રાણથી જીવતો નથી.