SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૫ શરૂઆત કરવા નીકળ્યો છે એવાની અહીં વાત છે. આ તો અપ્રતિહત માર્ગ છે. ‘પૂર્ણતાના લક્ષે શરૂઆત એ જ વાસ્તવિક શરૂઆત છે'. પૂર્ણતાના લક્ષે પૂર્ણતા જ થાય. ૧૩. જે તરફની રુચિ તે તરફનું ઘોલનઃ જે ભવ્ય જીવોને આત્માની રુચિ થઈ તે વારંવાર રુચિપૂર્વક દરેક વખતે, ખાતા-પીતા, ચાલતા, સૂતા, બેસતા, બોલતા, વિચારતાં-નિરંતર શ્રતનું જ અવલંબન, સ્વભાવના લક્ષે કરે છે, તેમાં કોઈ કાળ કે ક્ષેત્રની મર્યાદા કરતા નથી. જેને સાચા તત્વની રુચિ થઈ છે તે બીજા સર્વ કાર્યોની પ્રીતિને ગૌણ જ કરે છે. નિરંતર આત્માની ધગશ અને ઝંખના હોય. અહીં તો બધા પડખાં જાણીને એક જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરવાનો છે. ૧૪. શ્રુતજ્ઞાનના અવલંબનનું ફળ - આત્મઅનુભવઃ “હું આત્મા તો જ્ઞાયક છું, પુણ્ય -પાપની વૃત્તિઓ મારું શેય છે, તે મારા જ્ઞાનથી જુદી છે. આમ પહેલાં વિકલ્પ દ્વારા દેવ-ગુરુ-શાસ્ત્રના અવલંબને યથાર્થ નિર્ણય કરવો. હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, સર્વથા સર્વથી ભિન્ન છું. પુણ્ય-પાપ મારું સ્વરૂપ નથી, મારા શુદ્ધ સ્વભાવ સિવાય દેવ-શાસ્ત્ર-ગુરુનું પણ અવલંબન પરમાર્થે નહિ, હું તો સ્વાધીન જ્ઞાનસ્વભાવી છું. આવી જેણે નિર્ણય દ્વારા હા પાડી તેનું પરિણમન બધેથી ખસીને જ્ઞાયકસ્વભાવ તરફ ઢળ્યું તેથી તે અલ્પ કાળમાં રાગરહિત સ્વભાવનો નિર્ણય કરીને અને તેની સ્થિરતા કરીને વીતરાગ થઈ પૂર્ણ થઈ જશે, પૂર્ણની જ વાત છે. શરૂઆત અને પૂર્ણતા વચ્ચે આંતરો પાડ્યો જ નથી. પૂર્ણની હા પાડીને આવ્યો તે પૂર્ણ થશે જ! અનુભવ પ્રગટ કરશે જ! ૧૫. હું જ્ઞાનસ્વભાવી જાણનાર જ છું, શેયમાં ક્યાંય રાગ-દ્વેષ કરી અટકે એવો મારો જ્ઞાનસ્વભાવ નથી; પર ગમે તે હો, હું તો માત્ર જાણનાર જ છું, મારો જાણનાર સ્વભાવ પરનું કાંઈ કરનાર નથી; હું - જેમ જ્ઞાનસ્વભાવી છું તેમ જગતના બધા આત્માઓ જ્ઞાનસ્વભાવી છે. પ્રથમ શ્રતનું અવલંબન બતાવ્યું તેમાં પાત્રતા થઈ છે એટલે કે શ્રુતના અવલંબનથી આત્માનો અવ્યક્ત નિર્ણય થયો છે, ત્યાર પછી પ્રગટ અનુભવ કેમ થાય તે હવે કહેવામાં આવે છે - સમ્યગ્દર્શન પહેલાં. ૧૬. સમ્યગ્દર્શન પહેલાં શ્રુતજ્ઞાનના અવલંબનના જોરે આત્માના જ્ઞાનસ્વભાવને અવ્યક્તપણે લક્ષમાં લીધો છે, પછી પરના લક્ષથી અને વિકલ્પથી ખસીને સ્વનું લક્ષ પ્રગટ અનુભવ પણ કરવું. ૧૭. અનુભવ માટેની વિધિઃ નિર્ણય અનુસાર શ્રદ્ધાનું આચરણ તે અનુભવ છે. આત્માના આનંદનો પ્રગટ ભોગવટો કરવા (વેદન કરવા-અનુભવ કરવા) માટે, પર પદાર્થની પ્રસિદ્ધિના કારણો જે ઇન્દ્રિય અને મન દ્વારા પરલક્ષે પ્રવર્તતું જ્ઞાન, તેને સ્વ તરફ વાળવું. દેવ-શાસ્ત્ર-ગુરુ વગેરે પરપદાર્થ તરફનું લક્ષ તથા મનના અવલંબનને પ્રવર્તતી બુદ્ધિ અર્થાત્ મતિજ્ઞાન તેને સંકોચીને – મર્યાદામાં લાવીને પોતાના તરફ વાળવું તે અંતર અનુભવનો પંથ છે, સહજ શીતળ સ્વરૂપ અનાકુળ સ્વભાવની છાયામાં પેસવાનું પગથિયું છે.
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy