________________
૩૯૧ ગાથા ૨ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માર્થીને, ભાખ્યો અત્ર અગોખ. ભાવાર્થ: આ ચાલુ કાળમાં આત્માની પવિત્રતાનો માર્ગ ઘણો ઢંકાઈ ગયો છે તેથી આત્માના ખપી જીવને વિચાર કરવા અહીં પ્રગટ કહ્યો છે. ગાથા ૩ કોઈ ક્રિયા જડથઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ માને મારગ મોક્ષનો, કરુણા ઉપજે જોઈ. ભાવાર્થ કેટલાક જીવો શરીરની અને પુણ્યની ક્રિયામાં જ જડ જેવા થઈ રહ્યા છે, અને કેટલાક કોરી (લુખી) જ્ઞાનની વાતોને વળગી રહ્યા છે, અને તેને પવિત્ર થવાનો માર્ગ માને છે, તે જોઈને જ્ઞાનીને દયા આવે છે. ગાથા ૪: બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ કિયાડ આહિં. ભાવાર્થ જેઓ શરીરની અને પુણ્યની ક્રિયામાં જ રાજી થાય છે અને જ્ઞાન અને વિકાર વચ્ચેનો તફાવત જાણતા નથી અને આત્મજ્ઞાનના માર્ગનો જોરથી નકાર કરે છે તેવા જીવોને શાસ્ત્રમાં ‘ક્રિયા-જડ’ કહ્યા છે. ગાથા ૫ બંધ-મોક્ષ છે કલ્પના, ભાખે વાણીમાંહિ; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ભાવાર્થ: બંધન અને મુક્તિ સ્વભાવમાં નથી એમ માત્ર વચનોમાં કહ્યા કરે છે; પણ સ્વરૂપની અણસમજણમાં વર્તે છે, તેને “શુષ્કજ્ઞાની (લુખા જ્ઞાની) શાસ્ત્રમાં કહ્યા છે. ગાથા ૬: વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આત્મજ્ઞાનની, પ્રાપ્તિ તણાં નિદાન. ભાવાર્થ: રાગનો ઘટાડો અને ત્યાગ વગેરે જો આત્માની સાચી ઓળખાણ સાથે હોય તો જ સાચા ફળ આપનાર છે તેમજ આત્માના સાચા જ્ઞાનને સમજવાના હેતુ માટે હોય તો ધર્મનું ફળ આપનાર છે. ગાથા ૭૪ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ન તેને શાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજ ભાન. ભાવાર્થ ત્યાગ અને રાગનો ઘટાડો જેના મનમાં (વિચારમાં) ન હોય તેને આત્માનું ભાન ન થાય. અને જો ત્યાગ અને રાગના ઘટાડામાં જીવ રોકાઈ જાય તો પોતાનું ભાન (સ્વરૂપ) ભૂલી જાય. ગાથા ૮: જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ભાવાર્થ આત્મજ્ઞાન, ત્યાગ અને વૈરાગ્ય વગેરે જે જે ઠેકાણે જેવી રીતે જ્ઞાનીઓએ કહ્યું છે તેવી રીતે તેમને સમજે અને તે તે ઠેકાણે તેમને યોગ્યતા પ્રમાણે આચરે એ જીવ આત્માનો ખપી છે. ગાથા સેવે સદ્ગુરુ ચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લેલક્ષ. ભાવાર્થ પોતાની ખોટી પક્કડને છોડી દઈ જે જીવ આત્માજ્ઞાની ગુરુએ પ્રરૂપેલા ન્યાયને સમજે તે આત્મ કલ્યાણને પામે અને પોતાના આત્મસ્વરૂપનું જ્ઞાન મેળવે. (અનુભવ કરે). ગાથા ૧૦ઃ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમ શ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ભાવાર્થ આત્મધર્મનું સાચું જ્ઞાન, પરથી લાભ-નુકસાનન માનવાની સમતા, વિચરવા આદિની શરીરની