SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ ખપે છે તથા નવા બંધાયા કરે છે. આને યથાપ્રવૃત્તિકરણ કહે છે. આ યથાપ્રવૃત્તિકરણ દ્વારા કર્મ સ્થિતિની હાની વૃદ્ધિ થતાં આયુષ્યકર્મ છોડીને બાકીના સાતે ય કર્મની સ્થિતિ ઘટીને એક ક્રોડાકોડી સાગરોપમથી પણ ન્યૂન બાકી રહે ત્યારે સર્વ સંસારી જીવોને આકરો દુર્ભેદ્ય રાગ-દ્વેષના પરિણામ જેને ગ્રંથિ કહે છે તેનો ઉદય થાય છે અને જીવ તે ગ્રંથિ પાસે આવ્યો કહેવાય છે. ગ્રંથિદેશે આવેલા લઘુ સંસારી જીવમાં ભાવી કલ્યાણની યોગ્યતા પ્રગટી હોય તેવો ભવ્ય જીવ અપૂર્વકરણ કરીને આત્મવીર્યના બળે અપૂર્વ પરાક્રમ ફોરવીને રાગ-દ્વેષની ગ્રંથિને એકાએક ભેદી નાખે છે અથવા ઉલ્લંઘી જાય છે. રાગ-દ્વેષના પરિણામને કરતો નથી. ઉક્ત ઘનનિબિડ ગ્રંથિને ભેદીને ફરીથી તેમાં નહિ ફસાયા માટેની સતત જાગૃતિવાળા અધ્યવસાયયુક્ત જીવને સમ્યકત્વ વરે છે તેને અનિવૃત્તિકરણ કહે છે. અનિવૃત્તિકરણ એ ઉતરોત્તર આત્મવીર્યની સ્કૂણાવાળો આત્માનો વિશુદ્ધ અધ્યવસાય છે. જીવ તેમાં વર્તતો તેના બળે અંતઃકરણ કરે છે. અનિવૃત્તિકરણમાં કરેલ અંતઃકરણ વિધાનથી સમત્વના કાળમાં જે ઉદય આવેલા યોગ્ય નિષેક હતા તેનો અહીં અભાવ કર્યો અર્થાત્ તેના પરમાણુઓને અન્ય કાળમાં ઉદય આવવા યોગ્ય નિષકરૂપ કર્યા; તથા અનિવૃત્તિકરણમાં જ કરેલા ઉપશમ વિધાનથી જે તે કાળમાં ઉદય આવવા યોગ્ય નિષેક હતાં તે ઉદીરણારૂપ થઈને આ કાળમાં ઉદયમાં ન આવી શકે એવા કર્યા. એ પ્રમાણે જ્યાં સત્તા હોય પણ તેનો ઉદય ન હોય તેનું નામ 'ઉપશમ” છે. અનાદિમિથ્યાદષ્ટિને સર્વપ્રથમ ઔપથમિક સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. એટલું નિશ્ચિત છે કે સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાત્મક ભવ્ય જીવ જેનો સંસાર પરિભ્રમણ કાળ અર્ધ પુદ્ગલપરાવર્તન કાળથી અધિક બાકી નથી તેને જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. કર્મસ્થિતિના વિષયમાં જેના બાંધેલા કર્મોની સ્થિતિ અંતઃ ક્રોડાક્રોડી સાગર પ્રમાણ હોય તેને જ સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય છે. જેમ તળીએ કીચડ જામ્યો છે અને ઉપર નિર્મળ જળ છે, તેવું ‘ઉપશમ સમકિત’ છે. ૨. શ્રાયોપથમિક સમ્યકત્વ: મિથ્યાત્વના ઉદય પામેલા દળિકોને ભોગવીને ક્ષય કરવો એટલે સત્તામાંથી નાશ કરવો અને ઉદય નહિ પામેલા મિથ્યાત્વપુંજ તથા મિશ્રપુંજનો ઉપશમ કરવો એમ ક્ષયની સાથે સાથે ઉપશમ તે ક્ષયોપશમ. ક્ષયોપશમ દ્વારા ઉત્પન્ન થયેલું સમકિત તે ક્ષાયોપથમિક સભ્યત્વ. અહીં ઉપશમ કરવો એટલે ‘ઉદયથી અટકાવવું' તેમજ 'મિથ્યા સ્વભાવ દૂર કરવો’ એમ બન્ને અર્થો સમજવા. એથી મિથ્યાત્વપુંજ તથા મિશ્રપુંજ એ બન્નેના ઉદયને અટકાવવો અને ઉતિનો મિથ્થા સ્વભાવ દૂર કરી સમકિતપૂંજ બનાવવો. અનંતાનુબંધી કષાય ચતુષ્ક તથા મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વના વર્તમાનકાળમાં ઉદય આવવા યોગ્ય નિષેકોનો ઉદય થયા વિના જ તેની નિર્જરા થાય તે ક્ષય તથા તે જ નિષકોની માવિકાળમાં
SR No.006105
Book TitleSamyag Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy